SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી શ્રીમાલી વૈશ્ય રેવાભાઈ તથા રંભાના પુત્ર કહે છે તે શા આધારે એ પ્રશ્ન છે. આમની, લવજી ઋષિની અને ધર્મદાસજીની પરંપરાઓ સ્થાનકવાસીને નામે ઓળખાતી થઈ છે.] : ૨. સોમજી ઃ [સ્વ.સં.૧૭૩૩.] ૩. મેઘજી. ૪. દ્વારકાદાસ. ૫. મોરારજી (૧). ૬. નાથાજી (૧). ૭. જયચંદજી. ૮. મોરારજી (૨). ૯. નાથાજી (૨) : [એ મોરારાજીશિ. સુંદરજીના શિષ્ય હતા.] ૧૦, જીવણજી. ૧૧. પ્રાગજી : વીરમગામના ભાવસાર રણછોડદાસના પુત્ર. દીક્ષા વીરમગામમાં સં.૧૮૩૦. સ્વ. વિસલપુરમાં સં.૧૮૫૦, [પગના દર્દને કારણે એમણે વિસલપુરમાં સ્થિરવાસ કર્યો હતો. સ્વ. સં.૧૮૯૦ પણ મળે છે. મણિલાલજી પ્રાગજીને નાથાજી પછી દશમી પાટે આવેલા કહે છે. નાથાજી, જીવણજી અને પ્રાગજી ત્રણે સુંદરજીના શિષ્ય હતા.] ૧૨. શંકર ઋષિ ઃ [નાથાજીના શિષ્ય. સ્વ.સં.૧૮૯૨.] ૧૩. ખુશાલજી ઃ [નાથાજીના શિષ્ય. સ્વ. સં.૧૮૯૭.] ૧૪. હર્ષસિંહ/હર્ષચંદજી ઃ [પ્રાગજીના શિષ્ય. સ્વ.સં.૧૯૦૦. : ૧૫. મોરારજી (૩) : [નાથાજીશિ. નાનચન્દ્રજીના શિષ્ય. સ્વ.સં.૧૯૦૪.] ૧૬. ઝવેર ષિ ઃ વીરમગામના દશા શ્રીમાળી વણિક, દીક્ષા સં.૧૮૬૫ ને સ્વ. વીરમગામે સં.૧૯૨૩. [પ્રાગજી સ્વામીના શિષ્ય. પાટે બેઠા ત્યારથી જાવજીવ છઠને પારણે છઠ કરતા. સ્વ. સં.૧૯૧૦ મળે છે તે આધારભૂત ગણાય કેમકે પછીના પટ્ટધર સં.૧૯૧૫માં સ્વર્ગસ્થ થયા છે.] ૧૭. પુંજાજી : કડીના ભાવસાર. સ્વ. વઢવાણમાં સં.૧૯૧૫ શ્રાવણ વિદ ૫. [એમણે સ્વ-પર સંપ્રદાયના મુનિઓને અભ્યાસ કરાવ્યો હતો.] ૧૮. (નાના) ભગવાનજી : સ્વ. વઢવાણમાં સં.૧૯૧૯ માગશર. ૧૪૩ ૧૯. મલુકચંદજી ઃ કડીના દશા શ્રીમાળી વણિક. તેમના ગુરુ નાનચંદજી કલોલમાં સં.૧૮૯૦ના પોષ શુદ પાંચમે સ્વર્ગસ્થ થતાં તેમની પાટે આવ્યા. સ્વ. કલોલમાં સં.૧૯૨૯ જેઠ વદ અમાસ. [મલુકચંદજી નાનચંદજીની પાટે સં.૧૮૯૦માં આવ્યા એમ કહ્યું છે, પણ નાનચંદજી પટધર તરીકે આ પરંપરામાં નથી. વળી ભગવાનજી સં.૧૯૧૯ સુધી પટધર છે જ.] ૨૦, હીરાચંદજી : અમદાવાદ પાસે પાલડી ગામના આજણા કણબી. તેર વર્ષની વયે વિસલપુરમાં દીક્ષા. સ્વ. ત્યાં સં.૧૯૩૯ આસો શુદ ૧૧. તેમને ૧૩ શિષ્યો હતા. ૨૧. રઘુનાથજી : મલુકચંદજીના શિષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy