________________
પૌર્ણમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી
૧૭૯
ઉદયભાણ-ઉદયભાનુએ સં.૧૫૬૫માં “વિક્રમસેન રાસ' રચ્યો (જે.ગુ.ક, ૧, ૨૩૫); રાજતિલકસૂરિ પટ્ટે ગુણતિલક સં.૧૫૦૬-૭–૧૮-૨૦-૨૩-૨૪-૪૮-પ૭, બુ. ૨, સં.૧૫ર૪ વિ. તથા બુ.૧ નં.૭૬ તથા ૧૫૧૦; સં.૧૫૩૨, ના.૨; વીરપ્રભસૂરિ પટ્ટ કમલપ્રભ સં.૧૫૧૦, ના.૨; સં.૧૫૧૩–૧૫-૨૫, વિ.; સં.૧૫૩૦, બુ.૨; જયચન્દ્ર સં. ૧૫૧૧-૧૫, ના. ૧; મુનિસુંદર સં.૧૫૧૩, બુ.૧; જયશેખર સં.૧પ૧૫, બુ. ૨; મુનિસિંહ સં. ૧૫૧૫, ના.૩; સં.૧પ૩૧, જૈનયુગ, ૫, પૃ.૩૭૫; સં. ૧૫૫૯, ના. ૨; મહિતિલક સં. ૧૫૧૫, ના.૧; ગુણસમુદ્રસૂરિ પટ્ટે ગુણધીર સં.૧૫૧૬–૧૮-૩૨, ના.૩; સં.૧૫૧૬-૧૮-૧૯-૩૮, બુ.૧ નં.૧૦૯ ને ૯૬૦, ૧૬૬, ૧૯ ને ૧૦૨૨, ૧૬૬, ૩૪૬; સં.૧પ૩૧, બુ.૨ તથા જૈન સત્યપ્રકાશ, ૫, પૃ.૧૬૪ (જ.ગૂ.ક, ૧, ૨૦૪-૦૬)
- સાગરતિલક સં.૧૫૧૮, ના.૧; જિનભદ્રસૂરિ પટ્ટે ધર્મશખર સં.૧૫૨૦, બુ.૧ નં.૧૧૧૨; વિજયચન્દ્ર સં. ૧૫૨૨-૨૬, ના.૧; જયશેખરસૂરિ પટ્ટ વિશાલરાજ સં.૧પ૨૫, વિ.; દેવેન્દ્ર સં.૧૫૩૦-૭૩, બુ.૨; વિદ્યાસુંદર સં.૧૫૩૨, વિ.; સાવચન્દ્ર સં.૧૫૩૩, બુ.૧ નં.૬૬૫; સિદ્ધ સં.૧૫૩૪, બુ.૧ નં.૧૯૫; લક્ષ્મીપ્રભ સં.૧૫૪૩, બુ.૨; સોમચન્દ્ર સં.૧૫૩૫, જે.સ.મ., , પૃ.૧૬૩, સં.૧૫૮૪, બુ.૧ નં.૮૮૬; ગુણરત્ન સં. ૧૫૪૭, વિ.; સં.૧૫૪૯, બુ. ૨; જયચન્દ્રસૂરિ પટ્ટે જયરત્ન સં.૧૫૪૭, ના.૨; સૌભાગ્યરત્ન (ગુણધીરસૂરિના પટ્ટધર) સં.૧૫૪૮, ના.૨ (તેમના શિષ્ય ધર્મદેવની ગુજરાતી કૃતિઓ સં.૧૫૫૪થી ૧૫૬૩ની માટે જુઓ જે.ગુ.ક.૧,૨૦૪); પુણ્યરત્નસૂરિ પટ્ટે મુનિરત્ન સં.૧૫૮૦, બુ.૧ નં.૯૫૪; સં.૧૬૦૦, ના.૧; સૌભાગ્યરત્નસૂરિ પટ્ટે ગુણમેરુ સં. ૧૫૮૮, બુ.૧ નં. ૧૦૭૦; સં.૧૫૯૧ બુ.૨ (જુઓ જે.ગૂ.ક, ૨, ૧૩૯-૩૪); ગુણમેરુસૂરિના શિષ્ય રત્નસુંદરસૂરિની ગુજરાતી કૃતિઓ સં.૧૬૨૪-૧૬૪૧ (જે.ગૂ.ક., ૨, ૧૨૦).
પૂર્ણિમાગચ્છ પટ્ટાવલી (પ્રધાન શાખા/ઢંઢેરિયા શાખા) (૨)
(છાણીમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના ભંડારમાં દાબડો ૨૧ નં.૨૬૫ની પ્રતમાંથી ઉતારેલ પટ્ટધર સૂરિઓની નોંધ અત્ર મૂકું છું અને તેમાં પ્રતિમાલેખોનો ઉલ્લેખ ઉમેર્યો છે.)
[પ્રથમવૃત્તિમાં ક્રમાંક ૩૯થી શરૂ થતો હતો, આ આવૃત્તિમાં એને ક્રમાંક ૪૦ આપેલ છે, તેથી એક અંકનો ફરક બધે થયો છે.]
૪૦. ચન્દ્રપ્રભ વિ.સં.૧૧૧૪ જન્મ, સં.૧૧૨૪ દીક્ષા, સં.૧૧૩૫ પદસ્થાપના. કોઈક દિવસે ચન્દ્રપ્રભના ગુરુભાઈ મુનિપ્રભાચાર્યે મિનિચન્દ્ર?] ચઉદશિયાને ચૈત્યે..... પૂનિમિયા એમ છઠું નામ પાડ્યું. યતઃ
जयंति चन्द्रप्रभसूरयस्ते दूरीकृतांहःप्रसरा नराणां ।
ये पूर्णिमासी कलिपंकमग्नां समुद्धरंति स्म चिरेण गोवत् ।।१।। સં.૧૧૫૯ (?૧૧૪૯) પૂનમ ઉદ્ધરી તે પંચશાખામાં વડી ઢંઢેરિયા પૂનિમિયાની શાખા, યતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org