________________
લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
૧૫૩
દીક્ષા સં.૧૮૬૦ માંગરોળ, પટધર સં.૧૮૭૭, સ્વ. સં. ૧૯૧૫ પોષ સુદ ૫ પોરબંદર.
[ધોરાજીના કામદારકુટુંબમાં જન્મ.
એમના વિશે ખોડાજી સ્વામીએ સં.૧૯૧૬માં “ભીમજી સ્વામીનું ચોઢાલિયું રચેલ છે. (ભા.૬, ૩૬૨)].
નેણશી : ગોંડલ પાસે અરડોઈ ગામના દશા શ્રીમાળી વણિક. દીક્ષા ભીમજી પાસે ગોંડલમાં સં.૧૮૬૯, સ્વ. સં.૧૯૨૨ કા.સુદ ૧૫ ગોંડલ.
(જન્મ સં.૧૮૪૯, સં.૧૮૬૮માં દુકાળને કારણે ગોંડલ રહેવા ગયા. દીક્ષાતિથિ માગશર સુદ ૧૩, આચાર્યપદ સં.૧૮૭૭.]
જેસંગજીઃ હેમચંદજીના શિષ્ય. સ્વ. સં. ૧૯૩૬ પોરબંદર.
રિતલામવાસી રાજપૂત, પિતા વર્ધમાનસંગ. દીક્ષા સં.૧૮૬૯, આચાર્યપદ સં.૧૯૨૨, સ્વ. સં.૧૯૩૫ અસાડ વદ ૧૦ મળે છે.]
દેવજી : ગોંડલના લુહાણા, પિતા પીતાંબર, માતા ધનબાઈ, જન્મ સં.૧૮૮૪ અસાડ સુદ ૯ સોમ. બાર વર્ષની વયે જૈન ધર્મ પર પ્રીતિ, દીક્ષા નેણશી પાસે સં.૧૮૯૯ મહા વદ ૮ ગુરુ, પટધર સં.૧૯૩૬, સ્વ. સં.૧૯૫૪ માગશર સુદ ૧૩ (૬-૧૨-૯૭) ગોંડલમાં.
[આ પછીની જે માહિતી મળે છે, તેમાં પાટપરંપરા સ્પષ્ટ નથી.
જસાજી[/જસરાજજી) : મારવાડના રાજપૂત. સૌરાષ્ટ્રની યાત્રાએ આવતાં નાદુરસ્ત તબિયતને કારણે રાજકોટમાં રોકાઈ જવાનું અને પુંજાજી સ્વામીના પરિચયમાં આવવાનું થયું. ત્યાં જ એમની પાસે દીક્ષા સં.૧૯૦૭ વૈશાખ સુદ ૪, ૨૨ વર્ષની વયે. સ્વ. સં. ૧૯૭૪ આસો વદ ૮ ગોંડલ.
જયચન્દ્રજી અને માણેકચન્દ્રજી : જેતપુરના ગાંધીકુળના પ્રેમજીભાઈ પિતા, કુંવરબાઈ માતા. જયચન્દ્રજીનો જન્મ સં.૧૯૦૬ શ્રાવણ સુદ ૫ ગુરુવાર, માણેકચન્દ્રજીનો જન્મ સં.૧૯૧૫. સં. ૧૯૧૯માં પિતાને તથા સં.૧૯૨૧માં માતાને ગુમાવ્યાં. બન્ને ભાઈઓની દીક્ષાની ભાવના, પણ કુટુંબની સંમતિ ન મળવાથી જયચન્દ્રજીની સંમતિથી માણેકચન્દ્રજીની દીક્ષા સં. ૧૯૨૮ પોષ સુદ ૮ માંગરોળમાં થઈ, ને કુટુંબીઓની સંમતિ મળતાં જયચન્દ્રજીની તે પછી સં. ૧૯૨૮ મહા સુદ ૧૦ રવિવારના રોજ મેંદરડામાં થઈ. જયચન્દ્રજી સ્વ. સં. ૧૯૯૦ જેઠ વદ ૯. માણેકચન્દ્રજી સ્વ. સં.૧૯૭૯ માગશર સુદ ૧૪ શનિવાર. આ બન્ને બંધુ મુનિવરો તપસ્વી હતા, તે ઉપરાંત માણેકચન્દ્રજીએ મારવાડ જઈને રેખરાજજી તથા ફકીરચંદજી મહારાજ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું હતું ને ગ્રંથભંડારો અને પાઠશાળાઓ ઊભાં કર્યા હતાં. તેઓ યોગાભ્યાસી પણ હતા. સૌરાષ્ટ્રના કેટલાક રાજવીઓ એમનાથી પ્રભાવિત હતા.
પુરુષોત્તમજી : વઢવાણ જિલ્લાના બલદાણા ગામના ખેડૂત પરિવારમાં પિતા રૂપશીભાઈ ને માતા હીરબાઈથી જન્મ સં.૧૯૪૩ ભાદરવા સુદ ૫. દીક્ષા સં. ૧૯૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org