________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
બિરાજે છે.
જસાજી સ્વામીના બીજા શિષ્ય રણછોડજી, તેમના મહાન પ્રતાપી હીરાચન્દ્રજી, તેમના શાસ્ત્રવિશારદ મૂળચન્દ્રજી અને તેમના દુર્લભજી સં.૧૯૯૧માં વિદ્યમાન.] [સ્થા.] કચ્છ [આઠ કોટી] સંઘાડો
.
મૂળચંદજીશિ. અંદરજી/ઇંદ્રજીના છેલ્લા શિષ્ય કરસનજી કચ્છમાં ગયા અને દરિયાપુરીની આવશ્યક પ્રત વાંચી આઠ કોટી પ્રરૂપી ત્યાંથી કચ્છ [આઠ કોટી] સંઘાડો થયો.
[૩. ઇન્દ્રજી/અંદરજી ઃ સં.૧૭૭૨માં પહેલી વાર કચ્છ પધાર્યાં. ૪. સોમચન્દ્રજી : દીક્ષા સં.૧૭૮૬ ઇન્દ્રજી પાસે.
૧૫૫
૫. કરસનજી (કૃષ્ણજી) : બળદિયાના દશા શ્રીમાળી. માતા મૃગાબાઈ સાથે દીક્ષા સં.૧૮૧૬ કારતક વદ ૧૧ના રોજ ભુજમાં ૧૬ વર્ષની વયે સોમચન્દ્રજી પાસે. એમણે આઠ કોટી સ્વીકારી, પણ સં.૧૮૪૪માં લીંબડી સંપ્રદાયના અજરામરજી સાથે મુન્દ્રામાં આહારપાણી ભેગા કરવા વગેરે સમજૂતી કરેલી. સ્વ. સં.૧૮૬૩ પોષ વદ ૮ માંડવીમાં.
૬. દેવજી ઃ જન્મ સં.૧૮૩૬ વૈશાખ વદ ૧૩, રા૫૨માં, પિતા મૂલચંદ ત્રેવાડિયા, માતા આણંદબાઈ. દીક્ષા સં.૧૮૪૫ જેઠ વદ ૩ મુન્દ્રામાં કૃષ્ણજી પાસે, આચાર્યપદ સં.૧૮૬૩ પોષ માંડવીમાં, સ્વ. સં.૧૯૦૪ કારતક શુદ ૧ માંડવીમાં.
સં.૧૮૫૬માં એમનું ચાતુર્માસ માંડવીમાં અજરામરજીની પરંપરાના દેવરાજજી સાથે હતું ત્યારે ૧૮૪૪માં થયેલી સમજૂતીનો અંત આવ્યો અને છ કોટી તથા આઠ કોટીની માન્યતાવાળાઓના વ્યવહાર અને સ્થાનકો જુદાં થયાં.
૭. રંગજી : દેવજી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૦૪-૧૯૨૯, ૮. કેશવજી : દેવજી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૨૯–૧૯૩૦. ૯. કર્મચન્દ્રજી : દેવશિ. તલકસી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૩૦
૧૯૩૨.
૧૦. દેવરાજજી : દેવજી સ્વામીના શિષ્ય. આચાર્ય સં.૧૯૩૩-૧૯૩૮.
૧૧. મોણસી : લાધાજીના શિષ્ય. આચાર્ય સં.૧૯૩૯, સ્વ. સં.૧૯૬૯ કારતક સુદ માંડવીમાં.
૧૨. કર્મસિંહ/કરમસી ઃ પાનાચંદજીના શિષ્ય. જન્મ સં.૧૮૮૬ ચૈત્ર શુદ ૫, વાંકી (કચ્છ), પિતા હેમરાજ છેડા, માતા ભાણબાઈ. દીક્ષા સં.૧૯૦૪ વૈશાખ શુદ ૩ સિદ્ધપુરમાં, આચાર્યપદ સં.૧૯૫૯ માગશર માંડવીમાં, સ્વ. સં.૧૯૬૮ (કચ્છી ૧૯૬૯) અસાડ વદ ૫, મુન્દ્રામાં.
૧૩. વ્રજપાલજી : પાનાચંદજીના શિષ્ય. જન્મ સં.૧૮૯૬ વૈશાખ સુદ ૩ ગેલડા (કચ્છ), પિતા કાંઈયા શાહ, માતા જેઠીબાઈ, જન્મનામ વિજપાર. દીક્ષા સં.૧૯૧૨ વૈશાખ સુદ ૫ માંડવીમાં, આચાર્યપદ સં.૧૯૬૯ ચૈત્ર માંડવીમાં, સ્વ. સં.૧૯૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org