________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
એમણે ‘જૈન ધર્મકા મૌલિક ઇતિહાસ' ચાર ભાગમાં ઈ.સ.૧૯૭૦ પછી પ્રકાશિત કરેલ છે. તે ઉપરાંત પણ આગમ અને અન્ય વિષયો પરત્વે એમનું મોટું કામ છે. છોટા પૃથ્વીરાજજીની પરંપરા/એકલિંગજીદાસનો સંપ્રદાય
ધર્મદાસજીના ત્રીજા શિષ્ય છોટા પૃથ્વીરાજજીની પરંપરા પછીથી એકલિંગદાસજીના સંપ્રદાય તરીકે ઓળખાઈ. તેની પાટપરંપરા આ મુજબ છે ઃ
૧. ધર્મદાસજી. ૨. છોટા પૃથ્વીરાજજી. ૩. દુર્ગાદાસજી. ૪. હરિદાસજી (હરિરામજી). પ. ગંગારામજી (ગાંગોજી). ૬. રામચન્દ્રજી. ૭. નારણદાસજી. ૮. પુરામલજી. ૯. રોડીમલજી, ૧૦. નરસીદાસજી. ૧૧. માનમલજી, ૧૨. એકલિંગદાસજી. ૧૩. મોતીલાલજી. ૧૪. જોધરાજી
મનોરદાસજીની પરંપરા/મોતીરામજીનો સંપ્રદાય
ધર્મદાસજીના ચોથા શિષ્ય મનોરદાસજીનો પરિવાર પછીથી મોતીરામજીના સંપ્રદાય તરીકે ઓળખાયો. તેની પાટપરંપરા આ મુજબ છે ઃ
૧૬૯
૧. ધર્મદાસજી. ૨. મનોરદાસજી. ૩. ભાગચન્દ્રજી. ૪. શીલારામજી. પ. રામદયાળજી. ૬. નૂનકરણજી. ૭. રામસુખદાસજી. ૮, ખ્યાલીરામજી. ૯. મંગળસેનજી, ૧૦. મોતીરામજી. ૧૧. પૃથ્વીચન્દ્રજી. ૧૨. અમરચંદજી.
રામચન્દ્રજીની પરંપરા/ઉજ્જૈન શાખા
ધર્મદાસજીના પાંચમા શિષ્ય રામચન્દ્રજીની પરંપરા આ રીતે ચાલી છે : ધર્મદાસજી.
રામચન્દ્રજી ઃ ધારાનગરીના કોઈ ગોંસાઈના શિષ્ય. દીક્ષા સં.૧૭૫૪માં ધર્મદાસજી પાસે ૨૭ વર્ષની વયે. સં.૧૭૮૮માં ઉજ્જૈન પધારી રાણોજી સિંધિયાને પ્રભાવિત કર્યાં હતા. સ્વ. સં.૧૮૦૩ ઉજ્જૈનમાં.
માણકચંદજી : દીક્ષા સં.૧૭૧૫ શાજાપુરમાં. સ્વ. સં.૧૮૫૦ આસો વદ ૨ અનશનપૂર્વક.
દલાજી : સં.૧૮૬૯માં વિદ્યમાન.
ચમનાજી : દીક્ષા સં.૧૮૩૨ ચૈત્ર સુદ ૩ સોમવા૨ માણકચંદજી પાસે. સં.૧૮૭૨ સુધી તો અવશ્ય વિદ્યમાન.
નરોત્તમજી : દીક્ષા સં.૧૮૪૧ જેઠ વદ ૧ ગુરુવાર.
એમના એક શિષ્ય ગંગારામજીની શિષ્યપરંપરા પછીથી શાજાપુર શાખા તરીકે ઓળખાઈ છે : ગંગારામજી—જીવરાજજી—જ્ઞાનચંદજી (સં.૧૯૪૭માં વિદ્યમાન). કાશીસમજી, રામરતનજી.
ચંપાલાલજી : રામરતનજીના દેહાન્ત પછી આ કુલના પ્રમુખ રહ્યા. પછી રતલામ શાખાના આચાર્ય બન્યા. વિશેષ પરિચય માટે ત્યાં જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org