SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આગમિક ગચ્છ[ત્રિસ્તુતિક મત]ની પટ્ટાવલ ત્યાર પછી શ્રુતરૂપી સાગરને ઉછાળનાર ચન્દ્ર, ગો એટલે વાણીથી, તમાંસિ એટલે પાપ નિતમ અતિશય તોડી નાખનાર, રાગાદિ દોષો જેણે ટાળ્યા છે એવા અને પુણ્યની પુષ્ટિ જેમણે કરી છે એવા શ્રી ધર્મઘોષસૂરિએ સ્વગચ્છને પોષ્યો. કેવી રીતે ? તેઓ આંતરઉલી ગામમાં રાત્રિએ સંસ્તારકે સૂતા હતા ત્યાં કાળા સાપે દંશ માર્યો એટલે તેમણે સૂરિમંત્રના સ્મરણથી દુઃસહ વિષનો આવેગ નિવાર્યો. સવારે વારાહિકથી આવેલ લોકો દેવીના મઠમાં વિષાપહાર માટે ગયા ને તેના અધિપતિ પાસે ગુરુને નિર્વિષ કરવા આવવા કહ્યું પણ તેણે કહ્યું વિષ ઉતારવું હોય તો ગુરુ અહીં આવે તો જ થાય. આ વખતે દેવભદ્રસૂરિ આવી પહોંચ્યા. તેમણે સહસા ગરુડ પક્ષિરાજાના આગમનથી થાય તેવી રીતે ધર્મઘોષસૂરિનું વિષ દૂર કર્યું. આથી જિનશાસનની મોટી ધર્મપ્રભાવના થઈ. ૫. યશોભદ્ર : તસ્માદશોરાશિવિભાસિતાશઃ શ્રીમાન્ યશોભદ્રમુનીન્દ્ર આસીત્ । રત્નત્રયીમૂર્તિમતીવ સમ્યક્ સૂરિત્રયી યસ્ય બભૂવ પટ્ટે ।।૫।। ૧૮૦ – તે શ્રી ધર્મઘોષસૂરિથી જેમણે આશા એટલે દિશાઓ યશોરાશિથી ઉદ્યોતિત કરી છે એવા યશોભદ્રસૂરિ થયા કે જે સૂરિએ સ્થલવર્તી મંડલના ભૂષણરૂપ કોડંબિક નામના મહાનગરમાં શ્રી ભીમદેવ રાજાએ જેમને ‘રાણકપદ આપ્યું છે એવા રાણક શ્રી રામદેવ શાખાના સલખણ જસા ગેલા પ્રમુખ દંડનાયકને પોતાના ઉપદેશથી પ્રતિબોધી આગમિક પક્ષના મુખ્ય શ્રાવક કર્યાં. તેઓએ મહાવીરપ્રાસાદ સ્થાપ્યો ને તેમાં શ્રી મહાવીર મૂલનાયક વગેરે ચોવીસ બિંબો સ્થાપ્યાં અને શ્રી યશોભદ્રસૂરિએ શ્રી સર્વાનંદસૂરિ, શ્રી અભયદેવસૂરિ, શ્રી વયરસેનસૂરિને આચાર્યપદે સ્થાપ્યા. તે ત્રણ સૂરિઓ જાણે સાક્ષાત્ રત્નત્રયી (જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી ત્રણ રત્ન) હોય નહીં એવા, યશોભદ્રસૂરિની પાટે થયા. ૬. સર્વાનંદ, અભયદેવ, વજ્રસેન ઃ આ પૈકી અભયદેવસૂરિ વિહાર કરતાં આરાસણ નગર આવ્યા. તેમણે તે ક્ષેત્રની અધિષ્ઠાત્રી શ્રી અંબાવી દેવીને પ્રતિબોધી જીવહિંસા ત્યજાવી. તેનાથી તુષ્ટ થઈને એ દેવીએ ગુરુને સુવર્ણ રૂપું વગેરેની ખાણો બતાવી ને વિજ્ઞપ્તિ કરી કે પ્રભુ ! સ્વીકારો સુવર્ણરૂપાની ખાણોને. ગુરુએ કહ્યું, અમે નિર્પ્રન્થ છીએ તેથી અમારે તેનું કામ છે નહીં. તું સમ્યગ્દષ્ટિ અહિંસક થા એટલે તેનાથી અમે સંતુષ્ટ રહીશું. ત્યારથી તે દેવી જૈનભક્તા થઈ. સર્વાનંદ અને વજ્રસેન માટે નીચેના શ્લોક છે : આદ્યસ્તત્ર પ્રોચ્યદાનંદકંદઃ શ્રીમાન્ સર્વાનંદસૂરિવિંરેજે । યઃ સાર્વીયં વાક્યસર્વસ્વમુįમાશારૂપે સર્વદા વિક્ષુકારું ।।૬।। તદનુ મનુદેવૈવંઘપાદારવિંદે વિદલિતકુમતૌઘશ્વારુચારિત્રપાત્ર । સુગુરુરભયદેવો ગૌતમાકારધારી ગુણગણમણિખાનિઃ સત્તપાબ્રહ્મચારી ।।૭।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy