SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી १४प પડી નવો ગચ્છ ચલાવ્યો. બીજા શિષ્યો સંઘરાજજી, જગજીવન, આણંદજી આદિ હતા. તેમની બીજી પાટે ત્રિલોકસિંહજી થયા કે જે ઓસવાલ છાજડ-ગોત્રીય હતા, પિતા નેતસી, માતા નવરંગદે, ને બંધુ જીવરાજ, ને જેમના શિષ્ય આણંદે સં.૧૭૩૧માં લાલપુરમાં ગણિતસાર' અને સં.૧૭૩૮માં રાધનપુરમાં હરિવંશચરિત્ર” ગુ. પદ્યમાં રચ્યાં. (ભા.૪, ૪૪૬-૪૮). શિવજી જન્મ સં.૧૬૩૯, દીક્ષા ૧૬૬૦, પાટે ૧૬૭૭ એમ માહિતી પણ મળે છે. એ લાલજી ઋષિ પાસે કાવ્ય, ન્યાય, સિદ્ધાંત વગેરે ભણ્યા હતા. શિવજી આચાર્યનો રાસ રચનાર અને નવો ગચ્છ ચલાવનાર ધર્મસિંહ એક જ ને રત્નાકર-દેવજીશિષ્ય હોવાની શક્યતા છે. શિવજી ગચ્છપતિ માટે એમની આજ્ઞામાં એ ગણાય. શિવજીએ બાદશાહે આપેલ પટો ને પાલખી વાપરવા માંડ્યા તેથી ધર્મસિંહ એમનાથી જુદા પડ્યા એવી વાત મળે છે. (સંભવતઃ ત્રિલોકસિંહશિ.) આણંદે શિવજી આચાર્યનો સલોકો એમની હયાતીમાં રચ્યો છે. (ભા.૪, ૪૪૬). એ નોંધપાત્ર છે કે “ગણિતસાર' તથા હરિવંશચરિત્રમાં ત્રિલોકસિંહને શિવજીપાટે ગચ્છપતિ કહેવામાં આવ્યા છે.] ૧૪. સંઘરાજજી/સંઘજી : સિદ્ધપુર પોરવાડ, જન્મ સં.૧૭૦૫ આષાઢ સુદ ૧૩, પિતા વાસા, માતા વીરમદે. દીક્ષા પિતા સાથે સં.૧૭૧૮ વૈ. વદ ૧૦ ગુર, આચાર્યપદ સં.૧૭૨૫ માહ સુદિ ૧૪ શુક્ર અમદાવાદમાં, સ્વ. સં. ૧૭પપ ફા. શુદ ૧૧ આગ્રામાં. તેમના સમયમાં આનંદ ઋષિએ ખંભાતમાં પોતાના શિષ્ય ત્રિલોકઋષિને પાટે બેસાડી જુદો ગચ્છ સ્થાપ્યો. તેમાં ૧૮ સંઘાડાના યતિ વળવાથી “અઢારિયા' કહેવાયા. [સંઘરાજ ઋષિ જગજીવનજી પાસે સિદ્ધાંત ભણ્યા હતા. આગળ આણંદને ત્રિલોક ઋષિના શિષ્ય કહેવામાં આવ્યા છે. પણ એમની કૃતિઓમાં ત્રિલોક ઋષિને ગુરુ નહીં પણ ગચ્છાતિ જ કહેવામાં આવ્યા છે. તેથી તે આનંદ ઋષિ અને અહીં પોતાના શિષ્ય ત્રિલોક ઋષિને પાટે બેસાડી જુદો ગચ્છ સ્થાપનાર આનંદ ઋષિ એક જ હોવાની શકયતા છે.] ૧૫. સુખમલજી: મારવાડ જેસલમેર પાસે આસણીકોટના વિસા ઓસવાલ સંખવાલેચા (સકવેચા) ગોત્ર, પિતા દેવીદાસ, માતા રંભાબાઈ, જન્મ સં.૧૭૨૭. દીક્ષા સં.૧૭૩૯ માગશર સુદ ૫, ગુરપાટે સં.૧૭પ૬ (પાઠાં. ૧૭૫૫ માહ વદિ ૧) અમદાવાદ, સ્વ. સં.૧૭૬૩ આસો (પાઠાં. મારવાડી કાર્તિક) વદિ ૧૧ ધોરાજી. ૧૬. ભાગચન્દ્રજી : જેસલમેર પાસે ભેસડોના ઓસવાલ, કૂકડચોપડા ગોત્ર, પિતા તોગા, માતા તેજબાઈ, ઉક્ત સુખમલજીના ભાણેજ. દીક્ષા સં.૧૭૬૦ માગશર શુદિ ૫ કચ્છ ભુજમાં, પૂજ્યપદવી સં.૧૭૬૪ (પાઠાં. ૧૭૬૩ માગશર સુદ ૭ રવિ) ધોરાજી, સ્વ. સં.૧૮૦૫ કા. શુદ ૧ શ્રી શક્તિપુરમાં. [કચ્છ ભુજના રહીશ અને પદવી ભુજમાં એવી માહિતી પણ મળે છે.] ૧૭. વા(બા)લચંદજી : મારવાડ ફલોધીના વીસા ઓસવાલ, છાજર (છાજેરુ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy