SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાગ) સંપ્રદાયની પટ્ટાવલી ૧૬૩ અમરસિંહજી આગમ અને દર્શનશાસ્ત્રના જ્ઞાતા હોવા ઉપરાંત પ્રભાવક પ્રવચનકાર અને યશસ્વી સાધક હતા. - તુલસીદાસજી મેવાડના જૂનિયા ગામના ફકીરચન્દ પિતા, માતા ફલાબાઈ, જન્મ સં.૧૭૪૩ આસો સુદ ૮ સોમવાર. દીક્ષા સં.૧૭૬૩ પોષ વદ ૧૧ જુનિયા ગામે અમરસિંહજી પાસે; સ્વ. સં.૧૮૩૦ ભાદરવા સુદ ૭ જોધપુરમાં. સુજાનમલજી ઃ રાજસ્થાનના મારવાડ ગામના વિજયચંદ ભંડારી પિતા, વાજૂબાઈ માતા, જન્મ સં. ૧૮૦૪ ભાદરવા વદ ૪. દીક્ષા સં.૧૮૧૮ ચૈત્ર સુદ ૧૧ સોમવાર મારવાડમાં તુલસીદાસજી પાસે. સ્વ. સં.૧૮૪૯ જેઠ વદ ૮ મંગળવાર કિશનગઢમાં. જીતમલજી : હાડોતી રાજ્યના રામપુરાના સુજાનમલજી પિતા, સુભદ્રાદેવી માતા, જન્મ સં.૧૮૨૬ કારતક સુદ પ. દીક્ષા સં.૧૮૩૪ સુજાનમલજી પાસે, નામ જીત મુનિ. સ્વ. સં.૧૮૧૩ જેઠ સુદ ૧૦ સંથારાપૂર્વક, જોધપુરમાં. એમની “ચન્દ્રકલા રાસ' “શંખનૃપ ચોપાઈ' “પૂજ્યગુણમાલા' વગેરે કૃતિઓ સં.૧૮૩૯થી ૧૮૫૪નાં વર્ષોમાં રચેલી મળે છે. તેઓ સારા લહિયા હતા અને એમની લખેલી અનેક હસ્તપ્રતો મળે છે, જેમાં ઉર્દૂ-ફારસીના ગ્રંથો પણ છે. કુશળ ચિત્રકાર પણ હતા. જ્ઞાનમલજીઃ રાજસ્થાનના સેતરાવા ગામના ઓસવાલ વંશના જોરાવરમલ ગોલેછા પિતા, માનદેવી માતા, જન્મ સં.૧૮૬૦ પોષ સુદ ૬ મંગળવાર. દીક્ષા સં.૧૮૬૯ પોષ વદ ૩ બુધવાર જોધપુર પાસે ઝાલામંડપમાં જીતમલજી પાસે, સ્વ. સં.૧૯૩૦ જાલોરમાં. સારા લહિયા હતા અને ઘણા ગ્રંથો લખ્યા છે. પૂનમચંદજી : જાલોરના ઓસવાલવંશી રાયગાંધીગોત્રી ઊમજી પિતા, ફૂલાદેવી માતા, જન્મ સં.૧૮૯૨ માગશર સુદ ૯ શનિવાર. દીક્ષા સં.૧૯૦૬ મહા સુદ ૯ મંગળવાર ભંવરાનીમાં જ્ઞાનમલજી પાસે, આચાર્યપદ સં. ૧૯૫૦ મહા વદ ૭ જોધપુરમાં (સંઘ સંચાલન તો જ્ઞાનમલજીના અવસાન પછી કરતા જ રહેલા), સ્વ. ૧૯૫ર ભાદરવા સુદ ૧૫ સંથારાપૂર્વક જાલોરમાં. જ્યેષ્ઠમલજી : બાડમેર જિલ્લાના સમદડી ગામના ઓસવાલવંશી, કુંકડગોત્રી હસ્તીમલજી પિતા, લક્ષ્મીબાઈ માતા, જન્મ સં.૧૯૧૪ પોષ વદ ૩. દીક્ષા સં.૧૮૩૧ સમદડીમાં પૂનમચંદજી પાસે, સ્વ. સં.૧૯૭૪ વૈશાખ સુદ સંથારાપૂર્વક સમદડીમાં. અધ્યાત્મયોગી હતા. તારાચંદજી મેવાડના બંબોરા ગામના શિવલાલજી પિતા, જ્ઞાનકુંવર માતા, જન્મ સં.૧૯૪૦ આસો સુદ ૧૪, જન્મનામ હજારીમલ. દીક્ષા સં.૧૯૫૦ જેઠ સુદ ૧૩ રવિવાર સમદડીમાં પૂનમચંદજી પાસે, સ્વ. સં.૨૦૧૩ કારતક સુદ ૧૩ સંથારાપૂર્વક. એ સારા લહિયા હતા, વિદ્યાપ્રેમી હતા. પોતાના શિષ્ય પુષ્કર મુનિને યુનિવર્સિટી વગેરેની પરીક્ષાઓ અપાવેલી. અધ્યાત્મયોગી હતા. પુષ્કર મુનિ : ઉદેપુર જિલ્લાના સિમટાર ગામના સૂરજમલ અને વાલીબાઈના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy