________________
૧૮૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
શ્રીવસેનસૂરિસ્ટાર્તાયીકસ્તતસ્ત્રિરત્નાક્યઃ |
શ્રીસિદ્ધાંતવિચાર નિકષા નિકષાયિતં યેન કે ૮ી. ૭. જિનચન્દ્રઃ
શ્રી સર્વાનંદગુરૂણાં પટ્ટાંબરભૂષણે નભોરત્ન | પદ્ધક્કે સાર્વભૌમસ્તતોડભવતુ સૂરિજિનચન્દ્રઃ ૯IT
શ્રી આગમગચ્છના મૂલક્રમે સર્વાનંદસૂરિપટ્ટરૂપી નભોમંડલના ભૂષણ – સૂર્ય સમાન સકલતાર્કિકચક્રવર્તી ષડ્રભાષાકવિ સાર્વભૌમ વાગ્નીન્દ્ર મુદ્રાવધિ શ્રી જિનચન્દ્રસૂરિ થયા. તેમને અનેક નરેન્દ્ર માન આપતા. એક વખત ગુહિલવાડી દેશની રાજધાની લોલિયાણક નગરમાં બારસોની સંખ્યામાં વિંશોપક (વીશ) શ્રીમાળી શ્રાવક વણિકવાળા સંઘના આગ્રહથી ચાતુર્માસ રહ્યા અને “શ્રીનેમિચરિત' વ્યાખ્યાનમાં વાંચતા હતા ત્યારે શ્રીકૃષ્ણ ને જરાસંધનું યુદ્ધ વર્ણવતાં વીરરસ થોડો પ્રગટાવ્યો. મોખરા ગુહિલ નામનો રાજા સો સુભટ સહિત ‘મારમાર એમ બોલતો ઉગામેલી તરવાર સહિત એકદમ ઊભો થઈ ગયો. સર્વ પરિષદ્ ભયમાં પડી ગઈ. એટલે ગુરુએ વળી શાંતરસાત્મક વચનથી તેમને શાંત પાડ્યા. પછી બીજી વખત પોતાના વ્યાખ્યાનમાં શાંતરસ [કરુણરસ ?] પ્રગટાવ્યો એટલે ઘણા સભ્યો સહિત મોખરા ગુહિલ રોઈ પડ્યો. પુનઃ હાસ્યરસનું અવતારણ કરતાં સર્વે હસી પડ્યા. આવી વ્યાખ્યાનલબ્ધિ જાણી મોખરા, ગુહિલે ગુરની વાણીને “નવરસાવતાર-તરંગિણી' એ બિરુદ આપ્યું. હમેશાં ગુરુના સિંહાસન નીચે સોનાનાં કચોલાં મંડાવી તે વ્યાખ્યાન અવસરે આવી બેસતો. આમ સરસ્વતીએ જેમને વરની કૃપા કરી છે એવા જિનચન્દ્રસૂરિ ત્યાં લાંબો કાળ રહ્યા. એકદા લોલિયાણકમાં આઠ પંડિતો સહિત દામોદર નામનો પંડિત અનેક યાજ્ઞિક લોકો સહિત એક લક્ષ કરતાં વધુ દ્રવ્યના વ્યયથી હોમવાળો વાજપેય નામનો યજ્ઞ કરવા ઉદ્યત થયો. ત્યાં બત્રીશ બકરીઓ હોમ માટે લાવવામાં આવી. જિનચન્દ્રસૂરિને પૂર્ણિમાપક્ષના કનકાચાર્યે સંઘ સહિત આવીને (અને) કમલશૈલ બૌદ્ધ પ્રમાણ ભાણકે વિજ્ઞપ્તિ કરી કે “આપ શાસનપ્રભાવક વાદી પૂજ્ય અહીં હો ને આ લોકો જીવતાં બકરાંનો નિર્દયપણે હોમ કરે ?' એટલે ગુરુએ સંઘ સહિત કનકાચાર્ય નામના પોતાના શિષ્યને મોકલી યજ્ઞવાડે રાજાજ્ઞા અપાવી કે અમને વાદમાં જીત્યા પછી બકરાનો હોમ કરવો. વાદ થયો. તે મોખરા ગુહિલા અને બીજા સભ્યોની સમક્ષ અઢાર દિવસ સુધી ચાલ્યો. ગુરુએ આઠ પંડિત સહિત દામોદર પંડિતને હરાવી નિરુત્તર કર્યો અને એ રીતે બત્રીશ બકરાને વધથી મુક્ત કર્યા. સંઘમાં મુખ્યમુખ્યને એકએક આપી જિવાડ્યા. તે પછી કનકાચાર્યે શ્રી ગુરુની સ્તુતિ સભા સમક્ષ કહી સંભળાવી.
સાહિત્ય સહિત પદે પરિણતાભ્યાસઃ પ્રમાયાં પટુર્નિષ્ણાતો ગણિતાગમખ્વપિ ભંશ સિદ્ધાંતશુદ્ધાંતરઃ | છંદોભેદવિશારદઃ કવિકુલાકેલીગૃહ સદ્યશાઃ શ્રીસૂરિર્જિનચન્દ્ર એષ જયતામ્ ભૂમૃત્યભાભૂષણે || ૧૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org