________________
આગમિક ગચ્છત્રિસ્તુતિક મત]ની પટ્ટાવલી
(સંસ્કૃત ભાષામાં સટીક શ્લોકમાં આ ગુર્નાવલી પ્ર. કાન્તિવિજયજીના ભંડારની પત્ર ત્રણની શ્રી જિનવિજયજી પાસેથી પ્રાપ્ત થઈ તે માટે તેમનો ઉપકાર છે.)
શ્રીમદ્ વીરજિનેંદ્રપટ્ટકમલાલંકારહારઃ હુરનું સૂત્રોભૂતગુણાવલીપરિગતઃ સ્વામી સુધર્માનિ | તવંશે શતસંખ્યસૂરિમુકુટäદ્રો મુનીંદ્રોડભવનું
યસ્માર્દુ ભૂરિગુણા મુનીશ્વરગુણાકર્ણ જયંતિ ક્ષિતી ૧ વીર પ્રભુના ગણધર સુધર્માસ્વામીની પરંપરામાં વજૂસેન મુનિના શિષ્ય ચન્દ્ર મુનિ થયા કે જેનાથી ચન્દ્રકુલ નીકળ્યું. તેમાંથી અનેક સૂરિઓથી અનેક ગણો નીકળ્યા ને હાલ વર્તે છે. હમણાં આગમિક, આંચલિક, ખરતર, તપાપક્ષ પ્રકૃતિ અન્ય ચતુર્દશી પૂર્ણિમા પક્ષો પ્રાયઃ ચન્દ્રકુલથી ઉત્પન્ન થયેલ છે એમ શ્રુતિ છે. ૧. યશ-કીર્તિ (? યશોદેવ), ૨. શીલગણ: .
ચાજે કુલે સુવિમલે મહિમાનિધાનઃ સૂરિર્બભૂવ ભુવિ શીલગણાભિધાનઃ
યો દુષમા વિષમપકનિમગ્નમુશ્ચર્જનાગમોક્તવિધિરત્નમિહોદ્ધાર Tીરા - તે સુવિમલ ચાન્દ્રકુલમાં મહિમાના નિધાન એવા શ્રી શીલગણ નામના સૂરિ થયા. કે જે પૂર્વે કન્જ દેશના અધિપ શ્રી ભટાનીક રાજાનો કુમાર નામનો પુત્ર હતો. તે કુમાર લક્ષણ સાહિત્ય છંદ અલંકારાદિ અનેક શાસ્ત્રનો જ્ઞાતા થઈ પુનઃ એકદા. વિધિવશ થઈ અનેક આખેટિક (શિકારી) સહિત મૃગયા રમવા ગયો. ત્યાં અતિ તીક્ષ્ણ બાણપ્રહાર સગર્ભા હરિણી પર કર્યો કે જેથી તે હરિણી પોતાનાં બચ્ચાં-બાલકોને ટલવલમાં મૂકી મરણ પામી. આ જોઈને રાજકુમાર દુઃખિત થઈ પોતે મહા પાપ કર્યું એમ લાગવાથી તીર્થયાત્રાએ જવાની આજ્ઞા લેવા પિતા પાસે ગયો આ વાત જાણતાં પિતાએ સોનાની સબાલા હરિણી પ્રાયશ્ચિત્ત માટે બનાવરાવી ને તેના કકડા કરી બ્રાહ્મણોમાં વહેંચી આપ્યા. આ પ્રાયશ્ચિત્તથી કુમારને સંતોષ ન થયો, એટલે ગૃહને છોડી એકલો ચાલી નીકળ્યો. લવર્તી દેશમાં કોઠંબૂટક નામના નગરે આવ્યો ત્યાં શ્રી વીરભવનમાં દેવને વાંદતા એક શ્રાવકને સ્તુતિ કરતો જોઈ તેના અર્થ સમજાવવાનું કહેતાં તે શ્રાવક ગુરુ સિદ્ધસિંહસૂરિ પાસે લઈ ગયો. સૂરિ પાસે અર્થ જાણી કુમાર પ્રતિબોધિત થયો ને તેમની પાસે દીક્ષા લીધી. આગમાદિ ગ્રંથ જાણી આગમરહસ્ય સમજી ગીતાર્થ થયો. પરમ આગમમાં કહેલ અનુષ્ઠાન થતાં ન જોઈને ગુરુને તેનું કારણ પૂછ્યું. ગુરુએ કહ્યું – સાંપ્રતમાં જેમ ચાલ્યું આવે છે તેમ ક્રિયા થાય છે, આગમોક્ત પ્રમાણે થતી નથી. ત્યારે શિષ્ય પૂછ્યું કે તેમ નથી થતું તો આજે ક્રિયા કરનાર છે તે આરાધક કે વિરાધક ? ગુરુએ કહ્યું, આગમોક્ત ક્રિયા કરનાર તે આરાધક અને તેમ ન કરનાર તે વિરાધક. એટલે શિષ્ય ગુરુના આદેશથી આગમની આજ્ઞા પ્રમાણે ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org