________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
પિતા, ધારિણી માતા, જન્મ સં.૧૮૦૩. દીક્ષા સ્થાનકવાસી સંપ્રદાયમાં, પછી ભીખણજીને સાથ આપ્યો. ભીખણજીએ એમને સં.૧૮૩૨ માગશર વદ ૭ના રોજ પોતાના ઉત્તરાધિકારી સ્થાપિત કર્યાં હતા. આચાર્યપદ સં.૧૮૬૦ ભાદરવા સુદ ૧૩. સં.૧૮૭૬માં દીપવિજય કવિરાજને તેરાપંથી ભારીમલજી તથા ખેતસી સાથે ઉદયપુરમાં તથા નાથદ્વારામાં નવ બોલની તથા અનુકંપાવિષયક ચર્ચા થઈ હતી, જેને પરિણામે એમની તેરાપંથી શ્રદ્ધા થઈ હતી (ભા.૬, ૧૯૫). ભારીમલજી સ્વ. સં.૧૮૭૮ મહા સુદ ૮.
ભારીમલજીની ‘સપ્ત વ્યસન સમુચ્ચય ચોપાઈ’ (સં.૧૮૧૪) તથા ‘શીલકથા' એ કૃતિઓ નોંધાયેલી છે (ભા.૬, ૭૬).
૧૬૭
૭. રાયચંદજી : બડી રાવલિયા(ઉદયપુર વિભાગ)ના શાહ ચતરોજી પિતા, કુશલાંજી માતા, જન્મ સં.૧૮૪૭, દીક્ષા સં.૧૮૫૭ ચૈત્ર સુદ ૧૫ માતા સાથે આચાર્ય ભિક્ષુ પાસે, યુવાચાર્યપદ સં.૧૮૭૮ વૈ. વદ ૯ કેલવામાં, આચાર્યપદ સં.૧૮૭૮ મહા વદ ૯ રાજનગરમાં. એમણે સર્વ પ્રથમ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિહાર કર્યો. સ્વ. સં.૧૯૦૮ મહા વદ ૧૪ છોટી રાવલિયામાં.
૮. જીતમલજી/જયાચાર્ય : રોયટ ગામ (મારવાડ)ના ઓસવાલવંશીય ગોલછા પરિવા૨ના આઈદાનજી પિતા, કલૂજી માતા, જન્મ સં.૧૮૬૦. દીક્ષા સં.૧૮૬૯ મહા વદ ૭ રાયચંદજી પાસે જયપુરમાં, યુવાચાર્ય સં.૧૮૯૪, આચાર્ય સં.૧૯૦૮ મહા સુદ ૧૫, સ્વ. સં.૧૮૩૮ ભાદરવા વદ ૧૨ જયપુરમાં.
એમણે આગવિજ્ઞ હેમરાજી પાસે શિક્ષણ લીધું હતું તથા ભગવતીસૂત્ર ઢાલબદ્ધ' જેવી તત્ત્વબોધાત્મક, ભિક્ષુ જસ રસાયન' જેવી ચરિત્રાત્મક અને ‘ચોવીસી’ વગેરે પ્રકારની કૃતિઓ રચી છે (ભા.૬, ૩૧૯-૨૦). ‘સંતગુણમાલા' એમણે ૧૧ વર્ષની ઉંમરે રચી હતી અને ‘પત્રવણાસૂત્ર’નો પદ્યાનુવાદ ૧૮ વર્ષની ઉંમરે કર્યો હતો.
૯. મઘરાજજી/મઘવાગણી : બિદાસરના બેગબાની પિરવારના પૂરણમલજી પિતા, બત્રાજી માતા, જન્મ સં.૧૮૬૭ ચૈત્ર સુદ ૧૧. દીક્ષા સં.૧૯૦૮ માગશર વદ ૧૨ લાડનુંમાં જીતમલજી પાસે, યુવાચાર્યપદ સં.૧૯૨૦, આચાર્યપદ સં.૧૯૩૮ જયપુરમાં, સ્વ. સં.૧૯૪૯ ચૈત્ર વદ ૯ સરદાર શહેરમાં.
૧૦. માણકલાલજી/માણકગણી : જયપુરના શ્રીમાલ જાતિના ખારડગોત્રી ઝવેરી હુકમીચન્દ્રજી પિતા, છોટાંજી માતા, જન્મ સં.૧૯૧૨ ભાદરવા વદ ૪. દીક્ષા સં.૧૯૨૮ ફાગણ સુદ ૧૧ જયાચાર્ય પાસે લાડનુંમાં, યુવાચાર્યપદ સં.૧૯૪૯ ચૈત્ર વદ ૨, આચાર્યપદ સં.૧૯૪૯ ચૈત્ર વદ ૮ સરદાર શહેરમાં, સ્વ. સં.૧૯૫૪ કારતક વદ ૩ સુજાનગઢમાં.
૧૧. ડાલચંદજી/ડાલગણી : ઉજ્જયનીના પિપાડા ગોત્રના કાનીરામજી પિતા, જડાવાંજી માતા, જન્મ સં.૧૯૦૯ આષાઢ સુદ ૪. દીક્ષા સં.૧૯૨૩ ભાદરવા વદ ૧૨ હીરાલાલજી પાસે ઇન્દોરમાં, આચાર્યપદ સં.૧૯૫૪, સ્વ. સં.૧૯૬૬ ભાદરવા સુદ ૧૨ લાડનુંમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org