________________
ઉપકેશગચ્છની પટ્ટાવલી
૨૦૫
દેવગુપ્તસૂરિ તેમણે દેવાનંદને ઉપાધ્યાય બનાવ્યા કે જેમણે ગુરુની આજ્ઞાથી ભયાનક દેશમાં જઈ નઈનગરમાં બાહુલિ શાહે કરાવેલા નવા નેમિભુવનમાં પ્રતિષ્ઠા કરી. દેવગુપ્તસૂરિએ સ્વહસ્તે વીરચન્દ્ર પંડિતને દીક્ષિત કર્યા કે જે આગમછંદાદિ કલામાં પ્રવીણ થયા. વિહારમાં જ્યાં જ્યાં દોષ હતા ત્યાંત્યાં તે નિવાર્યા ને મંત્રશક્તિથી ઘણાને વશ કર્યા. તેમણે મરુકોટ્ટમાં પાશ્વજિનમંદિરમાં ગોઠીઓને ઉપદ્રવ કરતા ક્ષેત્રપાલને મંત્રના ખીલાથી ખોડીને ઉપદ્રવ ટાળ્યો. સિંધુ દેશમાં વિદ્યાથી તે પ્રસિદ્ધ થયા. એમનું નામ હમણાં પણ ત્યાં લેવાય છે. વળી ખંડેરક સૂરિ પાસે જાવાલિપુરમાં લોકવ્યવહાર (ખરખરે) જતાં ત્યાં ક્રિયા થતી જોઈ તે સૂરિને કહ્યું કે ઓગણત્રીસમે દિને મારી તમારા શબ) પાસે આવી ક્રિયા તમે કરતા હશો ને તે જ પ્રમાણે આઠમે દિને તાવ આવ્યો ને પોતે સ્વર્ગસ્થ થયા. આમ ૨૮ વર્ષની ઉંમરના આઠ શાસ્ત્રમાં પંડિત એવા વિખ્યાત શિષ્ય (વીરચન્દ્ર) ગયા. (પ૩૮)
| શિષ્યમંડળ : દેવગુપ્તસૂરિનો બીજો શિષ્ય દેવચન્દ્ર થયો કે જેને સરસ્વતીએ પ્રત્યક્ષ થઈને વર આપ્યો. તે વિદ્યારસ નહીં સહન થવાથી અભિમાની થઈ ગચ્છ છોડી મહારાષ્ટ્ર, તિલંગ, કર્ણાટ દેશમાં ગયો. ત્યાં તેણે સાત છત્રવાળા જાપુલાયકવાદી નામે ધર્મરુચિને જીતી સર્વ છત્ર છોડાવ્યાં. વળી તિલંગે વાદીને જીતનારા એવા દિગંબર ધર્મકીર્તિને જીતીને તેને વનમાં મૂકી દીધો. એમ અનેક વાદીને તે દેશમાં જીતી શ્વેતાંબરદર્શનને અજવાળ્યું. કર્ણાટકવાસી ધનિક વ્યવહારી મહાદેવે સદ્ભક્તિથી કરેલી પ્રાર્થનાથી સંસ્કૃતમાં ‘સાહસક' નામનું “ચન્દ્રપ્રભચરિત’ ૨૧ સર્ગવાળું રચ્યું. (૫૪૫)
સ્થિરચન્દ્ર નામનો શિષ્ય પ્રમાણ, તર્ક તથા કવિત્વમાં કુશલ થયો. શિષ્ય હરિશ્ચન્દ્ર નામના ઉપાધ્યાયે કચ્છદેશમાં વિહાર કરી ત્યાંના રાજાને પ્રતિબોધી ત્યાં બાલિકાને દૂધ પીતી કરી મારી નાખવામાં આવતી તે પ્રથાને અટકાવી. (૫૪૮)
ચન્દ્રપ્રભ ઉપાધ્યાય નિમિત્તકલા જાણતા. હરિશ્ચન્દ્ર (બીજા) નામના વાચનાચાર્ય સરસ વ્યાખ્યાન કરવામાં વિખ્યાત હતા, ને તેમણે સુખાસનમાં બેઠેલા સારંગદેવ ભૂપને બે ઘડી રસ્તામાં વ્યાખ્યાનના રસથી સ્થિર કર્યો હતો. બીજા વાચનાચાર્ય નામે પાસમૂર્તિ હતા. તેમના શિષ્ય હર્ષચન્દ્ર લિગાગોત્રના હતા, જે સામાન્ય હતા તે પણ સૂરિના હસ્તથી દીક્ષિત થઈ અસામાન્ય ગુણવાળા થયા હતા.
આ દેવગુપ્તસૂરિના સમયમાં વામનસ્થલીના સાધુ (શાહ) સમુદ્ધરે વરમંદિર કરાવ્યું ને તે દેશમાં ઊકેશવંશ નહોતો તે સ્થાપ્યો. અર્જુન ભૂપતિના પ્રસાદપત્રથી કુમારસિંહ બાર હજાર અજવાળો થયો હતો તેણે ગોહૃદ(ગોધરા)ના રાજાને રણભૂમિમાં જીત્યો, ને તેથી ભૂપતિએ “મહારાણકનું પદ તેને આપ્યું ને તેણે સ્તંભતીર્થમાં વીરજિન- મંદિર કરાવ્યું. વૃતઘદિ નામની નગરીમાં વીજા સપાલા એ બંનેએ, માલવદેશના જયસિંહપુરે પદધારી સાધુ આભૂએ, પુષ્કરિણીમાં સાધુ તોલિયારે નવાં જિનમંદિર બંધાવ્યાં. એ સર્વ મંદિરોમાં દેવગુપ્તસૂરિએ પ્રતિષ્ઠા કરી. કેટલાંક વર્ષો સર્વત્ર વિહાર કરી પ્રહલાદનપુર(પાલણપુર) આવી વૃદ્ધવાસમાં રહ્યા. પોતાની ૮૪ વર્ષોની ઉંમર થઈ ને આયુષ્ય જાણવા સત્યકા દેવીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org