________________
૧૬૬
૮. હીરાચંદજી. ૯. કસ્તૂરચંદજી.
સં.૨૦૩૧માં આ સંપ્રદાયના જીતમલજી વગેરે સાધુઓ વિચરતા હતા. ૨. રઘુનાથજીનો સંપ્રદાય
જૈન ગૂર્જર કવિઓ: ૯
૩. ભૂધરજી.
૪. રઘુનાથજી : સોજતના નથમલજી બ્લાવત પિતા, સોમદેવી માતા, જન્મ સં.૧૭૬૬ મહા સુદ ૫. દીક્ષા સં.૧૭૮૭ જેઠ વદ ૨ બુધવાર સોજતમાં ભૂધરજી પાસે, આચાર્યપદ સં.૧૮૦૮ ચૈત્ર સુદ ૫ સોજતમાં, સ્વ. સં.૧૮૪૬ મહા સુદ ૧૧ પાલીમાં.
૫. ટોડરમલજી : તેઓ નિશ્ચયનય પર વધુ ભાર મૂકતા. તેરાપંથ-સ્થાપક ભીખનજીને કદાચ એમનામાંથી પ્રેરણા મળી હોય.
૬. દીપચંદજી. ૭. ભેરુદાસજી. ૮. ખેતશી. ૯. ભીખનજી, ૧૦. ફોજમલજી. ૧૧. સંતોકચન્દ્રજી.
ઉપરનિર્દિષ્ટ ભીખનજી તે રઘુનાથશિષ્ય ને તેરાપંથના સ્થાપક ભીખનજી જ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
આ સંપ્રદાયમાં છેલ્લે “મરુધરકેસરી’ મિશ્રીમલજીની માહિતી મળે છે. શેષમલજી પિતા, કૈસરકુંવર માતા, જન્મ સં.૧૯૪૮ શ્રાવણ સુદ ૧૪ પાલીમાં. દીક્ષા સં.૧૯૭૫ બુધમલજી પાસે. સ્વ. સં.૧૯૮૪ જાન્યુ. (સં.૨૦૨૦) શ્વેતારણમાં. વિદ્યાભ્યાસી હતા. અનેક ગ્રંથો પ્રકટ થયેલ છે. ‘મરુધરકેસરી’ ઉપરાંત પ્રવર્તક-પદ અને ‘શ્રમણ-સૂર્ય’ એ ઉપાધિ મળેલ છે.
૩. તેરાપંથી સંપ્રદાય
૪. રઘુનાથજી.
૫. ભીખણજી/આચાર્ય ભિક્ષુજી ઃ જોધપુરમંડલમાં કંટાલિયા ગામના ઓસવાલવંશી સકલેચા પરિવારમાં બલ્લુજી પિતા, દીપાંબાઈ માતા, જન્મ સં.૧૭૮૩ અસાડ સુદ ૩. દીક્ષા સં.૧૮૦૮ માગશર વદ ૧૨ રઘુનાથજી પાસે, સં.૧૮૧૭ ચૈત્ર સુદ ૯ના રોજ વિચારભેદને કારણે ચાર સાથીઓને સાથે લઈ એમનાથી છૂટા થયા, સં.૧૮૧૭ અસાડ સુદ ૧૫ના રોજ ૧૨ સાથીઓ સાથે કેલવામાં નવીન દીક્ષા લીધી અને એ સંપ્રદાયને તેરાપંથ નામ મળ્યું. એમણે એક આચાર્ય, એક સમાચારી અને એક વિચારવાળું સુદૃઢ અનુશાસન ઊભું કર્યું. અહિંસા, દાન, દયા વગેરેની એમણે કરેલી નવીન વ્યાખ્યાને કારણે એમને ઘણો વિરોધ સહન કરવો પડેલો. સ્વ. સં.૧૮૬૦ ભાદરવા સુદ ૧૩ સિરિયારીમાં.
એમણે રાજસ્થાની ભાષામાં બહુધા પદ્યમય અને કેટલીક ગધમય રચનાઓ કરેલ છે. એ તત્ત્વદર્શનાત્મક, ઉપદેશાત્મક અને આખ્યાનાત્મક એમ વિવિધ પ્રકારની છે. (ભા.૬, ૧૨૧-૨૨)
૬. ભારીમલજી ઃ મુહા ગામ (મેવાડ)ના ઓસવંશી લોઢા પરિવારના કિશનોજી
Jain Education International
* For Private & Personal Use Only
www.jainelibrary.org