SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જૈન ગૂર્જર કવિઓ : ૯ પુત્ર. દીક્ષા મેડતામાં અને ગચ્છનાયકપદ નાગોરમાં. ૪૪ વર્ષ ગચ્છનાયકપદે રહી ૧૮૧૬ના આસો વદ ૭ના રોજ બિકાનેરમાં સ્વર્ગગમન. ૧૩. ભોજરાજ: રહાસરના શા. જીવનરાજ બોહિત્ય અને કુશલાજીના પુત્ર. દીક્ષા હપુરમાં, ગચ્છનાયકપદ નાગોરમાં સં.૧૮૧૬ ફાગણમાં. છ વર્ષ ગચ્છનાયકપદે રહી મેડતામાં કાળ કર્યો. ૧૪. હર્ષચન્દ્રઃ કરણુ ગામના શા. ભોપતનજી નવલખા અને ભક્તાદેવીના પુત્ર. દીક્ષા સોજતમાં, ગચ્છનાયકપદ નાગોરમાં સં.૧૮૨૩ વૈશુ.૬. ૧૯ વર્ષ ગચ્છનાયકપદે રહી સવાઈ જયપુરમાં કાળ કર્યો. તેઓ મોટા પંડિત હતા. ૧૫. લક્ષ્મીચન્દ્ર ઃ નવતર ગામના શા. જીવરાજ કોઠારી અને જયવરંગદેવીના પુત્ર. નાગોરમાં સં.૧૮૪ર અસાડ વદ ૪ના રોજ દીક્ષા સ્વીકારી પોતાના હાથે જ ગચ્છનાયકપદ લીધું. તેમણે સં. ૧૮૯૦માં પતિયાલામાં ચોમાસું કર્યું. એમના રાજ્યકાળમાં ભોજરાજના શિષ્ય 8. લઘુરાજના વિદ્વાન શિષ્ય રાજસિંહના શિષ્ય રઘુનાથે નાગપુરીય લોકાગચ્છ ગદ્યપદ્ય પટ્ટાવલી બનાવી (જેને આધારે ઉપર માહિતી આપવામાં આવી છે). જીવરાજ ઋષિની પરંપરા/અમરસિંહજીની પરંપરા સં. ૧૬૬૬માં છ આત્માર્થી પરષોએ તિવર્ગમાંથી અલગ થઈ મારવાડમાં ક્રિયોદ્ધાર કર્યો તેમનાં નામ જીવરાજ, અમીપાલ, મહીપાલ, હીરો, ગિરધર અને હરજી મળે છે. જીવરાજ: એમના જીવન વિશેની બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. સુરતના વીરજી અને કેસરબહેનના એ પુત્ર હતા એમ કેટલાક વિદ્વાનો માને છે પણ એને માટે કોઈ પ્રાચીન આધાર નથી. એમણે પિપાડમાં જઈ સં. ૧૬૫૪માં યતિદીક્ષા લીધેલી પરંતુ એનાથી સંતોષ ન થતાં સં.૧૬૬૬માં ગુરુથી અલગ થઈ પાંચ સાથીઓ સાથે ક્રિયોદ્ધાર કર્યો. જીવરાજની નામછાપ ધરાવતાં ચોવીસ તીર્થંકરનાં સ્તવનો મળ્યાં છે, જે સં.૧૬૭પથી ૧૬૭૯નાં રચનાવર્ષો બતાવે છે. પોતાને એમાં એ સોમજીના શિષ્ય કહે છે. સોમજીકૃત બારમાસી પણ સાથે મળેલ છે, પણ એમનો વિશેષ પરિચય પ્રાપ્ત નથી. આ ક્રિયોદ્ધારક જીવરાજ ઋષિ હોય એમ સંભવે છે. એમના ગુરુ સોમજી તે ધર્મસિંહજી કે લવજી ઋષિના શિષ્ય સોમજી હોઈ શકે ? લાલચંદજી : સ્વ. સં.૧૭૬૨ કારતક વદ અમાસ અમરસિંહજીઃ દિલ્હીના ઓસવાલવંશી તાનેરગોત્રીય શેઠ દેવીસિંહ પિતા, કમલાદેવી માતા, જન્મ સં.૧૭૧૯ આસો સુદ ૧૪ રવિવાર. દીક્ષા સ. ૧૭૪૧ ચૈત્ર વદ ૧૦, યુવાચાર્યપદ સં. ૧૭૬૧, આચાર્યપદ સં.૧૭૬૨ ચૈત્ર સુદ ૫ દિલ્હીમાં સ્વ. સં.૧૮૧૨ આસો સુદ ૧૫, અજમેરમાં. બાદશાહ બહાદુરશાહ એમનાથી પ્રભાવિત હતા એવી કથા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy