SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કડૂઆ/કડવાગચ્છની પટ્ટાવલી (સંપ્રતિ કાલે ખરા સાધુઓ છે નહીં ઇત્યાદિ પ્રરૂપણા કરનાર કટુક (કડવા) નામના આગમિક મતથી વાસિત થયેલમાંથી કડૂઆમત સં.૧૫૬૨માં તપા. પ્રેમવમલસૂરિના સમયમાં પ્રવર્તો એમ તપાગચ્છ પટ્ટાવલી જણાવે છે. તે કડવાની પરંપરા અત્ર તે ગચ્છની પટ્ટાવલીમાંથી મૂકીએ છીએ.) [કડૂઆમતીંગચ્છ પટ્ટાવલી સંગ્રહ (સંપા. અંબાલાલ પ્રે. શાહ)ને આધારે કેટલીક પૂર્તિ કરી છે.] ૧. કડૂઆ/કડવા : નડૂલાઈના વીસા નાગર જ્ઞાતિના પિતા કાહનજી, માતા કનકાદે, જન્મ સં.૧૪૯૫. અમદાવાદમાં સં.૧૫૧૪માં આવ્યા. ત્યાંના રૂપપુરમાં આગમિયા પંન્યાસ હરિકીર્તિ આદિનું નિરીક્ષણ કર્યું. આગાદિ ભણી સંવરી/ ભાવસાધુપણે રહ્યા. પ્રથમ અણહિલપુર પાટણમાં જાહિરા જ્ઞાતીય, સુરત્રાણમાન્ય, અશ્વપ્રમુખ ગૃહેધારી એવા મહં. લીંબાને સં.૧૫૨૪માં પ્રતિબોધ્યો. ત્યાં ચોમાસું. બુહુરા ધનરાજ, પરી કીકાના પિતામહ આદિ પ્રતિબોધ્યા. સં.૧૫૬૩માં થરા મધ્યે પં. હરિકીર્તિના સ્વર્ગવાસ પછી સં.૧૫૬૪માં પાટણમાં સ્વર્ગવાસ. તેમણે ‘લીલાવતી રાસ’ રચ્યો. (ભા.૧, ૨૨૩-૨૪) [જન્મે વૈષ્ણવ કે મહાદેવભક્ત. લઘુ વયે હિરહરદિનાં પદ રચેલાં. કોઈ આંચલિક શ્રાવકના સંસર્ગથી જૈન ધર્મ તરફ વળ્યા. હરિકીર્તિ પાસે અભ્યાસ કરેલો અને એમના સૂચનથી જ દીક્ષા ન લેતાં સંવરીપણું સ્વીકારેલું, ૧૯ વર્ષની ઉંમરે. ૨૯ વર્ષની ઉંમરે ગાદી સ્થાપેલી. સં.૧૫૬૨માં સા. ખીમાને પોતાની ગાદીએ સ્થાપેલા. ઘણા વાદો કરેલા અને ઘણો વિહાર કરી શિષ્યો બનાવેલા. કડવાએ સ્તવન, સઝાય, બોલ આદિ કૃતિઓ પણ રચેલી છે, જે સં.૧૫૦૪ પહેલાંથી સં.૧૫૬૩ સુધીનાં રચનાવર્ષો ધરાવે છે. જુઓ કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ.] ૨. ખીમા : પાટણ રાજકાવાડે વીસા પ્રાગ્ધાટ સા કર્મચંદ પિતા, કર્માંદે માતા. સોળમા વર્ષે સા કડૂઆ પાસે સંવરી થઈ ૨૪ વર્ષ પર્યાય પાળ્યો. પછી ૭ વર્ષ પટ્ટધર ને ૪૭ વર્ષની ઉંમરે સં.૧૫૭૧માં પત્તનમાં સ્વર્ગસ્થ. તેમના સમયમાં થરાદમાં કડવાગચ્છની પોશાલ થઈ. [સંવરી થયા સં.૧૫૪૦ પાટણમાં. થરાદમાં નવી પોશાળ સં.૧૫૮૬માં થઈ અને તે સાથે સા રામાએ કડવામતની જુદી શાખા ચલાવી.] ૩. વીરા : નડુલાઈના વૃદ્ધ (વીસા) શ્રીમાલી દોશી કુંરપાલ પિતા, કોડમદે માતા, ૧૪ વર્ષ ગૃહસ્થમાં રહી કડૂઆ પાસે સંવરી, ૨૫ વર્ષ સંવરી, ૩૦ વર્ષ પટોધર ને ૬૯મે વર્ષે સં.૧૬૦૧માં નડુલાઈમાં સ્વર્ગવાસ. [સંવરી થયા અમદાવાદમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy