SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ ગોત્ર, પિતા ઉગરા, માતા સુજાણબાઈ. દીક્ષા માતા ને ભાઈ રૂપચંદ સાથે સં. ૧૭૭૫, પૂજ્યપદવી સં.૧૮૦૫ કા. વદ ૧૦ ગુરુ સાચોર, સ્વ. સં. ૧૮૨૯. તેમના ચાર શિષ્ય – લખમીચંદ, વિજયચંદ, જગનાથ અને માણેકચંદ પૈકી છેલ્લાને ગણિપદ મળ્યું. (ભા.૬, ૨૫૯) ૧૭. માણેકચંદજી : મારવાડ પાલી પાસે દયાપુર (દરિયાપુર)ના વીસા ઓસવાલ, કટારિયા ગોત્ર, પિતા રામચંદ, માતા જીવીબાઈ. દીક્ષા સં.૧૮૧૫ માંડવીમાં, પૂજ્યપદવી સં. ૧૮૨૯ જામનગરમાં, સ્વ. સં.૧૮૫૪ જેસલમેરમાં. ૧૯. મૂલચંદજી/ખૂબચંદજી : મારવાડ જાલોર તાબે મોરસીના વીસા ઓસવાલ, સિંહાલ ગોત્ર, પિતા દીપચંદ, માતા અજબાઈ, દીક્ષા સં.૧૮૪૯ જેઠ સુદ ૧૦, પૂજ્યપદવી સં.૧૮૫૪ ફા. વદિ ૨ નવાનગરમાં, સ્વ. સં.૧૮૭૬ જેસલમેરમાં. [‘જૈન ગૂર્જર કવિઓ'માં નોંધાયેલી કૃતિઓમાં ખૂબચંદજી નામ જ મળે છે.] ૨૦. જગતચંદજીઃ મારવાડ સકરણી ગામના પિતા જીવ, માતા ચંદાબાઈ પદવી જેસલમેરમાં સં. ૧૮૭૬, સ્વ. સં.૧૮૯૯ આસો સુદ ૧૦ ધ્રાફામાં. [આચાર્યપદની મિતિ વૈ શુ.૮ ગુરુવાર મળે છે.] ૨૧. રત્નચંદજીઃ પંજાબ ગામ સરસના વીસા ઓસવાલ, પિતા દેવચંદ સંઘવી, માતા નાનબાઈ. દીક્ષા નવાનગરમાં, પાટે સં.૧૮૯૯ ચૈત્ર ૧૩ નવાનગરમાં. ૨૨. નૃપચંદજી : બાલાપુરમાં ગાદીએ. પછી કોઈ પાટે બેઠું જણાયું નથી. ધર્મસિહજીની પરંપરા [સ્થાનકવાસી દરિયાપુરી સંઘાડો] ૧. ધર્મસિંહજી : ઉક્ત ૧૩માં શિવજી ઋષિના શિષ્ય. તેમણે જુદા પડી દરિયાપરી નામનો નવો ગચ્છ ચલાવ્યો. હાલારના નવાનગરના દશા શ્રીમાળી વણિક પિતા જિનદાસ, માતા શિવા. ૧૫ વર્ષની વયે પિતા સાથે રત્નસિંહના શિષ્ય દેવજી પાસે દીક્ષા. શુદ્ધ મુનિવ્રત પાળવા માટે જુદા પડવા નિશ્ચય કર્યો. અમદાવાદની ઉત્તરે દરિયાખાન પીરની જગાએ જઈ ત્યાં રાત્રિવાસ કર્યો. ને નિબંધ સહીસલામત રહી કાલુપુરના ઉપાશ્રયે આવ્યા. સં. ૧૬૮પમાં દરિયાપુર દરવાજાની બહારના ઉદ્યાનમાં પુનઃ સંયમ સ્વીકાર્યો. આથી તેમના ગચ્છનું નામ દરિયાપરી પડ્યું. તેમણે સૂત્રોના ટબા/બાલાવબોધ પૂર્યા અને કેટલાક ભાષાગ્રંથો ગદ્યમાં રચ્યા. [‘શિવજી આચાર્યનો રાસ' (સં. ૧૬૯૨)ના રચનાર નાકર-દેવજીશિ. ધર્મસિંહ તે આ જ રત્નાકર-દેવજીશિ. ધર્મસિંહ હોવાની સંભાવના છે. રત્નાકર પછી શિવજી આચાર્ય થતાં એમની આજ્ઞામાં એ રહ્યા હોય. યતિમાર્ગના વૈભવનો ત્યાગ કરી શુદ્ધ વીતરાગમાર્ગ સ્વીકારનાર ધર્મસિંહનું મહત્ત્વ એક ધાર્મિક સુધારક તરીકેનું તથા એક શાસ્ત્રાભ્યાસી તરીકેનું છે. તેમના ગ્રંથો માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧. સ્વ. સં.૧૭૨૮ આસો સુદ ૪. “જૈન ધર્મ કે પ્રભાવક આચાર્ય' ધર્મસિંહને ઉત્તર ગુજરાતના સખાનિયા ગામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy