________________
લોંકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
૧૪૯
વિદ્યાની પ્રતિષ્ઠા કરી અને પ્રભાવક ધર્માચાર્ય બની રહ્યા. આચાર્યપદ લીંબડીમાં.]
દેવરાજજી : કચ્છના કાંડાકરાના વીસા ઓસવાલ, ડોઢિયાગોત્રી. દીક્ષા ગોંડલમાં સં.૧૮૪૧ ફા. શુદિ પ ગુરુ, આચાર્યપદ સં. ૧૮૭૦, સ્વ. લીંબડીમાં સં.૧૮૭૯ આસો વદિ ૧. - દિક્ષા નાગજીભાઈ સાથે. આચાર્યપદ સં.૧૮૭૧ પોષ વ.૫ પણ મળે છે.]
ભાણજી : દીક્ષા સં.૧૮૫૫, પાટપદે સં.૧૮૮૦ માઘ શુદિ ૫, સ્વ. રામોદમાં સં.૧૮૮૭ વૈશુદિ ૧૩.
વાંકાનેરના. આચાર્યપદ લીંબડીમાં. સ્વ.ની મિતિ ૧૨ પણ મળે છે.
હરચન્દ્રજી - મેથાણના. દીક્ષા સં.૧૮૬૬, ગાદીપતિ સં.૧૮૮૮ મહા સુદ ૨ લીંબડી, સ્વ. સં. ૧૯૧૪ પો.સુ.૬.]
કરમશીઃ સુરતના ભાવસાર. દીક્ષા લીંબડીમાં સં.૧૮૫૬ સ્વ. વઢવાણમાં સં.૧૯૦૬. તેઓ કોઈ કારણસર વઢવાણ સં.૧૮૯૩ (કે ૧૮૯૭)માં જઈ રહ્યા તેથી લીંબડીમાં અવિચલજીને પાટ પર બેસાર્યા હતા.
કિરમસી અજરામરના ગુરુભાઈ તલકસીના શિષ્ય હતા.]
અવિચલજી : વીસા ઓસવાલ. દીક્ષા લીંબડીમાં સં.૧૮૬૯ કા.વદિ ૧૩, સ્વ. લીંબડીમાં સં.૧૯૧૧.
દિવરાજજીના શિષ્ય.]
દેવજી : કાઠિયાવાડના વાંકાનેરના લોહાણા. દીક્ષા દશ વર્ષની ઉંમરે રાપરમાં સં.૧૮૭૦ પો. વદિ ૮, આચાર્યપદ સં.૧૮૮૬. સ્વ. લીંબડીમાં સં.૧૯૨૦ જેઠ શુદિ ૮ રવિ.
પિતા પુંજાભાઈ, માતા વાલબાઈ, જન્મ સં.૧૮૬૦ કારતક સુદ. આચાર્ય સં.૧૮૮૮ મહા સુદ ૨ લીંબડીમાં હરચન્દ્રજી ગાદીપતિ થયા તે સાથે. ૧૯૧૪માં ગાદીપતિ. “અમરાભિધ ઋષિ એ છાપથી “જૈન સ્વાધ્યાય મંગલમાલા ભા.૧માં મુદ્રિત ઉપદેશી લાવણી” (સં.૧૮૮૨, લીંબડી)ના કર્તા આ દેવજી સ્વામી સંભવે છે.]
તેમનાથી જુદા પડી અવિચલજીના શિષ્ય હેમચંદજીએ જુદો સંઘાડો કાઢ્યો. લીંબડીનો નાનો સંઘાડો).
ગોવિંદજી: પાટે બેઠા સં.૧૯૨૧ અને આચાર્યપદે કાનજી થયા. ગોવિંદજી સં.૧૯૩પમાં લીંબડીમાં સ્વર્ગસ્થ થયા.
[વીસા ઓસવાળ, અધોઈ (પૂર્વ કચ્છ)માં જન્મ સં.૧૮૬૭ મહા સુદ. દીક્ષા સં. ૧૮૭૯ ચૈત્ર. સ્વ. સં. ૧૯૩૬ મહા વદ પ પણ મળે છે..
કાનજી : કચ્છ ગુંદાલાના વિસા ઓસવાલ, પિતા કોરશી, માતા મુલીબાઈ. દીક્ષા સં.૧૮૯૧, આચાર્યપદ સં.૧૯૨૧, સ્વ. લીંબડીમાં સં.૧૯૩૬.
ગોત્ર છાડવા, જન્મ સં.૧૮૭૪ શ્રાવણ સુદ, દીક્ષા માંડવીમાં મિતિ પોષ સુદ ૧૦, ગાદીપતિ સં.૧૯૩૫. સ્વ. મિતિ મહા વદ ૫.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org