________________
પૌમિક/પૂર્ણિમાગચ્છની પટ્ટાવલી
(૧) (જેનયુગ પુ.૫ પૃ.૧૬૭ પર આપેલ પટ્ટાવલી) (પ્રથમાવૃત્તિમાં ક્રમાંક અપાયેલા નહોતા. આ બીજી આવૃત્તિમાં ઉમેર્યા છે. એનો તથા કરવામાં આવેલી પૂર્તિનો આધાર “જૈન પરંપરાનો ઇતિહાસ' છે.'
૪૦. ચન્દ્રપ્રભ ? સ્થાપક. મૂલ ચંદ્રગચ્છ. વિધિપક્ષનું ખંડન કર્યું. ઉન્માર્ગને દૂર કર્યો. પૂર્ણિમાની પાખી કરવાની પ્રરૂપણા કરી તે શ્રાવકોમાં પ્રતિષ્ઠા પામી. ચૌદશિયા એટલે ચૌદશને દિને પાખી કરવાની માન્યતાવાળા પાંચ સૂરિને પોતાના મતમાં દીક્ષિત કર્યા. છત્રીસ સૂરિના સિદ્ધાંતનો સાર કાઢ્યો. અણહિલપુર પાટણમાં ૮૪ વાદી આચાર્યોને જીત્યા.
તિપાગચ્છની મુખ્ય પટ્ટાવલીમાં ૩૮મા સર્વદેવસૂરિની પાટે આઠ આચાર્યો થયેલા તેમાંના સૌથી મોટા જયસિંહસૂરિની પાટે ચન્દ્રપ્રભસૂરિ થયા. પટ્ટાવલીના ૪૦મા મુનિચન્દ્રસૂરિના એ વડા ગુરુભ્રાતા. સં.૧૧૪૯ના વર્ષમાં એક શ્રાવકે પ્રતિષ્ઠાવિધિ માટે મુનિચન્દ્રસૂરિને મોકલવા વિનંતી કરી તેથી ઈષ્યવશ થઈ પ્રતિષ્ઠા એ સાવદ્ય ક્રિયા છે, શ્રાવકોની ક્રિયા છે, સાધુથી એમાં અવાય નહીં એવી નવી પ્રરૂપણા કરી તેઓ ગચ્છથી જુદા પડ્યા. સં.૧૧૫૯માં પૂનમની પાખીની પ્રરૂપણા કરી પૂનમિયા ગચ્છ ચલાવ્યો. આ માટે જુઓ તપાગચ્છ પટ્ટાવલીમાં ૪૦મા મુનિચન્દ્રસૂરિના પેટામાં.
ચન્દ્રપ્રભે ‘દર્શનશુદ્ધિ, પ્રમેયરત્નકોશ' તથા સ્તોત્રો વગેરે કૃતિઓની રચના કરી
ચન્દ્રપ્રભે જે પાંચ ચૈત્યવાસીઓને પોતાના પક્ષમાં મેળવ્યા હતા તેનાં નામ આ હોવા સંભવ છે : (૧) ધર્મઘોષસૂરિ. (૨) ભદ્રેશ્વરસૂરિ એમની પરંપરામાં અનુક્રમે મુનીશ્વર, રત્નપ્રભ, મહેન્દ્ર અને રત્નાકર (સં.૧૫૧૨) થયા, એમના બીજા પટ્ટધર શ્રીપ્રભથી કછૂલીગચ્છ નીકળ્યો. (૩) વિજયસિંહસૂરિ. (૪) શીલગુણસૂરિ ઃ તેમનાથી તેમજ તેમના પટ્ટધર દેવભદ્રથી ત્રિસ્તુતિકમત/આગમગચ્છ નીકળ્યો. (૫) વિજયચન્દ્રસૂરિ : એમણે સં.૧૧૬૯માં વિધિપક્ષ તથા સં.૧૨૧૩(૧૪)માં અંચલગચ્છ પ્રકટ કર્યો.
વિશેષ માટે જુઓ આ પછીની બીજી પટ્ટાવલી.]
૪૧. ધર્મઘોષ ઃ તેમને સિદ્ધરાજ નમતો હતો. તેમણે અન્યનાં પાંચસો મંદિરોને જિનમંદિરો કરાવ્યાં. ત્રણ લાખ કમ ખરચાવ્યા. પ૧ વર્ષ મુનિપદ પાળ્યું.
તેઓ ચૈત્યવાસી હતા. તેઓ પ00 દેરાસરની આવક, વહીવટ તથા ત્રણ લાખ દ્રમ્મની રકમ છોડી દીક્ષિત થયા. તેમણે પચાસ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા.
તેમની પાટે આ પ્રમાણે આચાર્યો થયા ઃ (૧) ચક્રેશ્વરસૂરિ : તેમણે ચન્દ્રપ્રભની દર્શનશુદ્ધિ પર ટીકા રચી, જે અધૂરી રહી. તેમની પરંપરામાં અનુક્રમે શિવપ્રભ, તિલકપ્રભ, પદ્મપ્રભ થયા. તિલકપ્રભના સં. ૧૨૬૧થી ૧૩૦૪નાં રચનાવર્ષો દર્શાવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org