________________
૨૦૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
૫૪. સિદ્ધ. પ૫. કક્ક. કક્કસૂરિ : સં.૧૨૩રમાં મરુકોટ્ટ જવા આચાર્ય ચાલ્યા. રસ્તે જતાં સ્થલો નિર્જલ આવ્યાં. જ્યેષ્ઠ માસ હતો અને શ્રાવક વર્ગ સાથે હતો તે તરસથી વ્યાકુલ થયો. ગુરુએ પંખીવાળા વૃક્ષને જોઈને ત્યાં જઈ ધ્યાન ધરી પ્રભાવથી પાણી કાઢી આપ્યું. શ્રાવકનો સાથ તરસથી મરતો બચી ગયો. મરુકોટ્ટમાં પ્રવેશોત્સવ થયો. ત્યાં જોઇયવંશી સ્વામી સિંહબલ હતો ને ગુરુભક્ત હતો. તેની બહેન રત્નાદેવી પિયર રહેતી તે ગુરુના યોગશાસ્ત્રના વ્યાખ્યાનમાં હંમેશ આવતી. તેણે યોગશાસ્ત્રનું પુસ્તક લખી આપ્યું. એકાંતરા ઉપવાસ કરી સર્વ વિકૃતિ તજી દુષ્કર તપ ગુરુએ આદર્યું, સં.૧૨૩૬ (રસાગ્નિ બાહુ જેવાતૃક વર્ષે). અલ્હાદકૂપ નામના નગરમાં આવેલ નેમિનાથ દેવાલયના શિખરે પ્રતિષ્ઠા કરી. પછી ભયાણા દેશમાં જઈ ત્યાંના દેશનાયકને ધર્મવાસિત કર્યો. પછી સિદ્ધસૂરિ થયા. (૪૯૭)
સં.૧રપ૬માં પ્રહ્લાદકૂપપુરના નેમિનાથના દેવાલયના શિખરે પ્રતિષ્ઠા કરી. લેખ સં.૧રપ૬, ના.૧.
[તૃષાતુર સંઘને પાણી કાઢી આપવાનો પ્રસંગ બીજી પટ્ટાવલીએ ૩૪. કક્કસૂરિ સાથે જોડ્યો છે.]
બીજી ઃ તેમણે મરોટકોટ પ્રકટ કર્યો. ૫૬. દેવગુપ્તઃ [સં. ૧૨પર].
૫૭. સિદ્ધ. ૫૮. કક્ક. ૫૯. દેવગુપ્ત. ૬૦. સિદ્ધ. સિદ્ધસૂરિ : તેમના ગુરભાતા વીરદેવ ઊકેશપુરમાં રહી શ્રાવકપુત્રોને ભણાવતા ને નભોગનવિદ્યા આદિ કલામાં સિદ્ધ હતા. એક ગર્વિષ્ઠ યોગીએ આવી તેમની પાસે પીવા પાણી માગ્યું એટલે બાળકોને જલ લાવી પાવા કહ્યું. તે બાલકો ઊઠવા જાય પણ જમીનને ચોંટી ગયેલા એટલે ઉઠાય નહીં. એટલે ઉપાશ્રયમાં પડેલા બે પાણાને હુકમ કર્યો કે આ વરાકને ભૂ પાઓ. પાણાએ સજીવ થઈ તે યોગી પર પ્રહાર કરતાં તે પડી ગયો. તેણે પગે લાગી ક્ષમા માગી. હવે વીરદેવ મુનિ ત્યાં હતા એટલામાં સં.૧૨પરમાં તુરુષ્કો (કુકી) આવ્યા. લોક નાઠા. વીરદેવ તો સ્થિર થઈ રહ્યા. વીરબિંબ પાસે પથ્થર આડા દીધા. મ્લેચ્છો પર નભમાંથી તરવારના ઘા થયા. યવનો મંદિરના ગર્ભગૃહમાં જઈ ન શક્યા. જ્યારે સ્વેચ્છસૈન્યથી ઊકેશપુરનો આ રીતે ભંગ થયો ત્યારે સિદ્ધસૂરિ ગૂર્જરમંડલમાં હતા. (૫૧૩)
હવે વરાત્ ૩00માં નિષ્પન્ન થયેલ હોવાથી જીર્ણ થયેલ સિદ્ધચક્રના મંત્રવાળો દેવતાવસરે રાખેલ રૂપાના પટનો ઉદ્ધાર સિદ્ધસૂરિએ સં.૧૨પપમાં કર્યો (પ૧૬). પછી કોઈને આચાર્ય બનાવ્યા વગર તે સૂરિ સ્વર્ગસ્થ થયા તે વખતે ઉચ્ચ નગરથી ઉપાધ્યાય-પદધારી વર્તમાનને સંઘે બોલાવ્યા ને સં.૧૨૭૮ (નાગર્ષિ બાહુ રજનીકર)માં દેવગુપ્ત નામ આપી કાસદગણ પાસે તેમને ગુરુ કર્યા. (૫૧૯) સિ. ૧૨૫રમાં શાહબુદ્દીન ઘોરીએ ઓશિયા ભાંગ્યું.]
બીજી : ૬૧. કક્ક. ૬૨. દેવગુપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org