SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી પૂર્તિ [આગળ નિર્દિષ્ટ ગ્રંથોને આધારે આ પૂર્તિ કરવામાં આવી છે.] બીજામત/વિજયગચ્છની પટ્ટાવલી ૩. નુનાજી : જુઓ મુખ્ય પટ્ટાવલી ૬.૩. ૪. વિજયરાજ/વીજાઃ એ નુનાજીના શિષ્ય હતા અને ૬.૬ સ૨વાજીના સમયમાં સં.૧૫૬૫માં એમણે પોતાનો જુદો પક્ષ સ્થાપ્યો જેમાં જિનપ્રતિમા અને જૈન તીર્થોનો સ્વીકાર હતો. એ તપસ્વી હતા. ૧૫૯ ૫. ધર્મદાસજી. ૬. ખીમરાજ/ખેમસાગર/ક્ષમાસાગરસૂરિ : એ વિનયદેવસૂરિના સુધર્મગચ્છની સમાચારીમાં સં.૧૬૩૬માં ભળ્યા. ૭. પદ્મસાગરસૂરિ : એમના શિષ્ય દેવરાજકૃત ‘હિરણી સંવાદ’ સં.૧૬૬૩નો નોંધાયેલ છે (ભા.૩, ૮૩) તે કદાચ એમના રાજ્યકાળની રચના હોય. ૮. ગુણસાગરસૂરિ : એમણે સં.૧૬૭૬માં ‘ઢાળસાગર' રચેલ છે. (ભા.૩, ૧૯૦-૯૪) એમના રાજ્યકાળમાં સં.૧૬૮૨માં એમના શિષ્ય રાયચંદે ‘વિજયશેઠ વિજયાસતી રાસ' (ભા.૩, ૨૪૨) ને સં.૧૬૮૩માં શિષ્ય કેશરાજે ‘રામયશોરસાયન રાસ' (ભા.૩, ૨૫૫-૫૬) રચેલ છે. ૯. કલ્યાણસાગરસૂરિ. ૧૦. સુમતિસાગરસૂરિ. ૧૧. વિનયસાગરસૂરિ : એમનો પ્રતિષ્ઠાલેખ સં.૧૭૩૨નો મળે છે. (જે.ગૂ.ક., ૫, ૩૨૧ ૫૨ વિજયસાગર છે તે ભૂલ હોવા સંભવ.) ૧૨. ભીમસૂરિ : એમના રાજ્યકાળમાં સં.૧૭૮૫માં તિલકસૂરિએ ‘બુદ્ધિસેન ચોપાઈ' (ભા.પ, ૩૨૦-૨૪) રચેલ છે. આ ઉપરાંત આ ગચ્છમાં ખેમરાજવિમલસાગરસૂરિ-ઉદયસાગરસૂરિકૃત ‘મગસી પાર્શ્વનાથ સ્ત.' (ભા.૫, ૩૬૧) તથા દયાસાગરસૂરિશિ. રાયચંદજીશિ. સદારામે સં.૧૭૬૫માં લખેલી જિનોદયકૃત ‘હંસરાજ વચ્છરાજ રાસ'ની પ્રત મળે છે. (ભા.૩, ૧૫૧) આ ગચ્છના ભટ્ટારક મહાનંદસાગરે સં.૧૮૨૬માં કરેલી પ્રતિષ્ઠાની પણ માહિતી મળે છે. ઉપરાંત કોટાની ગાદીએ જિનશાંતિસાગરસૂરિ (પ્રતિષ્ઠાલેખ સં.૧૯૩૦ -૩૧)-ઉદયસાગરસૂરિ-જિનસુમતિસાગરસૂરિ (સં.૧૯૭૦ સુધી વિદ્યમાન) થયા. નાગોરી લોકાગચ્છની પટ્ટાવલી (‘વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ'માં આપવામાં આવેલી રઘુનાથ ઋષિ રચિત નાગોરી લોકાગચ્છની પટ્ટાવલી અહીં આપવામાં આવેલી છે. એમાં મહાવીરથી માંડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy