SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૧૨. કાલૂરામજી/કાલૂગણી : બિકાનેરક્ષેત્રના છાપર ગામના કોઠારી મૂલચંદજી પિતા, છોગાંજી માતા, જન્મ સં.૧૯૩૩ ફાગણ સુદ ૨. દીક્ષા સં.૧૯૪૪ આસો સુદ ૩ મઘવાગણી પાસે, આચાર્યપદ સં.૧૯૬૬ ભાદરવા સુદ ૧૫, સ્વ. સં. ૧૯૯૩ ભાદરવા સુદ ૬ ગંગાપુરમાં. 1 એમણે તેરાપંથી સાધુઓનું વિહારક્ષેત્ર વિસ્તાર્યું અને સંપ્રદાયમાં સંસ્કૃત ભાષાના અધ્યયનનો વિકાસ કર્યો ૧૩. તુલસીજીઃ રાજસ્થાનના લાડનૂના ખરેડવંશી પિતા ઝૂમરમલ, માતા વદનાં, જન્મ સં.૧૯૭૧ કારતક સુદ ૨. દીક્ષા સં.૧૯૮૨ પોષ વદ ૫ કાલૂગણી પાસે લાડનૂમાં, આચાર્યપદ સં. ૧૯૯૩ ભાદરવા સુદ ૯ ગંગાપુરમાં. અણુવ્રત-આંદોલનથી ભારતખ્યાત બનેલા આ માનવતાવાદી આચાર્યે સમગ્ર દેશમાં વિહાર કર્યો, ભૂતાન અને નેપાલ સુધી પોતાનાં સાધુ-સાધ્વીઓને મોકલ્યાં, વિવિધ વિદ્યાક્ષેત્રોમાં શિક્ષણની આધુનિક સંસ્થાઓ સ્થાપી અને સંપ્રદાયને આધુનિકતાનો મોડ આપ્યો. જ્ઞાન ઉપરાંત યોગ અને તપની સાધનાને પણ એમણે વેગ આપ્યો છે. “જેનસિદ્ધાંતદીપિકા' જેવા તત્ત્વબોધાત્મક, “કાલૂયશોવિલાસ' જેવા ચરિત્રાત્મક ગ્રંથો એમણે રચ્યા છે અને આગમાહિત્યના અનુવાદ, કોશરચના વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ એમના નિર્દેશનમાં ચાલી રહી છે. ૧૪. નથમલજી/મહાપ્રજ્ઞજી : ટમકોર(રાજસ્થાન)ના ચોરડિયા પરિવારના તોલારામજી પિતા, બાલૂજી માતા. દીક્ષા સં.૧૯૮૭ મહા સુદ ૭ સરદાર શહેરમાં કાલૂગણી પાસે, વિવિધ વિદ્યાઓમાં એમની ગતિને અનુલક્ષીને સં.૨૦૨૨માં નિકાયસચિવ તથા સં.૨૦૩પમાં મહાપ્રજ્ઞ એ ઉપાધિઓથી અલંકૃત, સં.૨૦૩પમાં યુવાચાર્યપદ, અને સં. ૨૦૪૧ (તા.૫-૨-૧૯૯૫)ના રોજ તુલસીએ પોતાના આચાર્યપદનું વિસર્જન કરી એમને આપ્યું. મહાપ્રજ્ઞજી પ્રેક્ષાધ્યાનના પ્રણેતા છે અને એમના અનેક ગ્રંથો છે. ૪. ચોથમલજીનો સંપ્રદાય ૭. ભેરુદાસજી. ૮. ચોથમલજી. ૯. સંતોકચંદજી. ૧૦. રામકીશનદાસજી. ૧૧. કેસરીમલજી. ૧૨. ઉદેચંદજી. ૧૩. શાર્દૂલસિંહજી : ૧૯૯૧માં વિદ્યમાન. ૫. રત્નચન્દ્રજીનો સંપ્રદાય ૩. ભૂધરજી. ૪. કુશલાજી. ૫. ગુમાનચંદજી. ૬. દુર્ગાદાસજી. ૭. રત્નચન્દ્રજી : એમણે “ચંદનબાલા ચોપાઈ' (સં.૧૮૫૨) અને “નિર્મોહી ઢાલ (સં.૧૮૭૪) રચેલ છે (ભા.૬, ૧૭૯). ૮. કજોડીમલજી. ૯. વિનયચન્દ્રજી. ૧૦. હસ્તીમલજી ઃ પિપાડના કેવલચન્દ્રજી પિતા, રૂપાદેવી માતા, જન્મ સં.૧૯૬૭ પોષ સુદ ૧૪. દીક્ષા શોભાચન્દ્રજી પાસે ૧૦ વર્ષની વયે, આચાર્યપદ ૨૦ વર્ષની વયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy