SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ ધ્યાન ધર્યું. એક વિકૃતિનો આહાર માવજીવ રાખી નમસ્કારમંત્રનો જપ ચાલુ રાખ્યો. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે ૩૩ દિન પછી મૃત્યુ છે તો કોઈને સૂરિ નીમી જાઓ. કોઈ સૂરિપદ યોગ્ય જણાતો નથી તો શું કરવું ? દેવીએ જણાવ્યું કે આ બાલચન્દ્ર સૂરિપદને યોગ્ય છે એટલે સં.૧૩૩૦ (ખ વહિ અગ્નિ શશાંક) વર્ષે પોતાના મરણ પહેલાં સ્વહસ્તે તેને સૂરિપદ આપી સિદ્ધસૂરિ નામ રાખ્યું. (પ૭૨). બીજી ઃ ૬૩. સિદ્ધ. ૬૪ કક્ક. ૬૫. દેવગુપ્ત : લેખ સં. ૧૩પ૩ ના. ૧. ૬૬. સિદ્ધ. સિદ્ધસૂરિ : આ સૂરિએ વિવાહિત લગ્નોત્સુક કન્યાને તથા ત્રણ લાખની સંપત્તિ તજી વીશ વર્ષની વયે દીક્ષા લીધી. તેમના શિષ્ય ઉપાધ્યાય મુનિશેખર થયા કે જેઓ સામાન્યપણે હંમેશાં ૨૪ જિન સ્તવ ૧૦૮ વારે સ્મરતા. બીજા મુનિરત્ન ઉપાધ્યાય, નાગેન્દ્ર વાચનાચાર્ય, લક્ષ્મીકુમાર વાચનાચાર્ય, સોમચન્દ્ર તથા મંગલકુંભ આદિ અસંખ્ય શિષ્ય થયા. આ સિદ્ધસૂરિએ માલવના મુખતિલકરૂપ માંડવ્ય નામના દુર્ગ પર હરદેવ અને વિજયદેવે કરાવેલા ચૈત્યમાં ૨૪ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. આ હરદેવ અને વિજયદેવે શત્રુંજય મુખ્ય તીર્થના સંઘપતિ થઈ યાત્રા સંઘ કાઢ્યો, તેની સાથે સિદ્ધસૂરિ ગયા. તે એક લાખ શ્રાવકનો સંઘ હતો તેને સર્વ નગરના વાસીઓ જમાડતા. (૫૮૩) દેશલના પુત્ર દેવગિરિ દુર્ગમાં કરાવેલ સુવર્ણકુંભથી ભૂષિત પાર્શ્વમંદિરમાં, તથા જીર્ણદુર્ગમાં મંડલીકે કરાવેલા વિરમંદિરમાં આ સૂરિએ પ્રતિષ્ઠા કરી, વિમલાચલ પર ત્રિભુવનસિંહે કરાવેલા દેવમંદિરમાં વર્તમાન ૨૦ જિનની તથા શત્રુંજય પર દેવજગતિમાં દેશલે કરાવેલ યુવાગારમાં બે બિંબની પ્રતિષ્ઠા કરી. તેમની કૃપાથી દેશના સહોદર સાધુ આશાધરે સંઘપતિ બની શત્રુંજય તીર્થાદિની યાત્રા સિદ્ધસૂરિ સાથે સંઘ સહિત કરી. વળી તે સૂરિની કૃપાથી સંઘપતિ બની વિમલગિરિ (શત્રુંજય) પર તેણે ઉદ્ધાર કર્યો. (૫૯૨) ચિત્રકૂટનો સોમસિંહ પણ સંઘનાથ બન્યો. તથા ઉક્ત કુમારસિંહના પુત્ર મુંજાલે નૃપહસ્તથી સુરાષ્ટ્ર દેશનો વ્યાપાર મળ્યા પછી - સર્વાધિકારી થયા પછી ઉજ્જયંત ગિરનાર) પર બે દેવકુલિકા અને વામનસ્થલીમાં મોટા મંડપવાળી દેવકુલિકા કરાવી તથા સ્તંભતીર્થમાં પોતાના પિતાએ કરાવેલા વિરમંદિરમાં બાવન સુંદર કુંભ ને એક દંડ કરાવ્યા. આ સર્વની પ્રતિષ્ઠા સિદ્ધસૂરિએ દરેક સ્થલે જાતે જઈને કરી. (૫૯૭) તે સૂરિની કૃપાથી લક્ષપતિ નામના લાખોપતિએ મથુરા અને હસ્તિનાગપુરની યાત્રા કરી. તે યાત્રામાં સ્થિરદેવના પુત્ર કાલિયે સ્વપિતાના બંધુ લક્ષપતિને સહાય કરી અને વળી તેણે ભર્તપુરમાં નવું જિનમંદિર બંધાવ્યું તેનો નાનો ભાઈ લુંઢક શત્રુંજય પરના સમરાએ ઉદ્ધાર કરેલા જિનની યાત્રા કરવા મુખ્ય સંઘપતિ થયો. (૬૦૧) સિદ્ધસૂરિ વિહરતાં અણહિલપુર આવ્યા. ત્યાં વેસટ વંશના સાધુ ગોસલના પુત્ર દેશલ અને તેનો ભાઈ આશાધર હતા. સં.૧૩૬૮ પછી એટલે સં.૧૩૬૯માં શત્રુંજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy