________________
૧૭૦
રતલામ શાખાની પટ્ટાવલી/ઉદયચંદજીની પરંપરા
ધર્મદાસજી.
જૈન ગૂર્જર કવિઓ: ૯
:
ઉદયચંદજી/ઉદોજી/ઉદેરાજજી ધર્મદાસજીશિ. હરિદાસશિ. સારાશિ. ખેમજીના શિષ્ય હોવાની માહિતી મળે છે, પરંતુ ધર્મદાસજી સમક્ષ દીક્ષિત અને એમના દેહાન્ત પછી પરિવારના એક અગ્રણી સંત હોવાની સંભાવના છે.
મયાચંદજી : ઉદયચંદજીશિ. ખુશાલજીના શિષ્ય. સં.૧૮૧૭થી સં.૧૮૪૫ સુધીની એમણે લખેલી હસ્તપ્રતો મળે છે.
અમરજી ઃ એમણે લખેલી સં.૧૮૪૫થી ૧૮૮૧ સુધીની હસ્તપ્રતો મળે છે. કેશવજી : સં.૧૮૮૦થી ૧૯૦૧ કે ૧૯૧૩ સુધી હયાત હોવાની માહિતી મળે છે. મોખમસિંહજી ઃ પ્રતાપગઢનિવાસી નેમિચન્દ્રજી પોરવાડ પિતા, વિરજાબાઈ માતા, જન્મ સં.૧૮૬૯ માહ સુદ ૧૫. દીક્ષા સં.૧૮૯૦ માગશર વદ ૯ રતલામમાં કેશવજી પાસે, સ્વ. સં.૧૯૬૩ ચૈત્ર શુદ ૯ અનશનપૂર્વક રતલામમાં.
:
નંદલાલજી : માલવાના ખાચરોઈનવાસી બૂબક્યાગોત્રી ઓસવાલ નગાજી પિતા, અમૃતાબાઈ માતા, જન્મ સં.૧૯૧૧ ચૈત્ર વદ. દીક્ષા સં.૧૯૪૦ વૈશાખ સુદ ૩ ધારમાં મોખમસિંહશિ. હિન્દુમલજીના શિષ્ય ગિરધારીલાલ પાસે, યુવાચાર્યપદ સં.૧૯૫૭, આચાર્યપદ સં.૧૯૬૩ ચૈત્ર સુદ ૧૦ રતલામમાં, સ્વ. સં.૧૯૭૯ વૈ.વ.૧૦ રતલામમાં.
માધવ મુનિ : ભરતપુર પાસેના અછનેરાના બ્રાહ્મણ બંશીધર પિતા, રાયકુંવર્ માતા, જન્મ સં.૧૯૨૮. દીક્ષા ઉજ્જૈન પરંપરાની ભરતપુરીય શાખામાં મેઘરાજજી કે ચુનીલાલજી પાસે સં.૧૯૪૦ વૈશાખ સુદ ૩ અજમેરમાં, વિદ્યાગુરુ અને પાલક ગુરુ મગનમુનિ, રતલામ સંઘમાં યુવાચાર્યપદ સં.૧૯૭૮ વૈશાખ સુદ પના રોજ નંદલાલજીએ એમને નિમંત્રણ આપી આપ્યું, સ્વ. સં.૧૯૮૧ માગશર વદ ૮. એમણે ‘મલ્લિનાથ ચરિત્ર’ અને કેટલાંક પરચુરણ પદો લખ્યાં છે.
તારાચંદજી : રતલામના દશા ઓસવાલ મુણતગોત્રી મોતીલાલજી પિતા, નાનુબાઈ માતા, જન્મ સં.૧૯૨૩ ફાગણ વદ ૫. દીક્ષા સં.૧૯૪૬ ચૈત્ર સુદ ૧૧ મોખમસિંહજી પાસે, સ્વ. સં.૨૦૦૬ ચૈત્ર સુદ ૯ રવિવાર ઇન્દોરમાં,
કિશનલાલજી : જાવરા રિયાસતના મોરિયા ગામના આદ્યગૌડ બ્રાહ્મણ કેસરીચન્દ પિતા, માતા નન્દીબાઈ, જન્મ સં.૧૯૪૪, જન્મનામ નાદરજી. દીક્ષા સં.૧૯૫૯ શ્રાવણ સુદ ૧૨ રતલામમાં નંદલાલજી પાસે, સ્વ. સં.૨૦૧૭ મહા વદ ૨ ઇન્દોરમાં વર્ધમાન શ્રમણ સંઘના મંત્રી તરીકે કામ કરેલું.
સૌભાગ્યમલજી : નીમચ પાસેના સરવાણિયા ગામના ચોથમલજી ફાંફરિયા પિતા, કેસરબાઈ (મોતીબાઈ) માતા, જન્મ સં.૧૯૫૫. દીક્ષા સં.૧૯૬૭ વૈશાખ વદ ૩ કિશનલાલજી પાસે.
એમની ‘શ્રેણિકચરિત્ર' ‘ચન્દ્રચરિત્ર’ આદિ પદ્યકૃતિઓ, ‘સૌભાગ્યસુધા' નામે વ્યાખ્યાનસંગ્રહ અને ‘આચારાંગસૂત્ર-વિવેચન’ પ્રસિદ્ધ થયેલ છે. એમની પ્રેરણાથી ઘણી સંસ્થાઓ સ્થાપિત થઈ છે.
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org