SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ પરંપરા આપવામાં આવેલી છે ને છેલ્લે ધર્મઘોષીય નાગોરીગચ્છના શિથિલાચારી શિવચન્દ્રસૂરિ(સં.૧૫૨૯)ના બે શિષ્યો દેવચન્દ્ર અને માણકચન્દ્ર સાથે આ પટ્ટાવલી જોડવામાં આવી છે. ૧૬૦ શિવચન્દ્રસૂરિની પૂર્વપરંપરા આ પછી છેલ્લી પૂર્તિમાં આપેલી રાજગચ્છ/ ધર્મઘોષગચ્છ પટ્ટાવલીથી કેટલોક ફરક બતાવે છે : ધર્મસૂરિ-રત્નસિંહસૂરિ-દેવેન્દ્રસૂરિ-રત્નપ્રભસૂરિ-અમરપ્રભસૂરિ-જ્ઞાનચન્દ્રસૂરિમુનિશેખરસૂરિ-સાગરચન્દ્ર (ત્રૈવેદ્યગોષ્ઠી'ના કર્તા અને યવનરાજની સભામાં વિજય પ્રાપ્ત કરનાર)-મલયચન્દ્રસૂરિ-વિજયચન્દ્રસૂરિ (‘ઉપસર્ગહરસ્તોત્ર’ની વ્યાખ્યા કરનાર)યશવન્તસૂરિ-કલ્યાણસૂરિ-શિવચન્દ્રસૂરિ) ૧. હીરાગર : શ્રીમાળી, નૌલાઈમાં જન્મ, પિતા માલાજી, માતા માણિક્યદેવી. નાગોરના સુરાણા ગોત્રના શાહ રયણુંએ વીકાનેરમાં વસીને ત્યાં સં.૧૫૬૨માં ચતુષ્પથ મન્દિર અન્યોની સહાયથી કરાવ્યું હતું. તેમાં પૂજા કરવા અંગે ઝઘડો થતાં તેમણે વીકાનેરના રાજા લૂણકરણ પાસેથી જમીન મેળવી સં.૧૫૭૮માં બીજું મહાવી૨સ્વામીનું મંદિર બંધાવવું શરૂ કર્યું. આ કામ ચાલતું હતું તે દરમ્યાન એનો પુત્ર રૂપચંદ સીંચોજી સાથે ધર્મગોષ્ઠી કરતો હતો. એમને સિદ્ધાન્તગ્રન્થોનો અભાવ નડતો હતો. એવામાં લંકા નામના લહિયાનો સંપર્ક થયો. જાલોરવાસી લંકાને પુસ્તકો લખવા રાખવામાં આવ્યો હતો અને પુસ્તકોમાં શુદ્ધ સાધુમાર્ગનું નિરૂપણ જોઈ એ એની બીજી નકલ કરી લેતો હતો. રૂપચન્દ્ર ક્રિયોદ્ધાર કરે એમાં પોતાનું નામ રાખે એવું વચન લઈ લંકાએ એને આગમગ્રંથો આપ્યા. આ ગ્રંથો વાંચીને રૂપચંદે દીક્ષાનો અભિલાષ કર્યો આ વાત સાંભળી હીરાગર પણ એમની સાથે દીક્ષા લેવા તૈયાર થયો. રૂપચંદે ત્યારે સ્વજનોની સંમતિ મેળવી, એનો ભાઈ પંચાયણ પણ તૈયાર થયો અને ત્રણેએ સં.૧૫૮૦ જેઠ સુદ ૧ના રોજ સ્વયં દીક્ષા લીધી. ‘નાગોરીલંકા' નામ ધરી લંકાને આપેલું વચન પાળ્યું. પંચાયણનો માલવદેશના નગરકોટમાં સ્વર્ગવાસ થયો. સં.૧૫૮૫માં ૨૫ણુંએ હીરાગર પાસે નાગોરમાં દીક્ષા લીધી. ત્યાં થોડા વખતમાં અનશનપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. સં.૧૫૮૬માં વીકાનેરમાં શ્રીચન્દ્ર નામના શ્રેષ્ઠીની કોઠીમાં ચાતુર્માસ કર્યું. તે પછી કાળક્રમે ઉજ્જયની ગયા. ત્યાં હીરાગર, ૧૯ વર્ષ આચાર્યપદે રહી સ્વર્ગવાસ પામ્યા. (સં.૧૫૯૯) ૨. રૂપચંદ : ઉપર માહિતી આવી ગઈ છે. વિશેષમાં, જન્મ નાગોર, માતા શિવાદે. સ્વર્ગવાસ ૨૧ વર્ષ આચાર્યપદે રહી, સં.૧૬૦૧. હિમપુરમાં. એમના વિશે ત્રિકમ મુનિએ સં.૧૬૯૯માં ‘રૂપચંદ ઋષિનો રાસ’ રચ્યો છે. ૩. દેપાગર ઃ કોટડાના શા. ખેતસી પરીખ અને ધનવતીના પુત્ર. દીક્ષા નાગોરમાં. તેમના ઉપદેશથી સં.૧૬૧૬માં ચિત્તોડના શા. ભારમલ કાવિડયા તેમના ગચ્છમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy