SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જૈન ગૂર્જર કવિઓ: ૯ ૪. જીવરાજ ઃ અમદાવાદના શ્રીમાલી પરી જગપાલ પિતા, શોભી માતા, જન્મ સં. ૧૫૭૮. સંવરી વીરા પાસે સં.૧પ૯૭, પટધર સં.૧૬૦૧ને સ્વ. રાજનગરમાં સં.૧૬૪૪. સિંવરી અમદાવાદમાં.]. ૫. તેજપાલ : પાટણના શ્રીમાલી દોશી રાયચંદ પિતા, કનકાઈ માતા. તેરમે વર્ષે સંવરી જીવરાજ પાસે, પછી ૨૧ વર્ષે પટધર સં. ૧૬૪૪, પછી બે વર્ષે ૩૬ વર્ષની વયે સં.૧૬૪૬માં પાટણમાં સ્વર્ગવાસ. સિં. ૧૬૨૩માં પાટણમાં. તેઓ સારા વિદ્વાન હતા અને સંસ્કૃતમાં “મહાવીર નમસ્કરણકલ્યાણકારણો ધર્મ અવચૂરિ સાથે રચેલ છે.] ૬. રત્નપાલ : ખંભાત પાસે કંસારી ગામના વીસા શ્રીમાલી દોશી વસ્તા પિતા, રીડી માતા. દશ વર્ષ ગૃહસ્થાવાસ, ૨૧ વર્ષ સંવરી-પર્યાય, ૧૫ વર્ષ પટધર, સર્વાયુ ૪૬, સં.૧૬૬૧ ખંભાતમાં સ્વર્ગવાસ. સિંવરી સં.૧૬૨૫ ખંભાતમાં જીવરાજ પાસે, પાટ પર સં.૧૬૪૬. એમણે અવંતીસુકુમાલ રાસ' (સં.૧૬૪૩) તથા સ્તુતિસ્તવનાદિ પ્રકારની કૃતિઓ રચી છે. જુઓ કÇઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ.] ૭. જિનદાસ : થરાદના શ્રીમાલી વહરા જેસંઘ પિતા, જિમણાદે માતા. ૧૭ વર્ષ ગૃહસ્થાવાસ, ૩૩ વર્ષ સંવરી-પર્યાય, ૯ વર્ષ પટધર, સર્વાયુ પ૯, સં. ૧૬૭૦માં રાજનગરમાં સ્વર્ગવાસ. [સંવરી સં. ૧૬૨૮માં નરપતિ પાસે, પટધર સં.૧૬૬૧.] ૮. તેજપાલ (૨) : ખંભાતના શ્રીમાળી સોની વસ્તુપાલ પિતા, કીકીબાઈ માતા, ૧૪ વર્ષ ગૃહસ્થાવાસ પછી સં.૧૬૫પમાં જિનદાસવચને સંવરી, ૧૫ વર્ષ સંવરી, પટધર સં. ૧૬૦૦, છેલ્લા સં.૧૬૮૪ ખંભાતમાં ચોમાસું. જુઓ લેખ સં. ૧૬૮૩ જ્યેષ્ઠ શુદિ ૩નો નં.૮૦૧, નાહર. ૧; લેખ સં. ૧૬૮૧ ને ૧૬૮૩, બુ. નં. ૫૨૬ ને ૬૮૭. સિં.૧૬૮૪માં કલ્યાણને પટધરપદે સ્થાપી સં.૧૬૮૯માં ખંભાતમાં સ્વર્ગસ્થ. તેજપાલે સંસ્કૃત તથા ગુજરાતીમાં અનેક કૃતિઓ રચી છે, જે સં.૧૬૬૬થી ૧૬૮૯નાં રચનાવર્ષો બતાવે છે. જુઓ કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, જૈન ગૂર્જર કવિઓ ભા.૩, પૃ.૩૪૧-૪૨, તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧.] - ઇતિ કફૂઆમતીના ગચ્છમાં પટ્ટાવલી અષ્ટમપદે વિરાજમાન આ. શ્રી તેજપાલ પ્રસાદાત્ કલ્યાણેન સંવત ૧૬૮૫ પોષ સુદિ ૧૫ પુષ્ય નક્ષત્રે કૃતા. (આની ૩૬ પત્રની પ્રત મારી પાસે છે.) - ૯. કલ્યાણ : ખંભાતના દોસી હરખા પિતા, સહિજલદે માતા. જન્મ સં.૧૬૫ર. સા માવજીના વચનથી સં.૧૬૬૪માં સંવરી, સં.૧૬૮૫ સુધી તેજપાલ સાથે વિચરે છે. તેમણે “ધન્યવિલાસ રાસ” સં.૧૬૮૫માં, “વાસુપૂજ્ય ફાગ' સં. ૧૬૯૬માં થરાદમાં ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy