________________
૧૮૦
જૈન ગૂર્જર કવિઓ : ૯
चिरं स जीयादिह कल्पवृक्षः श्रीपूर्णिमापक्षं इति प्रसिद्धः ।।
शाखाष्वशेषाष्वपि यस्य शाखा सा पंचमी नंदतु सातिरेका ।।१।। વડક્રિયા પૂનિમ શાખા સર્વાયુ પર વર્ષ, સં.૧૧૬૬માં સ્વર્ગસ્થ. જુઓ જૈસા.ઈ. ફકરો ૨૯૯ વિશેષ માટે જુઓ આ પૂર્વેની પટ્ટાવલી પહેલી.] ૪૧. ધર્મઘોષ : ૫૦ વર્ષ સુધી આંબિલ તપ કીધું. જુિઓ આ પૂર્વની પટ્ટાવલી પહેલી.]
૪૨. સમુદ્રઘોષ : થિરાપઢીય દેશમાં કોઈ ગ્રામ ચૈત્યમાં જિનબિંબ-પ્રતિષ્ઠા માંડી, ત્યાં દિનદિન પ્રતિ અમારિ-ઢંઢેરો ફેરવાવ્યો, તદા લોકે તે કુટુંબનું નામ ઢંઢેર એહવું પાડ્યું. તે ઢંઢેર કુટુંબના ખોના, ઝાંઝણ પ્રમુખે અણહિલપુર પાટણમાં વાસ પૂર્યો - પાટક વસાવ્યું, ને તે ઢંઢેરવાડક કહેવરાવ્યો. મહાવીરપ્રાસાદ નવો કરાવી થાપ્યો. આગળ પૌષધશાળા કરાવી. ગુરુ ચોમાસું રહ્યા. ઢંઢેરિયા પુનિમિયા લોકે કહ્યા.
જુઓ જૈ. સા.ઈ. ફકરો ૩ર૯ ને તેમના શિષ્ય મુનિરત્નસૂરિ માટે જુઓ તેનો ફકરો ૪૦૪.
૪૩. સુરપ્રભ. ૪૪. જિનેશ્વર : “બહુચરિત્રપ્રકરણના કર્તા. ૪૫. ભદ્રપ્રભ ? તેમણે કુટિલ જટાધારી જીત્યો. ૪૬. મુનિચન્દ્રઃ બહુપ્રકરણવૃત્તિના કર્તા. ૪૭. પુરુષોત્તમ : જિનબિંબ ભરાવ્યાં. ૪૮. દેવતિલક : ચક્રેશ્વરી આરાધી શત્રુંજયે છઠ-આઠમ તપવાળી ૯૯ યાત્રા
૪૯. રત્નપ્રભ ? છ વિગ ત્યાગી. ૫૦. તિલકપ્રભ ? અનેક સમેતશિખરાદિ તીર્થયાત્રા કરનાર. ૫૧. લલિતપ્રભ. પર. હરિપ્રભ ? “પાર્શ્વનાથાદિ જિનચરિત્રના કર્તા. પ૩. જયસિંહ. ૫૪. જયપ્રભ :
લેખ સં. ૧૫૧૨ ને સં.૧૫૧૯ નં.૯૬૩ ને ૭૪૩ બુ. ૨, સં.૧૫૧૭ ને સં. ૧૫૧૯ વિ.નં.૩૧૪ ને ૩૨૯, સં. ૧૫૨૫, નં. ૧૪૯૨ બુ. ૧; સં. ૧૫ર૮, નં. ૨૩૪૬ ના.; સં.૧૫૪૭, નં.૪૯૪ વિ.
૫૫. ભુવનપ્રભ : લેખ સં. ૧૫૫૧, નં ૨૨૦૦ ના. ૫૬. કમલપ્રભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org