SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આગમિક ગચ્છ[ત્રિસ્તુતિક મત]ની પટ્ટાવલી આ જિનચન્દ્રસૂરિના અવદાત છે. [જિનચન્દ્ર પછી હેમસિંહસૂરિ અને રત્નાકરસૂરિનાં નામ મળે છે તે સાથી આચાર્યો હશે. જુઓ વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ.૨૩૫ ૮. વિનયસિંહ : તત્પદે વિનયસિંહસૂરયો વિશ્રુતા શ્રુતવિચારભૂરયઃ । વાગ્મિનો વિજયનોથ તત્પદે ભેજિરે ચાભયસિંહસૂરયઃ ||૧|| - શ્રી જિનચન્દ્રસૂરિપદ્યે શ્રી વિનયસિંહસૂરિ સિદ્ધાંતમાં કુશલ થયા. [વિનયસિંહની સાથે પણ ગુણસમુદ્રસૂરિનું નામ મળે છે.] ૯. અભયસિંહ ઃ તેમના [વિનયસિંહના] પટ્ટે અતિ વાગ્મી નૃપસભારંજક વિજયી એવા શ્રી અભયસિંહસૂરિ વિરાજતા હતા. ૧૦. અમરસિંહ : શ્રીમદાગમિકમુખ્યવંશજાઃ સૂરયઃ સમભવન્નિમે સને સંતિ તત્પદક્પોપજીવિનઃ શ્રીયુતા અમરસિંહસૂરયઃ ।।૧૨।। શ્રીઅભયદેવસૂરે શ્રીસૂરેર્વજ્રસેનનામ્નોપિ । કલિવિલસિતેન સંપ્રતિ જાતે શાખે અસત્યાયે ।।૧૩।। ૧૮૯ એટલેકે શ્રી અભયદેવસૂરિ તેમજ શ્રી વજ્રસેનસૂરિની શાખા કલિપ્રભાવે હાલ પ્રાયઃ અવિદ્યમાન થઈ. (આ રીતે ગુર્વાવલી સમાપ્ત થાય છે. પ્રતિમાલેખો પરથી અને ગ્રંથની પુષ્પિકા પરથી અમરસિંહસૂરિ અને ત્યાર પછી થયેલા સૂરિઓ સંબંધી જે પ્રાપ્ત થાય છે તે અત્રે નોંધવામાં આવે છે) : અમરસિંહસૂરિના પ્રતિમાલેખો સં.૧૪૫૧ ને સં.૧૪૭૮, વિ., સં.૧૪૬૫, નં. ૪૨૨ ને સં.૧૪૭૦ નં.૮૨૬ બુ.૧; સં.૧૪૬૨ અને સં.૧૪૭૫, બુ.૨. ૧૧. હેમરત્ન ઃ તેમના પ્રતિમાલેખો બુ.૧માં સં.૧૪૮૪ નં.૯૦૦ ને ૧૨૩૧, સં.૧૪૮૫ નં.૪૨૩, સં.૧૪૮૭ નં.૧૨૨૬, સં.૧૪૮૯ નં.૪૪૦ ને ૧૩૪૬, સં.૧૪૯૧ નં.૧૨૬૯, સં.૧૫૦૩ પૃ.૧૩૨, સં.૧૫૦૪ નં.૧૩૧૨, સં.૧૫૧૨ નં.૯૪, ૯૫, ૯૫૯ ને ૧૩૨૧, સં.૧૫૧૫ નં.૧૧૬૩ ને ૧૨૧૨ ને સં.૧૫૨૧ નં.૮૪૭ છે; બુ.૨માં સં.૧૫૦૩, સં.૧૫૦૭, સં.૧૫૧૨, સં.૧૫૧૫, સં.૧૫૧૬ ને સં.૧૫૧૯ના છે; વિ.માં સં.૧૪૮૫, સં.૧૫૦૫, સં.૧૫૦૭ ને સં.૧૫૧૯ના છે. ના.માં સં.૧૫૦૬, સં.૧૫૧૨, સં.૧૫૧૭, સં.૧૫૧૯ના છે. સં.૧૫૦૦નો આત્માનંદ પ્રકાશ, ૮, પૃ.૧૮૫માં પ્રકટ શ્રી સાંડેસરાના લેખમાં છે. સં.૧૫૦૯નો જૈનયુગ, ૫, પૃ.૧૧૦માં છે. આ રીતે સં.૧૪૮૫થી ૧૫૨૧ તે વિદ્યમાન હતા એમ જણાય છે. તેમના શિષ્ય સાધુમેરુએ સં.૧૫૦૧માં ‘પુણ્યસાર રાસ' રચ્યો. તે જ સાધુમેરુ માટે સં.૧૫૦૫માં ‘નૈષધકાવ્ય’ની પ્રત લખાઈ. (જૈ.એ.ઇ. નં.૧૨૦૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy