________________
૧૫૬
જૈન ગૂર્જર કવિઓ: ૯
વૈશાખ સુદ ૩, મુંદ્રામાં.
૧૪. કાનજી ઃ વ્રજપાલજીના શિષ્ય. જન્મ સં.૧૯૧૧ જેઠ સુદ ૧ માંડવી, પિતા શામજીભાઈ સંઘવી, માતા મોતીબાઈ. દીક્ષા સં.૧૯૨૬ ફાગણ સુદ ૨, મુન્દ્રામાં. આચાર્યપદ સં. ૧૯૮૪ જેઠ સુદ ૫ મુદ્રામાં, સ્વ. સં.૧૯૯૧ જેઠ સુદ ૧૨ પત્રી (કચ્છ)માં
૧૫. નાગચન્દ્રજી ઃ કર્મસિંહજીના શિષ્ય. જન્મ સં. ૧૯૩૬ મહા સુદ ૫ ભોજાય (કચ્છ), પિતા લાલજીભાઈ દેઢિયા, માતા પાંચીબાઈ, જન્મનામ નાગજી. દીક્ષા સં.૧૯૪૭ પોષ સુદ ૫ લાઠીમાં, આચાર્યપદ સં. ૧૯૯૨ મહા વદ ૫ માંડવીમાં, સ્વ. સં.૨૦૦૯ મહા સુદ ૧૪ ટપ્પર તા.મુન્દ્રા)માં.
૧૬. કૃષ્ણજી : કર્મસિંહજીના શિષ્ય. આચાર્ય સં.૨૦૧૦-૨૦૧૪. ૧૭. કપૂરચંદજીઃ કર્મસિંહજીના શિષ્ય. આચાર્ય સં.૨૦૧૪-૨૦૧૫. ૧૮. હેમચન્દ્રજી : સૂર્યમલજીના શિષ્ય. આચાર્ય સં. ૨૦૨૦-૨૦૨૬.
૧૯. રત્નચન્દ્રજી : નાગચન્દ્રજીના શિષ્ય. જન્મ સં.૧૯૫ર વાંકી (કચ્છ), પિતા કાનજીભાઈ છેડા, માતા મેઘબાઈ, જન્મનામ રણશી. દીક્ષા સં.૧૯૭પ મહા સુદ ૬ વાંકીમાં, આચાર્યપદ સં.૨૦૨૯ માગશર સુદ ૧૫ માંડવીમાં, સ્વ. સં. ૨૦૪) ફાગણ સુદ ૮ વાંકીમાં.
૨૦. છોટાલાલજી : નાગચન્દ્રજીના શિષ્ય. જન્મ સં.૧૯૭૨ (કચ્છી ૧૯૭૩) પ્રથમ ભાદરવા વદ ૪ ભોજાય (કચ્છ), પિતા વરજાંગ ગડા, માતા ખેતબાઈ, જન્મનામ આણંદજી. દીક્ષા સં.૧૯૮૮ ફાગણ સુદ ૧૦ લુણી (કચ્છ)માં, આચાર્યપદ સં. ૨૦૪૦ વૈશાખ સુદ ૩ માંડવીમાં, સ્વ. સં. ૨૦૪૬ શ્રાવણ વદ ૧૨ વાંકીમાં.
૨૧. પૂનમચન્દ્રજી : દેવચન્દ્રજીના શિષ્ય. જન્મ સં. ૧૮૬૧ (કચ્છી) આસો વદ ૮ બેરાજા (કચ્છ)માં, પિતા જેઠાભાઈ સાવલા, માતા હીરબાઈ, જન્મનામ હીરજી. દીક્ષા સં.૧૯૯૬ વૈશાખ સુદ ૧૧ બેરાજામાં, આચાર્યપદ સં.૨૦૪૭ ફાગણ સુદ પત્રીમાં, સ્વ. સં.૨૦૪૭ વૈશાખ વદ ૩ પ્રતાપપુરમાં.
૫. કૃષ્ણજીના શિષ્યોમાં જસરાજજી દીક્ષાથી અને વયથી દેવજીથી મોટા હતા, પરંતુ દેવજી સ્વામીના પાંડિત્ય વગેરે ગુણોને કારણે એમને આચાર્યપદ આપવામાં આવ્યું. આમ છતાં જસરાજજી દેવજી સ્વામી સાથે રહ્યા. સં.૧૮૮૦માં મતભેદ થતાં જુદા પડ્યા. તે પછી હંસરાજજીના સમયમાં કચ્છ આઠ કોટી સંઘાડામાં સ્પષ્ટ ભાગલા પડ્યા. દેવજી સ્વામીનો પરિવાર મોટી પક્ષ કહેવાયો અને હંસરાજજી સ્વામી અને તેમના સાધુજીઓને તેરાપંથની માન્યતા અને સમાચારી કેટલાક અંશે સ્પર્શી જતાં તે આઠ કોટી નાની પક્ષ કહેવાયો. એની પાટ પરંપરા નીચે મુજબ છે :
કરસનજી (કૃષ્ણજી). ડાહ્યાજી.
જસરાજજી : સં.૧૮૮૦માં ૩૨ બોલ બાંધ્યા તે દેવજી સ્વામીએ ન સ્વીકારતાં જુદા પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org