________________
જૈન ગૂર્જર કવિઓ: ૯
પટ્ટાવલી (ભા.૬, ૩૬૨-૪૪) અહીં અટકે છે.)
૨૫. કલ્યાણચંદજી. ૨૬. ખૂબચંદજી. ૨૭. ન્યાયચંદજી : તેની ગાદી વડોદરામાં છે. [૨૮, યતિ હેમચન્દ્રજી.
૨૯. યતિ રાજચન્દ્રજી = સં.૨૦૨૦માં વિદ્યમાન.] ગુજરાતી લોંકાગચ્છની બીજી પક્ષ – કુંવરજીપલ – [નાની પક્ષ]
ઉપરના ૪.૮મા જીવાજીના શિષ્ય વડા વરસિંગજી ઉપરાંત કુંવરજી અને શ્રીમલજી થયા. કુંવરજીથી બીજી પક્ષ થઈ.
૯. કુંવરજી : અમદાવાદના શ્રીમાળી વણિક પિતા લહુવોજી, માતા રૂડીબાઈ. દીક્ષા પિતા આદિ ૭ જણ સહિત સં.૧૬૦૨ જેઠ સુદ ૫ (પાઠાં.૬) અમદાવાદ, ગુરુપાટે સં.૧૬૧૨ (પાઠાં.૧૬૧૭), સ્વ. સં.૧૬૨૮ દિવાલી. તેમણે સં.૧૬૨૪માં સાધુવંદના” રચી. (ભા.૨, ૧૩૮).
કુંવરજી ત્રષિ બાલાપુર પધાર્યા ત્યારે ત્યાંના શ્રાવકોએ તેમને શ્રીપૂજ્યની પદવી આપી હતી. તેથી તેઓ ગુજરાતી લોંકાગચ્છ નાની (કુંવરજી) પક્ષ તરીકે ઓળખાવા લાગ્યા. પદસ્થાપનાનું વર્ષ સં.૧૬૧૬ પણ મળે છે.]
૧૦. શ્રીમદ્ધજી : અમદાવાદના પોરવાડ વણિક પિતા થાવર, માતા કુંવરબાઈ. દીક્ષા જીવજી પાસે સં. ૧૬૦૬ માગશર સુદ પ અમદાવાદમાં, પાટે સં.૧૬૨૯ જેઠ વદ પ, સ્વ. સં. ૧૬૬૬ આસાઢ શુદિ ૧૩.
[એમણે મોરબીમાં પ્રતિબોધ કર્યો હતો.]
૧૧. રત્નસિંહજી/રતનાગરજી : હાલાર નવાનગરના વિસા શ્રીમાળી વણિક, સોલાણી ગોત્ર, પિતા સુરા, માતા સોડવદે. જન્મ સં.૧૬૩૨, દીક્ષા સં.૧૬૪૮ વૈ. વદ ૧૩ અમદાવાદ, પદવી સં.૧૬૫૪ જેઠ વદિ ૭, સ્વ. સં.૧૬૮૬. તેમના શિષ્ય કેશવજી, શિવજી, સમરચન્દ્ર આદિ થયા.
૧૨. કેશવજીઃ મારવાડ ધુનડા(દુણાડા)ના ઓસવાલ પિતા વિજા, માતા જેવંત/જયવંતીબાઈ, જન્મ સં.૧૬૭૬ [2] ફા. વદ ૫. આચાર્યપદે સં.૧૬૮૬ જેઠ શુદ ૧૩ ગુરુ, પછી થોડે જ મહિને સ્વર્ગસ્થ (પા. સં. ૧૬૮૮). તેમણે લોંકાશાહનો શલોકો’ શ્રીમદ્ભજીના સમયમાં રચ્યો. (ભા.૨,૧૫૬)
[સ્વર્ગવાસની મિતિ (સં.૧૬૮૬) જેઠ સુદ ૧૩ પણ મળે છે.]
૧૩. શિવજી : હાલાર નવાનગરના શ્રીમાલી પિતા અમરસી સંઘવી, માતા તેજબાઈ, જન્મ સં. ૧૬૫૪ મહા સુદ ૨. દીક્ષા સં. ૧૬૭૦ (પાઠાં. સં. ૧૬૬૯ ફ. શુદ ૨), પદવી સં.૧૬૮૮ જેઠ સુદ ૫ સોમ પાટણમાં, સ્વ. સં.૧૭૩૩ માગશર ર રવિ.
આ આચાર્યનો રાસ ઋષિ નાકર શિષ્ય દેવજી શિષ્ય ધર્મસિંહે સં.૧૬૯રમાં રચ્યો. (ભા.૩,૨૯૬)
તેમના સમયમાં સં.૧૬૮૫માં તેમના શિષ્ય ધર્મસિંહજીએ લોકાગચ્છથી જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org