SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ જિનપ્રાસાદમાં એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઇન્દ્રદેવસૂરિથી સં.૧૧૫૦માં પાલીનગરના નામથી પલ્લીવાલગચ્છ' બન્યો. આ ગચ્છનાં પ્રદ્યોતનગચ્છ, પલ્લીગચ્છ, પલ્લીવાલગચ્છ, પત્રકીયગચ્છ, પાડિવાલગચ્છ વગેરે નામો મળે છે. જેને પરંપરાનો ઈતિહાસ' ભા. ૨, પૃ.૬૨-૬૪) પલ્લીવાલગચ્છની છેલ્લી ભટ્ટારક પટ્ટાવલી નીચે મુજબ આપે છે, જે ઉપર આપેલી પહેલી પટ્ટાવલી સાથે ક્યાંક મેળામાં છે, ક્યાંક નથી ? ૧. શાંતિસૂરિ : તેમણે સં.૧૪૫૮ અને સં.૧૮૬૨માં પ્રતિષ્ઠા કરેલી છે. ૨. શ્રીસૂરિ : પ્રતિષ્ઠા સં.૧૪૬૫. ૩. યશોદેવ : સં. ૧૪૮૫થી સં. ૧૫૧૩. ૪. નન્ન = સં. ૧૫૨૮, ૧પ૨૯. ૫. ઉદ્યોતન : સં.૧૫૨૮થી સં.૧૫૪૯. ૬. મહેશ્વર = સં.૧૫૭૩થી સં.૧૫૯૯. ૭. યશોદેવ. ૮. નન્ન : સં. ૧૬૧૩. ૯. ઉદ્યોતન : ૧૦. મહેશ્વરઃ સં.૧૬૨૬થી સં.૧૬૮૧. [૧૬૬૭?] ૧૧. યશોદેવ : સં.૧૬૬૭થી સં. ૧૬૮૧. ઉપર નિર્દિષ્ટ વર્ષો શિષ્ય પરંપરામાં કોઈએ કરેલા કાર્યને આધારે કેટલેક ઠેકાણે મૂક્યાં જણાય છે. તેથી એની અધિકૃતતા કેટલી માનવી તે પ્રશ્ન છે.] પલ્લીવાલગચ્છની પટ્ટાવલી (૨) જિનવિજયજી પાસેથી મળેલી પ્રતમાંથી) વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ(પૃ.૭૨-૭૬)માં મુદ્રિત પાઠને આધારે અહીં કેટલીક શુદ્ધિ કરી છે.] ૧૦. મહાગિરિ અને સુહસ્તી સુહસ્તી સ્વ. વરાત્ ૨૯૧, આર્ય મહાગિરિ સ્વ. વીરાતુ ૨૯૩. તિપા. પટ્ટાવલી ક્ર.૮. ૧૧. બહુલ દશપૂર્વી. વેદપારંગત સ્વાતિ નામના વિપ્રને પ્રતિબોધી સ્વ. વીરાત્ ૩૨૫. ૧૨. સ્વાતિસૂરિ : રાજસભામાં ઉમાનો પક્ષ લઈ વિપ્રોને વાદમાં હરાવ્યા તેથી તે લોકમાં ઉમાસ્વાતિ તરીકે પ્રસિદ્ધ થયા. દશ અધ્યાયનું તત્ત્વાર્થભાષ્ય રચ્યું ને બીજા ગ્રંથો રચ્યા. સ્વ. વીરાત્ ૩૬૧. [આ સ્વાતિ તે ઉમાસ્વાતિ નહીં. જુઓ તપા. પટ્ટાવલી ક.૯ના પેટામાં.] . ૧૩. શ્યામાર્યઃ અંગોમાંથી પન્નવણા ઉપાંગ ઉદ્ધર્યું. વીરરાજપુત્ર શાંડિલ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy