SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૮૧. સિદ્ધ : સં.૧૮૪૭ મહા શુદિ ૧૦ પટ્ટાભિષેક. મુહતા ખુશાલચન્દ્રે પદમહોત્સવ કર્યો. [એમના રાજ્યે સં.૧૮૮૧માં સૌજન્યસુંદરકૃત ‘દ્રૌપદી ચિરત્ર’ રચાયું.] ૮૨. કક્ક ઃ સં.૧૮૯૧ ચૈત્ર સુદ ૮ પટ્ટાભિષેક. પદમહોત્સવ વૈદ્ય મુહતા ઠાકુરસુત મુહતા સિરદારસિંહના ગૃહે વીકાનેરમાં સમસ્ત સંઘે કર્યો. ૮૩. દેવગુપ્ત : ૧૯૦૫ ભાદરવા શુદિ ૧૩ સોમે પટ્ટાભિષેક. શ્રેષ્ઠીગોત્રે વૈદ્ય મુહતા શાખાના પ્રેમરાજના પરિવારના હઠીસિંઘ ઋષભદાસ મેઘરાજનો ઉત્સંગ (ખોળે) લઈને લોધીમાં સમસ્ત વૈદ્ય મુહતાએ તેનો ઉત્સવ કર્યો. ૮૪. સિદ્ધ : સં.૧૯૩૫ માઘ વિદ ૧૧ પટ્ટાભિષેક. શ્રેષ્ઠીગોત્રે વૈદ્ય મુહતા શાખાના ઠાકુરના પુત્ર મહારાવ હરિસિંઘે પદમહોત્સવ વૃદ્ધ ગૃહ મધ્યે વીકાનેરમાં ઘાંસીવાલા સૂરજમલ હાથે સંઘ સહિત થયો. તેમની કૃપાથી હું કલ્પવાચના કરું છું. લેખ સં.૧૯૪૦, ના.૨. [૮૫. કક્ક. ૮૬. દેવગુપ્ત : મારવાડમાં વિસલપુરમાં સં.૧૯૩૮ આસો સુદ ૧૦ મુહતા નવલમલજી પત્ની રૂપાદેવીથી જન્મ, નામ ગયવરચંદ, સં.૧૯૬૩ ફાગણ વદ ૬ સ્થાનક મતની દીક્ષા, સં.૧૯૭૦માં સંવેગી દીક્ષા ને પછી ઉપકેશગચ્છમાં ગચ્છનાયકપદપ્રતિષ્ઠા. તેમણે અનેક ગ્રંથો બનાવ્યા છે.] વિશેષમાં સંશોધન કરતાં - ૨૧૩ દેવગુપ્ત : કક્કસૂરિશિષ્ય જિનચન્દ્રગણિ અપરનામ કુલચન્દ્રગણિ ને પછીથી થયેલ દેવગુપ્તાચાર્યે સં.૧૦૭૩માં પત્તનમાં ‘નવપદ-લઘુવૃત્તિ’ અને ‘નવતત્ત્વ-પ્રકરણ’ રચ્યાં (જૈ.સા.ઇ. ફકરો ૨૮૨) જ્યારે ઉપર ૪૪મા દેવગુપ્ત ને ૪૫મા સિદ્ધને ‘નવપદપ્રકરણને તે પર સ્વોપજ્ઞ ટીકા રચનાર જણાવ્યા છે તે બરાબર નથી. કક્ક ઃ જૈ.સા.ઇ. કરો ૩૭૩માં ઉલ્લેખેલા તે ઉપરના ૫૨મા કક્ક હોઈ શકે. યશોદેવ ઃ દેવગુપ્ત-કક્ક-સિદ્ધ દેવગુપ્તસૂરિના શિષ્ય. પૂર્વનામ ધનદેવ. સં.૧૧૬૫માં દેવગુપ્તસૂરિકૃત ‘નવપદપ્રકરણ’ પર બૃહવૃત્તિ, સં.૧૧૭૪માં પાટણમાં ‘નવતત્ત્વપ્રકરણ’ પર વૃત્તિ, સં.૧૧૭૯માં પ્રાકૃતમાં ‘ચન્દ્રપ્રભચરિત્ર' રચ્યાં. (જૈ.સા.ઇ. ફકરો ૩૩૧) આ સૂરિનું ઉક્ત પટ્ટાવલીમાં નામ નથી. તેમના ગુરુભાઈ સિદ્ધસૂરિએ સં.૧૧૯૨માં ‘ક્ષેત્રસમાસવૃત્તિ' રચી કે જે ઉપરના ક્ર.૫૪મા સિદ્ધ હોય. યક્ષદેવ-કક્ક-સિદ્ધ-દેવગુપ્તસૂરિશિષ્ય સિદ્ધસૂરિ પાસે સમરાશાહે આદીશ્વરની પ્રતિષ્ઠા સં.૧૩૭૧માં શત્રુંજય પર કરાવી. (જૈ.સા.ઇ. ફકરો ૬૨૧) આ ૬.૬૬મા સિદ્ધસૂરિ છે. પરંપરા ને સમરાશાહની હકીકત સરખાવવા યોગ્ય છે. જુઓ ‘સમરા રાસુ’, ‘નાભિનંદનોદ્વારપ્રબંધ' કે જે પરથી જૈ.સા.ઇ.માં મેં લખેલ છે ને જે પરથી પંડિતશ્રી લાલચન્દ્ર ભ. ગાંધીએ ‘શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ' એ નામનો વિસ્તૃત નિબંધ લખેલો ને જૈનયુગ, વર્ષ ૧, પૃ.૧૦૨, ૧૮૩, ૨૫૫, ૪૦૩માં સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy