________________
૧૫૦
જૈન ગૂર્જર કવિઓ : ૯
નથુજી : પાટે બેઠા સં.૧૯૩૭ ને આચાર્યપદે દીપચંદજી થયા. રાયણના વીસા ઓસવાળ. દીક્ષા માંડવીમાં સં.૧૮૯૫ કા.વદ ૭, સ્વ. લીંબડીમાં સં.૧૯૪૦ ગ્રા.વદિ
[પિતા કેશવશા ફુરિયા, માતા મુરાદબાઈ, જન્મ સં. ૧૮૭૬. ગાદીપતિ મિતિ પોષ વદ ૧૩, ગુરુવાર, લીંબડી.]
દીપચંદજી ઃ કચ્છ ગુંદાલાના વીસા ઓસવાલ, પિતા ભોજરાજ, માતા ખેતાબાઈ. દીક્ષા અંજારમાં સં.૧૯૦૧ માઘ વદિ ૧, ગાદી પર સં.૧૯૪૦, સ્વ. લીંબડીમાં સં.૧૯૬૧ ચૈત્ર વદિ અમાસ.
[જન્મ સં.૧૮૯૦ ફાગણ સુદ ૧૨, આચાર્યપદ સં.૧૯૩૭ પોષ વદ ૧૩. ગુરુવાર, લીંબડી, સ્વ. મિતિ વદ ૧૪ મંગળવાર પણ મળે છે.
લાધાજી: વીસા ઓસવાળ, પિતા માલજી, માતા ગંગાબાઈ. દીક્ષા વાંકાનેરમાં સં.૧૯૦૩ વૈશુદિ ૮, ગાદીએ સં. ૧૯૬૧, સ્વ. લીંબડીમાં સં.૧૯૬૪ શ્રા.વ.૧૦.
કિચ્છ ગુંદાલાના, અટક દેઢિયા, જન્મ સં.૧૮૯૦ મહા સુદ. જૈન-જૈનેતર શાસ્ત્રોના પ્રખર અભ્યાસી હતા અને જૈન શાસ્ત્રોમાંથી સંકલિત કરી એમણે “પ્રકરણસંગ્રહ’ નામે ગ્રંથ પ્રસિદ્ધ કરેલો તે સમગ્ર જૈન સમાજને ઉપયોગી બનેલો. પંડિત સુખલાલજીને ધાર્મિક જ્ઞાન અને પ્રારંભિક સંસ્કૃત જ્ઞાન લાધાજીએ અને એમના શિષ્ય પંડિત ઉત્તમચન્દ્ર આપ્યું હતું. ગાદીપતિ સં.૧૯૬૩ ફા.સુ.૭ પણ મળે છે.]
મેઘરાજજી : પાટે સં.૧૯૬૪ શ્રા. વદિ ૧૩ ને આચાર્યપદે દેવચંદજી, મેઘરાજજી તે લાધાજીના સગા નાના ભાઈ. દીક્ષા લીંબડીમાં સં.૧૯૦૪ જેઠ શુદિ ૩, સ્વ. લીંબડીમાં સં.૧૯૭૧ ફ.શુદિ ૧૩.
[જન્મ સં.૧૮૯૫ શ્રાવણ સુદ. ગાદીપતિ સં.૧૯૬૮ વૈવિદ ૯ પણ મળે છે. દીક્ષામિતિ ૪ પણ મળે છે.)
દેવચંદજી : કચ્છ રામાણિયાના, પિતા રંગજી, માતા ઈચ્છાબાઈ. દીક્ષા સં.૧૯૧૩, સ્વ. સં. ૧૯૭૭ કારતક.
પિતા રાણા મેપા સાવલા, માતા નામઈબાઈ એ નામો મળે છે જે અધિકૃત હોવા સંભવ છે. વીસા ઓસવાળ, જન્મ સં. ૧૯૦૨. દીક્ષામિતિ ફા.સુ.૭, માંડવી. આચાર્યપદ સં.૧૯૬૮ વૈ.વદ ૯ ગુરુ કે ૧૯૬૩ ફા.વ.૭. ગાદીએ સં.૧૯૦૧, સ્વ. તિથિ કારતક વદ ૮ લીંબડી.]
લવજી : ભાવસાર. પાટે સં. ૧૯૭૮, સ્વ. વઢવાણમાં સં.૧૯૮૫ કા.શુ.૨.
વેજલકા (ભાલ પ્રદેશ)ના, પિતા નરસિંહભાઈ, માતા કેશરબાઈ, જન્મ સં.૧૯૧૨ શ્રા.સુદ ૧૧. દીક્ષા સં.૧૯૨૪ જેઠ વદ ૨, રામપરા. ગાદીએ સં. ૧૯૭૭, આચાર્યપદ સં.૧૯૭૮ મહા સુદ ૧૫ શનિવાર, લીંબડી.
કાઠિયાવાડના ઘણા રાજવીઓ પર લવજીસ્વામીનો પ્રભાવ હતો. એમના શિષ્ય જેઠમલજીએ સૌરાષ્ટ્ર જીવદયા મંડળીની સ્થાપના અને જીવદયાનાં અનેક કાર્યો કર્યા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org