SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ - લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૫૧ ગુલાબચંદજી : કચ્છ ભોરારાના વીસા ઓસવાળ, પિતા શ્રવણ, માતા આસઈબાઈ. તેમના શિષ્ય પ્રસિદ્ધ શતાવધાની રચન્દ્રજી છે. [અવટંક દેઢિયા, જન્મ સં.૧૯૨૧ જેઠ સુદ ૨, જન્મનામ ગણપતકુમાર. દીક્ષા સં.૧૯૩૬ મહા સુદ ૧૦, અંજાર, ગાદીએ સં.૧૯૮૫ કારતક સુદ ૨, આચાર્યપદ સં.૧૯૮૮ જેઠ સુદ ૧ રવિવાર, લીંબડી, સ્વ. સં. ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૨ રવિવાર, લીંબડી. જૈનાગમ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ વગેરેના સારા જાણકાર હતા. રત્નચન્દ્રજીની દીક્ષા ૧૭ની વયે સં.૧૯૫૩ સ્વ. સં.૧૯૯૭. શાસ્ત્રીઓ અને વિદ્વાન પંડિતો પાસે ન્યાય, છંદ, અલંકાર, કાવ્ય આદિનો અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતગુજરાતીમાં કાવ્યો રચ્યાં છે, નવા યુગના વિચારક હતા અને વિશાળ અર્ધમાગધી કોશ વગેરે ઘણા ગ્રંથોનું નિર્માણ કર્યું છે. તેમના સમયમાં પ્રસિદ્ધ વક્તા નાગજી સ્વામી થયા. ધનજી : દશા શ્રીમાળી, પિતા વર્ધમાન લવજી શેઠ, માતા સંતોકબાઈ, જન્મ સં.૧૯૩૩ આસો સુદ ૮ લીંબડી. દીક્ષા સં.૧૯૪૬ વૈશાખ સુદ ૧૩ લીંબડી. ગાદીએ સં. ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૨, સ્વ. સં.૨૦૨૫. શામજી : વીસા શ્રીમાળી, પિતા લક્ષ્મીચંદ પટેલ, માતા નવલબહેન, જન્મ સં.૧૯૩૪ મહા સુદ ૧૧ સઈ (તા.રાપર, કચ્છ). દીક્ષા સં.૧૯૫૦ વૈશાખ સુદ ૧૦ સોમવાર ચંદિયા (તા.અંજાર), ગાદીએ સં.૨૦૨૫ મહા સુદ ૧૩, સ્વ. સં.૨૦૨૫ ચૈત્ર વદ ૯ લીંબડી. વિદ્યાપ્રેમી હતા અને કાવ્યાદિનાં અનેક પુસ્તકોનું સંપાદન કર્યું છે. કવિવર્ય ને ગાંધીરંગે રંગાયેલા વિચારક તથા વક્તા નાનચન્દ્રજી (સ્વ. સં.૨૦૨૦) તેમજ ભાલ નળકાંઠામાં સમાજને બેઠો કરવાનું પાયાનું કામ કરનાર સંતબાલ આ સંપ્રદાયનાં રત્નો છે. રૂપચન્દ્રજી : કચ્છ ભચાઉના વીસા ઓસવાળ તેજસિંહ ગાલા પિતા, માતા વીંઝઈબાઈ, જન્મ સં.૧૯૪૪ મહા વદ ૭, જન્મનામ રણમલ. દીક્ષા ભચાઉમાં સં.૧૯૫૯ ફાગણ સુદ ૩. ગાદીએ સં.૨૦૨૫ ચૈત્ર વદ ૯, આચાર્યપદ સં.૨૦૨૮ વૈશાખ સુદ ૧૩ ગુરુવાર લીંબડીમાં. સ્વ. સં. ૨૦૩૯ વૈશાખ વદ ભચાઉમાં. ચૂનીલાલજી : સજ્જનપર (તા.મોરબી)માં જન્મ સં. ૧૯૬૧. દીક્ષા સં.૧૯૮૪ માગસર સુદ ૬ બુધવાર લીંબડી, ગાદીએ સં.૨૦૩૯ વૈશાખ વદ અમાસ, સ્વ. સં.૨૦૪પ કારતક વદ ૧૪ મોરબી. લીંબડીનો નાનો સંઘાડો/ગોપાળજી સ્વામીનો સંપ્રદાય હેમચંદજીઃ અવિચલજીના શિષ્ય. વઢવાણ તાબે ટીંબાના રહીશ. વીસા શ્રીમાળી વણિક, દોશી કુટુંબ, પિતા નાનજીભાઈ, માતા પુંજાબાઈ. દીક્ષા સં.૧૮૭પ વૈશાખ સુદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy