________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
૧૬૫
ધનાજીની પરંપરા ધર્મદાસજીના (મૂળચન્દ્રજી પછી) બીજા શિષ્ય ધનાજી હતા. એમની પરંપરામાં પાંચ સંપ્રદાયો થયા છે.
૧. જયમલજીનો સંપ્રદાય ૧. ધર્મદાસજી.
૨. ધનાજી/ધનરાજજી ઃ સાચોર (કે મારવાડા)ના પોરવાડ વણિક વાઘા શાહના પુત્ર, જન્મ સં.૧૭૮૧. સં.૧૭૧૩માં એકપાત્રીય શ્રાવક બન્યા, સં.૧૭૨૫ કે ૧૭૧૬માં ધર્મદાસજી સાથે એમના શિષ્ય તરીકે સાધુદીક્ષા લીધી. અન્ય મતે દીક્ષા સં. ૧૭૨૭. સ્વ. સં.૧૭૮૦ કે ૧૭૮૪.
૩. ભૂધરજી : નાગોરના માણકચંદ ગુણોત પિતા, રૂપાદેવી માતા, જન્મ સં.૧૭૧૨ આસો સુદ ૧૦. પહેલાં પોતિયાબંધ પરંપરામાં દીક્ષિત થયેલા, પણ પછી સં.૧૭૫૧ ફાગણ સુદ પના રોજ ધનાજી પાસે દીક્ષા લીધી. સ્વ. સં. ૧૮૦૩(૪) આસો સુદ ૧૦ મેડતામાં.
૪. જયમલજી : મેડતા પાસેના લાંબિયા ગામના સમદડિયા મહેતાગોત્રીય વીસા ઓસવાલ મોહનલાલ પિતા, મહિમાદેવી માતા, જન્મ સં.૧૭૬૫ ભાદરવા સુદ ૧૩. દીક્ષા સં.૧૭૮૭ માગશર વદ ૨ મેડતામાં ભૂધરજી પાસે, આચાર્યપદ સં.૧૮૦૫ વૈશાખ સુદ ૩ જોધપુરમાં, સ્વ. સં.૧૮૫૩ વૈશાખ સુદ ૧૪ સંથારાપૂર્વક.
એ ઉગ્ર તપસ્વી હતા અને એમણે પરદેશી રાજાનો રાસ અને અન્ય લઘુકૃતિઓ રચી છે, જે સં.૧૮૦૭થી ૧૮૨૫નાં રચના વર્ષો દર્શાવે છે. (ભા.૬, ૧૬-૧૯) એમની ૭૧ રચનાઓનો સંગ્રહ ‘જયવાણી' નામે પ્રકાશિત થયેલ છે.
૫. રાયચંદજી : જન્મ સં.૧૭૮૬ આસો સુદ ૧૧. દીક્ષા સં.૧૮૧૪ અસાડ સુદ ૧૧ જયમલજી પાસે,
એમણે રાસાત્મક અને અન્ય લઘુકૃતિઓ રચી છે, જે સં. ૧૮૨૦થી ૧૮૪૭નાં રચનાવર્ષો દર્શાવે છે (ભા.૬, ૯૧-૯૯).
એમના શિષ્ય કુશાલચંદ/ખુશાલચંદે એમના રાજ્યમાં (?) સં.૧૮૭૯માં “સમ્યકત્વકૌમુદી ચોપાઈ રચેલ છે (ભા.૬, ૩૦૪)
૬. આસકરણજી : પિતા રૂપચંદ, માતા ગીગાદેવી, જન્મ સં. ૧૮૧૨ માગશર વદ ૨ તિવરીમાં. દીક્ષા સં.૧૮૩૦ વૈશાખ વદ ૫, યુવાચાર્યપદ સં.૧૮૫૭ અસાડ વદ ૫, આચાર્યપદ સં.૧૮૬૮ મહા સુદ ૧૫, સ્વ. સં.૧૮૮૨ કારતક વદ ૫.
એમણે સં.૧૮૩૯(૪૯)માં “નેમિનાથ ઢાલ” અને “ચૂંદડી ઢાલ' રચેલ છે (ભા.૬, ૧૫૬-૫૭) તથા અન્ય ઘણી ચરિત્રાત્મક ને સઝાયાદિ પ્રકારની કૃતિઓ રચ્યાની માહિતી મળે છે (જુઓ જૈન જગતકે જ્યોતિર્ધર આચાર્ય, દેવેન્દ્ર મુનિ, પૃ.૨૦-૨૧).
૭. સબળદાસજી : સં.૧૮૯૨માં રચાયેલી ‘ત્રિલોકસુંદરી ઢાલ' મળે છે (ભા.૬, ૩૧૨) તે આ સબળદાસની રચના હોવાનું સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org