________________
ઉપકેશગચ્છની પટ્ટાવલી
નીચે દ૨ જોઈ તેમાંથી પાણી કાઢી સંઘને તરસથી મરતાં બચાવ્યો. આ પાણીનો કુંડ હજુ પણ વિદ્યમાન છે ને દર વર્ષે ઊકેશગચ્છીય શ્રાવકો ચન્દ્રાવતી પાસેની તે વડ નીચેની પદ્યાએ જઈને સ્વધર્મવાત્સલ્ય ભોજનાદિથી કરે છે ને નારી રૂપે દેવતાવસરે સચ્ચિકા દેવી પધારે છે. (૪૧૯)
હવે આચાર્યં માંડવ્યપુરમાં (મંડોવરમાં) દેવતાવસરવિધિ કરવા આવ્યા. ત્યાં અન્ય ગ્રામથી આવેલ એક શ્રાવક ઉપાશ્રયે આવ્યો. સાધુ ભિક્ષાર્થે ગયા હતા ને સૂરિ પાસે દેવતાવસરવિધિ ચાલતી હતી ને ત્યાં સ્ત્રી રૂપે દેવી હતાં. શ્રાવક સૂરિને એકાંતે સ્ત્રી સાથે જોઈને પાછો ફર્યો ને સૂરિના ચારિત્ર્યમાં શંકા કરી એટલે દેવીએ તેને લોહી વમતો કર્યો. સંઘ અને પછી સૂરિના કહેવાથી તેનું લોહીવમન બંધ કર્યું અને સૂરિએ દેવીએ હવેથી આ વિષમ યુગ હોઈ પ્રત્યક્ષ રૂપે ન આવતાં સ્મૃતિ કરાવવી ને દેવતાવસરે ધર્મલાભ તેને આપશે આવી વ્યવસ્થા કરી. ત્યારથી દેવી પ્રત્યક્ષ રૂપે આવતાં નથી ને કાર્યકાલે સાંનિધ્ય રાખે છે. (૪૩૫)
-
ત્યાર પછી વિહરતા ગૂર્જરાવિનમાં અહિલપુર સંઘના આમંત્રણથી આવ્યા, ત્યારે કુમારપાલ રાજ્ય કરતો હતો કે જે હેમસૂરિનો ‘પદામ્બુજમધુવ્રત' હતો. તેની અભ્યર્થનાથી રાજગુરુ હેમસૂરિએ ‘યોગશાસ્ત્રસૂત્ર’ સૂત્રિત કર્યું. (૪૩૮) તેમનો ગુણચન્દ્ર નામનો સ્વોત્કર્ષથી ગર્વિત શિષ્ય હતો. સૂરિના ઉપાશ્રયમાં રાજાના ભટ્ટપુત્રોને રાજા હુકમ કરી મોકલતો. સર્વેએ કહ્યું કે અમારા પક્ષે કક્કસૂરિ છે તેથી તેમને બોલાવ્યા ને સર્વે સૂરિઓ તેમને મળવા ઉપાશ્રયે એકઠા મળ્યા. તેનો એક પ્રસંગ નોંધેલ છે. (૪૬૯)
૨૩
કક્કસૂરિ પાટણમાં કેટલોક કાલ રહીને દેવગુપ્ત ગુરુને પોતાની પાટ પર સ્થાપી સ્વર્ગસ્થ થયા. હેમસૂરિ લોકવ્યવહારે જઈને બધા દર્શનીઓ પાસે નીચેનો દોહો બોલ્યા : (જુઓ દોહો ક્ર.૧૩૯, જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧૦, પૃ.૧૧૪) ગયઉ સુકેસરિ પિયહુ જલુ નિશ્ચિંતઈ હરિણાઈ,
જસુ તણઇ હુંકારડઈ મુહહ પડંતિ ત્રિણાઈ.
- જેના હુંકારથી મોઢામાંથી તરણાં પડી જતાં હતાં એવો કેસરીસિંહ ગયો, હવે હે હરણો ! નિશ્ચિતપણે પાણી પીઓ. (૪૭૨)
બીજી : સં.૧૧૫૪. એમણે હેમસૂરિ, કુમારપાલના વચનથી કૃપાહીન મુનિઓને દેશ બહાર કઢાવ્યા.
સ્વ. સં.૧૨૧૨. લેખ, સં.૧૧૭૨, બુ.૨ નં.૯૧૭.
:
દેવગુપ્તસૂરિ શ્રી નામની પાંચ ભાઈવાળી બાલવિધવા શ્રાવિકાએ ગુરુ દેવગુપ્તસૂરિને ધર્મબાંધવ સ્વીકાર્યા. તેણે પોતાના ભાગના સવા લાખ દ્રમ્મ ધર્મહેતુએ આપ્યા કે જેમાંથી ઊંચો રંગમંડપ બંધાયો. પછી સૂરિ લાંબો કાળ ગચ્છભાર ધારી કક્કસૂરિને નિજ પદે સ્થાપી દેવભૂમિમાં ગયા. (૪૭૮)
બીજી : ૫૩. દેવગુપ્ત ઃ તેમણે લક્ષ દ્રવ્ય તજી દીક્ષા લીધી હતી. [સમય આશરે સં.૧૧૬૫થી ૧૨૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org