________________
૧૫૨
જૈન ગૂર્જર કવિઓ : ૯
૨. સં. ૧૯૧૫માં દેવજી સ્વામીથી જુદા થયા, ધોલેરામાં સ્થિરવાસ કરીને રહ્યા. સ્વ. સં. ૧૯૨૯ ચૈત્ર વદ પ.
ગોપાળજી : જેતપુરના ખત્રી, પિતા મૂળચંદભાઈ, માતા સેજબાઈ. ૧૦ વર્ષની વયે દીક્ષા સં.૧૮૯૬. સ્વ. સં. ૧૯૪૭ વૈશાખ સુદ ૧૧ મંગળવાર લીંબડીમાં.
એમના પ્રભાવક વ્યક્તિત્વને કારણે આ સંપ્રદાય ગોપાળજી સ્વામીના સંપ્રદાય તરીકે ઓળખાય છે.
મોહનલાલજી : ધોલેરાના દશા (વીસા) શ્રીમાળી વણિક, પિતા ગાંગજી કોઠારી, માતા ધનીબાઈ, જન્મ સં.૧૯૧૬. દીક્ષા સં.૧૯૩૮ વૈશાખ વદ ૪ રવિવાર ધોલેરામાં. સ્વ. સં. ૧૯૯૨ કારતક વદ ૧૧, વાંકાનેર.
એમણે સિદ્ધાંતશાસ્ત્રોના અભ્યાસના ફળરૂપ “પ્રશ્નોત્તર મોહનમાળા' (સં.૧૯૮૧) તથા અન્ય કેટલાક ગ્રંથો રચ્યા છે.
મણિલાલજી : ધોલેરાના દશા શ્રીમાળી વણિક, પિતા જેતસીભાઈ, માતા હીરબાઈ, જન્મ સં.૧૯૨૯ કારતક સુદ ૧ સોમવાર. દીક્ષા સં.૧૯૪૭ પોષ સુદ 9 શુક્રવાર, સ્વ. સં.૨૦00 અસાડ વદ ૫.
એમણે “જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલી’ (સં.૧૯૯૧), “પ્રશ્નોત્તર મણિ રત્નમાલા” (પાંચ ભાગ), “ચંપકસેન રાસ વગેરે પ૪ ગ્રંથો રચ્યા છે.
કેશવલાલજી: દેશલપુર (કચ્છ)ના વીસા શ્રીમાળી ગુર્જર વણિક, પિતા જેતસીભાઈ, માતા સંતોકબાઈ, જન્મ સં.૧૯૬૪ કારતક સુદ ૧. પ્રથમ દીક્ષા કચ્છ આઠ કોટિ નાની પક્ષના મુનિ શામજી પાસે સં.૧૯૮૧માં દેશલપુરમાં, પછીથી મતભેદ થવાથી એમનાથી જુદા પડી સં. ૧૯૮૪ જેઠ સુદ ૧૧ના મોહનલાલજી પાસે ફરી દીક્ષિત થયા. સ્વ. સં.૨૦૧૫ વૈશાખ સુદ ૧૩ બુધવારે વઢવાણમાં. એમનાં વ્યાખ્યાનોનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયેલ છે.
[સ્થાનકવાસી] ગોંડલ સંઘાડો પચાણજીના શિષ્ય રતનસી ને તેના શિષ્ય ડુંગરશી ગોંડલ ગયા તે દિવસથી શરૂ થયો.
ડુંગરશી : દીવના દશા શ્રીમાળી વણિક, બદાણી કુટુંબના પિતા કમળશી, માતા હીરબાઈ, જન્મ સં.૧૭૯૨, દક્ષા સં.૧૮૧૫. લીંબડીથી ગોંડલ સં.૧૮૪૫માં ગયા ત્યારથી ગોંડલ સંઘાડો થયો. સ્વ. ગોંડલમાં સં.૧૮૭૭ વૈશુ.૧૫.
વિસ્તુતઃ કમળશી મેંદરડાના હતા ને પછીથી માંગરોળ જઈ રહેલા, જ્યાં ડુંગરશીનો જન્મ થયો. પુત્રી વેલબાઈને દીવ પરણાવેલી તે વિધવા થયા પછી ત્યાં જઈને વસ્યા. દીક્ષાતિથિ કારતક વદ ૧૦, માતા, બહેન, ભાણેજ, ભાણેજી સાથે દીક્ષા લીધેલી.]
ભીમજી : દશા શ્રીમાળી વણિક પિતા ચાંપશી, માતા ઝમકુ, જન્મ સં.૧૮૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org