SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જૈન ગૂર્જર કવિઓ: ૯ દોલતરામજી દીક્ષા સં.૧૮૧૪. લીંબડી સંઘાડાના અજરામરજીના સમકાલીન લાલચંદજી. હુકમીચંદજી : (રાયસિંહના) ટોડા ગામના ઓસવાળ ચપલોતગોત્રી. દીક્ષા બુંદીમાં સં.૧૮૭૯ માગશર. તપસ્વી ને સૂત્રના જાણકાર. તેમના નામથી સંપ્રદાય પ્રસિદ્ધ થયો. સ્વ. જાવદમાં સં.૧૮૧૬ વૈ. શુદિ પ મંગલ. શિવલાલજી : દીક્ષા સં.૧૮૯૧, સ્વ. સં.૧૯૩૩ પોષ શુ.૬. ઉદયચંદજી ઉદયસાગરજીઃ જોધપુરના ઓસવાલ નથમલજીના જીવુબાઈથી જન્મ સં. ૧૮૭૬ પોષ. દીક્ષા સં.૧૯૦૮ ચૈત્ર સુદ ૧૧, સ્વ. રતલામમાં સં.૧૯૫૪ મહા સુદ ૧૦. ચોથમલજી : દીક્ષા સં.૧૯૦૯ ચૈત્ર સુદ ૧૨, યુવરાજપદ રતલામમાં સં.૧૯૫૩ આસો સુદ ૧૫, પટધર રતલામમાં સં.૧૯૫૪ મહા વદ ૪, સ્વ. રતલામમાં સં.૧૯૫૭ કા.શુ.૮. લાલજીઃ ટોંકના ઓસવાલ ચુનીલાલજી બંબગોત્રી પિતા, ચાંદકુંવર માતા, જન્મ સં.૧૯૨૫ જ્યેષ્ઠ વદ ૧૨. સ્વયંદીક્ષા સં.૧૯૪૪ માગશર વદ. પ્રતાપી, વૈરાગ્યવંત અને કડક આચાર પાળનાર સંત હતા. સ્વ. જેતારણમાં સં. ૧૯૭૭ અષાડ સુદ ૨ શુક્રવાર. (જુઓ પૂજ્યશ્રી લાલજી, પ્ર. દુર્લભજી ત્રિભુવન ઝવેરી, સં.૧૯૭૯). [જન્મ સં. ૧૯૨૬, દીક્ષા સં.૧૯૪૫ કિશનલાલજી પાસે, આચાર્યપદ સં.૧૯૫૭ - એમ પણ નોંધાયેલ છે.] જવાહરલાલજી : મિારવાડના થાંદલા ગામના જીવરાજ પિતા, નાથીબાઈ માતા, જન્મ સં. ૧૯૩૨. દીક્ષા ૧૬ વર્ષની ઉંમરે મુનિ મગનલાલ પાસે, આચાર્યપદ ૪૩ વર્ષની ઉંમરે, સ્વ. સં.૨૦૦૦ (તા.૧૦-૭-૧૯૪૩) ભીમાસરમાં. શાસ્ત્રજ્ઞ અને ઉત્તમ વક્તા હતા. એમની પ્રેરણાથી અનેક વિદ્યાકીય પ્રવૃત્તિઓ થઈ અને એમનાં પ્રવચનો પણ ગ્રંથસ્થ થયાં છે. સ્થાનકવાસી સંઘોની એકતા માટે એમણે શ્રમ ઉઠાવ્યો હતો. રાષ્ટ્રીય વિચારધારા સાથે એ સંકળાયેલા હતા. એમના શિષ્ય ઘાસીલાલજી (સં.૧૯૫૮-૨૦૩૦) વિવિધ ભાષાઓના જ્ઞાતા હતા અને એમણે બત્રીસ સૂત્રોની સંસ્કૃત, હિંદી અને ગુજરાતીમાં વ્યાખ્યા કરવાનું એક મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. ગણેશીલાલજીઃ ઉદેપુરના સાહેબલોલ પિતા, ઈન્દ્રાબાઈ માતા, જન્મ સં.૧૯૪૭ શ્રાવણ વદ ૩, દીક્ષા સં. ૧૯૬૨ જવાહરલાલજી પાસે, યુવાચાર્યપદ સં.૧૯૯૦, આચાર્યપદ સં.૧૯૯૯ અસાડ સુદ ૩. સં.૨૦૦૯ના સાદડી સંમેલનમાં ઉપાચાર્ય બન્યા હતા, પણ થોડાં વર્ષ પછી તેઓ એમાંથી મુક્ત થઈ ગયા હતા. નાનાલાલજીઃ સં.૨૦૩પમાં હયાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy