________________
જૈન ગૂર્જર કવિઓ: ૯
૮-૯-૬૨-૩, ના. ૧૬ સં.૧૫૩૦-૩-૬, બુ.૨; સં.૧૫૩૨, જૈનયુગ, ૫, પૃ.૪૬૯; સં.૧૫૩૮-૪૨, ના.૩; સં.૧૫૦૭, જૈ.સ.પ્ર., ૫, પૃ.૧૬૧.
૨૧૨
તેમના સમયમાં ૭૦મા કક્કસૂરિ શિષ્ય ધર્મહંસશિષ્ય ધર્મરુચિએ સં.૧૫૬૧માં ‘અજાપુત્ર ચો.’ રચી. (જૈ.ગુ.ક., ૧, ૨૧૮)
[એમના રાજ્યે સં.૧૫૩૭માં મતિશેખરકૃત ‘મયણરેહા રાસ' રચાયો.
દેવગુશિ. મતિસાગરે સં.૧૪૯૮માં જુદી ખદિરી શાખા સ્થાપી એવી માહિતી નોંધાયેલી છે. (વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ.૯)]
૭૨. સિદ્ધ : તેમનો પદમહોત્સવ સં.૧૫૬૫માં મેદિનીપુર – મેડતામાં શ્રેષ્ઠીગોત્રના મંત્રી દશરથના પુત્ર મંત્રી લોલાગરે કર્યો. સં.૧૫૬૬-૭-૭૧-૨-૪-૮૮-૯૨-૬,
ના.૨; સં.૧૫૬૮, બુ.૨;
લેખ સં.૧૫૭૯, બુ.૧ નં.૧૦૮; સં.૧૫૭૯–૮૫, ના.૧.
તેમના સમયમાં દેવકુમાર-કર્મસાગર-(ઉક્ત)દેવકલ્લોલના શિષ્ય દેવકલશે સં.૧૫૬૯માં ‘ઋષિદત્તા ચો.' રચી (જૈ.ગૂ.ક., ૧, ૨૪૯), ને રત્નસમુદ્ર ઉ.ના શિષ્ય કવિ સહજસુંદરે સં. ૧૫૭૦–૨ ને તે આસપાસ કેટલીક ગુ. પદ્યકૃતિઓ રચી (જૈ.ગૂ.ક., ૧, ૨૫૪). આ સિદ્ધસૂરિના શિષ્ય ઉ. હર્ષસમુદ્રના શિષ્ય વિનયસમુદ્રે સં.૧૫૮૩થી સં.૧૬૦૫માં ગુ. પદ્યકૃતિઓ રચી (જૈ.ગૂ.ક., ૧, ૨૮૦)
૭૩. કક્ક : જોધપુરમાં સં.૧૫૯૯માં ગચ્છનાયક થયા ને તેનો પદમહોત્સવ શ્રેષ્ઠીગોત્ર મંત્રી જગાના પુત્ર મંત્રી ધર્મસિંહે કર્યો.
૭૪. દેવગુપ્ત : તેમનો પદમહોત્સવ સં.૧૬૩૧માં શ્રેષ્ઠીગોત્ર મંત્રી સહસવીરના પુત્ર મંત્રી દેદાગરે કર્યો.
લેખ સં.૧૬૩૪, ના.૧.
૭૫. સિદ્ધ : સં.૧૬૫૫ ચૈત્ર શુદિ ૧૩. શ્રેષ્ઠીગોત્રે મહામંત્રી ઠાકુરસિંહે વિક્રમપુર (વીકાનેર)માં તેમનો પદમહોત્સવ કર્યો.
લેખ સં.૧૬૫૯, ના.૧. તેમના સમયમાં ૭૨માં સિદ્ધસૂરિમાં ઉલ્લેખેલ દેવકલ્લોલ ઉ.ના શિષ્ય પદ્મસુંદર–દેવસુંદર-પુન્યદેવશિષ્ય કર્મસિંહ ‘નર્મદાસુંદરી ચો.’ સં.૧૬૭૮માં દસાડામાં રચી. (જૈ.ગૂ.ક., ૩, ૨૨૪)
૭૬. કક્ક ઃ સં.૧૬૮૯ .શુ.૩. શ્રેષ્ઠીગોત્રે ઉક્ત મંત્રી ઠાકુરસિંહના પુત્ર મંત્રી સાવલકે તથા તેની પત્ની સાહિબદેએ તેમનો પદમહોત્સવ કર્યો. ૭૭. દેવગુપ્ત : સં.૧૭૨૭ મૃગશિર શુદ ૧૦. તેમનો પદમહોત્સવ શ્રેષ્ઠીગોત્રે મંત્રી ઈશ્વરદાસે કર્યો.
૭૮. સિદ્ધ : શ્રેષ્ઠીંગોત્રે મંત્રી સગતસિંહે પટ્ટાભિષેક સં. ૧૭૬૭ મૃગશિર શુદિ ૧૦ કર્યો.
૭૯. કક્કઃ સં.૧૭૮૩ આષાઢ વદ ૧૩ દિને પદમહોત્સવ મંત્રી દોલતરામે કર્યો.
૮૦. દેવગુપ્ત : સં.૧૮૦૭. (ઉક્ત) મુહતા દોલતરામજીએ પદમહોત્સવ
કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org