SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકેશગચ્છની પટ્ટાવલી ૨૦૧ રાજાએ જગ્યા આપી ને તે પર મંદિર બાંધવા આજ્ઞા આપી. પછી વિપ્રો અડચણ ન કરે તે માટે ગુરુએ તેમને જણાવ્યું. તેઓ અસહિષણુ હોઈ વાદ કરવા તત્પર થયા. ગુરુએ રાજા પાસે જઈ નિવેદન કર્યું. રાજાએ પોતાનું વર્ષફળ બંને પક્ષને કરવા કહ્યું, ને ગુરુના અને બ્રાહ્મણોના વર્ષફલમાં જેનું ખરું પડશે તે વિજયી ગણાશે એમ જણાવ્યું. જંબૂનાગે વર્ષફલમાં લખી આપ્યું કે અમુક દિવસે ને ઘડીએ મુમુચિ નામનો યવનાધિપ ૫૦૦૦૦ અશ્વ સહિત યુદ્ધસામગ્રી લઈ રાજ લેવાની ઈચ્છાથી આવશે. (૩૩૩) તેને કેમ હરાવી શકાશે તે પણ જણાવ્યું કે તે પ્રમાણે તે આવ્યો ને પરાજય પામ્યો. (૩૪૩) પછી રાજાએ આદેશ માગ્યો ને ગુરુએ જિનમંદિરનો આપ્યો. રાજાએ બ્રાહ્મણોને અવગણી પોતે તે કરાવી આપ્યું, ને તેમાં વીરપ્રભુના બિંબની જંબૂનારી પ્રતિષ્ઠા કરી ને બ્રાહ્મણોની પણ પ્રીતિ મેળવી. તેમણે “ચંડિકાશતક' જેવું “જિનશતક' રચ્યું. (૩૪૭) તેમના શિષ્ય દેવપ્રભ મહત્તર હતા ને તેમના શિષ્ય કનકપ્રભુ મહત્તરપદે હતા. કનકપ્રભના શિષ્ય જિનભદ્રને ગચ્છનાયકે ઉપાધ્યાયપદ આપ્યું. તે ઉપાધ્યાય ગુર્જર દેશમાં ગયા ત્યારે તેમને ત્યાંના રાજા સિદ્ધરાજના ભત્રીજાને તેની માતાએ આવીની સોંપ્યો કે જેને ગુણવાન ને શાસનોન્નતિ કરનાર જાણીને ઉપાધ્યાયે તત્ક્ષણે દીક્ષા આપી. તે શિષ્ય શાસ્ત્રમાં પારંગત થઈ રાગકલામાં દક્ષ એવો વાચક – ઉપાધ્યાય થયો. શ્રી હેમસૂરિએ તેનું લોકોત્તર વાચક– સાંભળી તેને સવારમાં વ્યાખ્યાન અવસરે કૌતુકથી બોલાવ્યો. તેણે આવી પોતાના વ્યાખ્યાનથી ભૂપમુખ્ય એવી સર્વ પરિષદૂને રંજિત કરી. હેમસૂરિએ તે શિષ્યની ઉપાધ્યાયજી પાસે માગણી કરી, પણ તેમણે તેને ઈચ્છાથી ન આપતાં પોતાની પાસેથી બલે કરીને લઈ લેશે એમ જાણી રાત્રે જ પોતાના શિષ્યને લઈ ત્યાંથી પ્રયાણ કર્યું, રસ્તામાં ભૂલા પડી સિનપલ્લી મહાસ્થાને સૈન્યના ભયથી આકુલ થઈ છાના થઈને રહ્યા. (૩પ૭) - કુમારપાલ રાજાએ હેમસૂરિના કહેવાથી સૈન્યને પાછળ મોકલ્યું પણ તે ન મળવાથી પાછું ફર્યું. દેવી ત્રિપુરાને બોલાવતાં દેવીએ કહ્યું કે પદ્મપ્રભ સિતમ્બર બધું સારું કરશે, તમારું અલ્પાયુ હવે છે, તો તે માટે હોમ કરશો તો હું સહાય કરીશ. તે પપ્રભ ગુરુ સહિત સપાદલક્ષ દેશના નાગપુર નગરમાં જઈ શ્રાવકોને હોમ માટે પૂછ્યું પણ તેમણે ના પાડી એટલે સિંધુદેશના ખંભરેલપુરમાં ગયા. ત્યાં જસાદિત્ય નામનો ગચ્છભક્તિવાળો શ્રેષ્ઠી હતો તે હમેશ ઊઠીને સુવર્ણદાન કરતો હતો, તેણે પ્રવેશોત્સવ કર્યો. ત્યાંના રાજાને પાપ્રભ ઉપાધ્યાયે ઉપદેશ આપતાં તે પ્રસન્ન થઈ બત્રીસ હજાર દ્રમ, તેટલા ઘોડા ને તેટલા ઊંટ ગુરુને અર્પણ કરતાં તે અપરિગ્રહી જૈન સાધુ ન લઈ શકે એમ ગુરુએ જણાવ્યું, એટલે તે સર્વેની કિંમત ૬૪૦૦૦ દ્રમ ધર્મમાં ખર્ચવા શ્રેષ્ઠીએ કહ્યું ને તેણે તેમાંથી જિનમંદિર સામરોદીમાં કરાવ્યું ને તેમાં ઉપાધ્યાયે પ્રતિષ્ઠા કરી. પદ્મપ્રભે ત્યાં સમુદ્ર જેવી પંચનદે જઈ શ્રેષ્ઠીના સાંનિધ્યે હોમ ૧૦૮ નાળિયેર સોપાર! આદિ ફલથી કર્યો એટલે ત્રિપુરા દેવી પ્રત્યક્ષ થયાં, ને ઈચ્છામાં હોય તે માગવા કે " વચનસિદ્ધિ માગતાં તે આપી અદશ્ય થયાં. (૩૮૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy