SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ અક્ષરનો પરમેષ્ટિ મંત્ર, ‘જીવભયાણં’ સુધી શક્રસ્તવ, ત્રણ સ્તુતિ વડે દેવવંદના, પાક્ષિક ચાતુર્માસિક પર્યુષણા આગમોક્ત પ્રમાણે, શ્રાવક સામાયિક ઇપિથિકા પ્રથમ ઇત્યાદિ શ્રેણિ પ્રતર વર્ગ ઘનભદ્ર મહાભદ્ર સર્વતોભદ્રાદિ આગમોક્ત જે વિધાન વગેરે છે તે આગમોક્તાનુષ્ઠાન કરતો-કરાવતો સંવિગ્નવિહાર વડે પૃથિવીમાં વિચર્યો. ભવ્યોને વિધિમાર્ગમાં પ્રવર્તાવતો સર્વત્ર પ્રખ્યાતિ પામ્યો. ૧૮૬ તેવામાં લાટ દેશમાં ધાહિટ્ટ ગામમાં ખડ્ગહસ્ત નામના વિપુલ વંશના ઉત્તમ શ્રાવક વીરદેવ શ્રેષ્ઠીને તેની મિણી નામની સ્ત્રીથી ક્રમે ચાર પુત્ર થયા : ૧. મુનિચન્દ્ર, ૨. પ્રદ્યુમ્ન, ૩. નેમિ, ૪. યશોદેવ. અહીંતહીં વિહાર કરતાં પૂર્ણિમાપક્ષના દેવપ્રભસૂરિ [દેવભદ્રસૂરિ ?] આવતાં તેમની દેશના સાંભળી યશોદેવ પ્રતિબોધ પામ્યો. તેણે માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા સં.૧૧૯૬ વર્ષે લીધી. ક્રમે શાસ્ત્રાભ્યાસથી સકલ આગમ પારંગત થયો. તેણે પણ કુમારણિ પેઠે ગુરુ પાસે આગમ વિપરીત સર્વત્ર અનુષ્ઠાન થતાં જોઈ પ્રશ્ન કર્યો. ગુરુનો એ જ ઉત્તર મળ્યો કે આચરણાશ્રિત બાહુલ્યથી એ પ્રકારે થાય છે, આગમોક્ત પ્રકારે શક્ય નથી. ત્યારે યશઃકીર્તિ (? યશોદેવ) મુનિએ ગુરુની આજ્ઞાથી આગમોક્ત અનુષ્ઠાનથી આરાધકપણું છે એવો નિશ્ચય કરી સં.૧૨૧૨ વર્ષે ગુરુ પાસેથી આચાર્યપદ લઈ સર્વ શાસ્ત્રો ગીતાર્થ પાસેથી સારી રીતે જાણી સં.૧૨૧૪ વર્ષે આગમપક્ષ પ્રકટ કર્યો. પછી કુમારગણિ સાથે એકસંમતિ કરી કુમારણને આચાર્યપદે સ્થાપી પર્યાયે જ્યેષ્ઠ હોઈ તેને શીલગણસૂરિ એ નામે પ્રતિષ્ઠિત કરી તે સૂરિ સાથે અનેક ભવ્યોને આગમવિધિમાં સ્થાપી ગચ્છ-સંઘસ્થાપના કરી. [પૂર્ણિમાગચ્છની પટ્ટાવલીમાં શીલગુણસૂરિ ગચ્છપ્રવર્તક ચન્દ્રપ્રભના શિષ્ય બતાવાયા છે.] ૩. દેવભદ્ર : એકદા શ્રી દેવભદ્રસૂરિ અણહિલપત્તન પુરે દેવ વાંદવા શ્રી અરિષ્ઠનેમિ પ્રાસાદે ગયા. ત્યારે ત્યાં શ્રી હેમસૂરિ સાથે શ્રી કુમારપાલ ભૂપાલ પણ આવ્યા હતા. તે રાજાએ દેવભદ્રસૂરિને ત્રણ સ્તુતિથી દેવવંદના કરતા જોયા એટલે હેમસૂરિને તેમણે પૂછ્યું કે ‘પ્રભો ! આ કઈ જાતની દેવવંદના ? તે વિધિપૂર્વક જણાય છે ?' ત્યારે શ્રી હેમસૂરિએ જણાવ્યું ‘રાજન્ ! આ વિધિ આગમિક છે,' તેથી દેવભદ્રસૂરિની ખ્યાતિ આગમિક તરીકે થઈ. આમ તેમનો વૃત્તાંત કહેવાય છે કે કુમા૨પાલ ભૂપાલ સમક્ષ હેમસૂરિથી આગમિક એ નામથી શ્રી દેવભદ્રસૂરિ પ્રતિષ્ઠિત થયા. શ્રીઆગમોક્તવિધિવત્મનિ દુર્ગમેડત્ર, યÅકૈકસ્ય ચલતોઽનિ યઃ સહાયી સારાગમાર્થવિધિવત્-ઘટનાપટીયાન્, શ્રીદેવભદ્રગુરુરભ્યુદયાય તસ્માત્ ।।૩|| [પૂર્ણિમાગચ્છના દેવભદ્રથી આમને જુદા માનવા જોઈએ.] ૪. ધર્મઘોષ : તતઃ શ્રુતાંભોનિધિશીતભાનુર્ગોભિર્વિભિદન્ નતમાં તમાંસિ । નિરસ્તદોષઃ કૃતપુણ્યપોષઃ શ્રીધર્મઘોષઃ સ્વગણું પુપોષ ।૪।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy