________________
૨૦૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
કોઈ શ્રાવક વિદેશથી માલ ભરીને વંદનાર્થે આવ્યો ને પૂછતાં દાનભયથી મરચાંને બદલે માષ લાવ્યો છે એમ જણાવ્યું. ગુરુએ કહ્યું “તથાસ્તુ'. એટલે તેમ થતાં પોતે ખોટું બોલ્યો તે અપરાધ માટે ક્ષમા કરવા શ્રાવકે વિનંતી કરી એટલે માષને બદલે પાછાં મરિચ થઈ ગયાં. એક બ્રાહ્મણને વચનસિદ્ધિનો પરચો આપ્યો.
હવે ભીમદેવની પટ્ટરાણી કોઈ પણ દર્શનીને સ્વ-આસન તજી માન આપતી ન હતી, કારણકે તે માનતી હતી કે કોઈમાં જ્ઞાન નથી, માત્ર મુંડ મુંડાવવાથી પૂજવાને યોગ્ય ન થવાય. પદ્મપ્રભે જઈ યોગશાસ્ત્રનું જ્ઞાન, પૂરક વાયુને પૂરીને દશમ દ્વારે પદ્માસનસ્થ થઈ લઈ જઈને બતાવ્યું એટલે તે તેમને પગે પડી. ને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. પછી તે સપાદલક્ષ દેશમાં વિહાર કર્યો. ત્યાં ખરતરાચાર્ય જિનપતિસૂરિ સાથે ગુરુકાવ્યાષ્ટક' પર વાદ કરી અજમેરુ દુર્ગમાં વીસલ રાજાની સભામાં તેમને જીત્યા. આમ જબૂનાગની સંતતિની કીર્તિ ગાઈ હવે ક્રમામત (ઊકેશગચ્છના) સૂરિઓ સંબંધી કહેવામાં આવે છે. (૪૦૭)
બીજીઃ ૪૯. કક્ક. ૫૦. દેવગુપ્ત. દેવગુપ્તસૂરિઃ સં. ૧૧૦૮ જતાં સિદ્ધસૂરિના પટ્ટે દેવગુપ્તસૂરિ આવ્યા.
બીજી ભિન્નમાલમાં ભેંસા શાહે તેમના પદમહોત્સવમાં સાત લાખ ધન ખચ્યું, કારણકે તે ગુરુના પાદપ્રક્ષાલનનું જલ વિષાપહાર કરતું એવી લબ્ધિ તેમનામાં હતી. મૂર્વે હિંદુવાણપુરે ભેંસા શાહની ભાર્યા છાણાં થાપતી તે ગુરૂપદેશે બાળવામાં આવતાં રૂપાનાં થઈ જતાં તેમાંથી ગદહિયા સિક્કા કાઢ્યા. ભેંસા શાહની માતા શત્રુંજયની યાત્રાએ જતાં ખરચી ખૂટતાં પાટણમાં ઈશ્વર શ્રેષ્ઠીની પાસે ખરચની માગણી કરીને પૂછતાં પોતે ભેંસા શાહની માતા છે એમ જણાવ્યું. તેણે મશ્કરી કરી કે “અમારે ત્યાં પાણી લાવે છે તેની માતા ?' માતાએ ધન લઈ યાત્રા કરી ઘેર જઈ પુત્રને તે વાત જણાવી. ભેંસા શાહે સામાન્ય વેશે પાટણ જઈ તે શેઠને પૂછ્યું, “રૂપું લેશો ?” શેઠે કહ્યું, “જેટલું લાવ તેટલું લઈશ.” ભેંસા શાહે રૂપાના ગદહિયા પુષ્કળ લાવી ધર્યા. શેઠ એટલા બધાની કિંમત ન આપી શક્યો એટલે પાટણના બધા શ્રેષ્ઠીને ભેગા કરી તે દ્વારા ભેંસા શાહને પોતાને વચનથી છોડવા વિનંતી કરી, ને એને ચરણે પડ્યો. ગુર્જર ભૂમિમાં મહિષ – ભેંસા - પાડાથી પાણી લાવવાનું બંધ કરાવી ભેંસા શાહે તેને વચનથી મુક્ત કર્યો, ને પોતાનું તે ધન સાત ક્ષેત્રમાં વાપર્યું. આથી ગાદિયા’ એવી શાખા થઈ.
૫૧. સિદ્ધ. પર. કક્ક. કક્કસૂરિ : સં.૧૧પપમાં દેવગુપ્તસૂરિની પાટે કક્કસૂરિ આવ્યા કે જેમણે જીવનપર્યત એકાંતરા ઉપવાસ ને આંબિલનું પારણું એમ તપ કર્યું. આથી શિથિલાચારી સાધુઓ અને સાધ્વીઓએ તેમને તજી દીધા. તેમના શુદ્ધ સંયમથી ગચ્છ હવે તેમના સંસ્કૃત નામ પરથી કકુદ નામનો કહેવાયો. સપાદલક્ષથી મરુકોટ્ટપુરમાં સાર્થ જતો હતો ને સ્વેચ્છાથી પોતાની શક્તિથી આચાર્યે રક્ષિત કર્યો. વળી જ્યેષ્ઠ માસમાં અર્બુદગિરિ ૨ ચઢતા સંઘને તરસ લાગી ને પાણી મળે નહીં તે વખતે આચાર્યે પદ્યા નીચેના વડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org