SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી આવ્યા. દેપાગરે ૨૭ વર્ષ સુધી આંચાર્યપદે રહી મેડતામાં કાળ કર્યો. ૪. વૈરાગર : નાગોરના શા. ભલ્લરાજ શ્રીમાલી અને રત્નવતીના પુત્ર. ૧૯ વર્ષ સુધી ગચ્છનાયકપદે રહી મેડતામાં કાળ કર્યો. ૫. વસ્તુપાલ ઃ નાગોરના શા. મહારાજ કડવાણી અને હર્ષાના પુત્ર. દીક્ષા નાગોરમાં. સાત વર્ષ ગચ્છનાયકપદે રહી મેડતામાં સ્વર્ગગમન. ૬. કલ્યાણ ઃ રાજલદેસરના શા. શિવદાસ સુરાણા અને કુશલાના પુત્ર. દીક્ષા બિકાનેરમાં. આચાર્યપદ નાગોરમાં ૨૪ વર્ષ ગચ્છનાયકપદે રહી લવપુર (લાહોર)માં સ્વર્ગવાસ. ૧૬૧ ૭. ભૈરવ : નાગોરના સૂરવંશના શા. તેજશી અને લક્ષ્મીના પુત્ર. દીક્ષા અને આચાર્યપદ નાગોરમાં. ૧૨ વર્ષ ગચ્છનાયકપદે રહી સોજતમાં સ્વર્ગગમન. ૮. નેમિદાસ : બિકાનેરના સૂરવંશીય શા. રાયચંદ અને રાજનાના પુત્ર. દીક્ષા બિકાનેરમાં. આચાર્યપદ નાગોરમાં. ૧૭ વર્ષ ગચ્છનાયકપદે રહી ઉદયપુરમાં કાળ કર્યો. ૯. આસકરણ : મેડતાના સૂરવંશીય શા. લમલ અને તારાજીના પુત્ર. દીક્ષા તથા પદવી નાગોરમાં. ૧૮ વર્ષ આચાર્યપદે રહી સં.૧૭૨૪ ફાગણમાં નાગોરમાં કાળધર્મ પામ્યા. ત્રિકમ મુનિએ ‘રૂપચંદ ઋષિનો રાસ' સં.૧૬૯૯માં અને ‘વંકચૂલનો રાસ' સં.૧૭૦૬માં આસકરણના રાજ્યકાળમાં રચ્યા છે (ભા.૩, ૩૩૭–૪૧), એ જોતાં ઉ૫૨ની માહિતી શંકાસ્પદ ઠરે. ‘રૂપચંદ ઋષિનો રાસમાં આસકરણ ગચ્છનાયક નહીં, પણ પટ્ટધર આચાર્ય છે એમ માનીએ તો વિરોધ ન રહે. ૧૦. વર્ધમાન ઃ જાખાસરના શા. સુરમલ વૈદ્ય અને લાડમદેના પુત્ર. દીક્ષા નાગોરમાં. સં.૧૭૨૫ મહા સુદ પના રોજ નાગોરમાં ગચ્છનાયકપદ. એ પદે ૮ વર્ષ રહી (સં.૧૭૩૩)માં બિકાનેરમાં કાળ કર્યો. ૧૧. સદારંગ : નાગોરના સરવંશના શા. ભાગચંદ અને યશોદાના પુત્ર. ૯ વર્ષની ઉંમરે આસકરણના હાથે નાગોરમાં દીક્ષા, ૧૫ વર્ષની ઉંમરે જાવજ્જીવ છઠ્ઠના તપનું વ્રત લીધું. આસકરણની આજ્ઞાથી વર્ધમાને તેમને પોતાની પાટે સ્થાપ્યા. એમણે કેટલાક રાજવીઓને પ્રતિબોધ આપેલો. ઋષિ ઉદયસિંહની સંમતિથી એમના શિષ્ય જગજીવનને પાટ પર સ્થાપ્યા. સં.૧૭૭૨માં બિકાનેરમાં સ્વર્ગગમન. પછીથી ઉદયસિંહને પણ ગચ્છનાયક બનાવી ગચ્છભેદ ઊભો કરવામાં આવ્યો. ઉદયસિંહે સં.૧૭૬૮માં “મહાવીર ચોઢાલિયું’ (ભા.૫, ૨૬૭) ૨ચેલ છે. એમની પાટે રામસિંહ આવ્યા. રામસિંહના રાજ્યકાળમાં એમના શિષ્ય કુશલે સં.૧૭૮૬–૮૯માં રચેલી કૃતિઓ મળે છે. (ભા.૫, ૩૨૨) ઉપરાંત આ સમયે નાગોરી ગચ્છપતિ રાયસિંહ હતા ત્યારે સં.૧૭૪૫-૪૭માં એમના શિષ્ય ખેતસીના શિષ્ય ખેમે રચેલી કૃતિઓ મળે છે. (ભા.૫, ૪૫-૪૭) ૧૨. જગજીવન : પઢિહારાના ચોરવેટિક-ગોત્રી શા. વીરપાલ અને રતનાદેવીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy