________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
શિષ્ય કાનજીએ પૂરી કરેલી.]
૧૭. કાનજી : ન ુલાઈના ઓસવાલ, વોહરા-ગોત્રી પિતા કચરા, માતા જગીસા (?). પદધર સુરતમાં સં.૧૭૪૩ વૈશાખ, સ્વ. સં.૧૭૭૯ ભા.શુ.૮.
તેમણે સં.૧૭૫૧માં દીવમાં ચોમાસું કરી પોતાના ગુરુ તેજસિંહે રચેલી ‘ગુરુગુણમાલા'ની ૧૧ ભાસ પૂરી કરી (કે જેમાંથી તેજસિંહ સુધીનો ઉપરનો વૃત્તાંત સાર રૂપે લીધેલ છે.) તેમની કૃતિઓ માટે જુઓ ભા.૫, ૬૦.
4.24
[તેમની સ્તવન-સઝાયપ્રકારની કૃતિઓ સં.૧૭૪૮થી ૧૭૭૦નાં રચનાવર્ષો દર્શાવે છે.]
૧૮. તુલસી/તુલસીદાસજી : ધુનાડાના ઓસવાલ, બાલાગોત્રી પિતા ઉદલ/ ઉદો, માતા પુરભાવ (? પુરબાઈ). દીક્ષા સં.૧૭૭૮ ફાગણ, પદવી સં.૧૭૭૯ ભાદ્ર. વદ ૧, સ્વ. સં.૧૭૮૮ ફા.શુ.૭ ભાવનગરમાં.
૧૯. જગરૂપજી : વીકાનેરના ઓસવાલ, છજલાણી-ગોત્રી પિતા નથમલ, માતા જીવાદે. પદવી સં.૧૭૮૮ ફા. શુદ ૧૨ શિન, સ્વ. સં.૧૭૯૮.
૨૦. જગજીવનજી : થરાદના ઓસવાલ, ચોપડા-ગોત્રી પિતા જોઈતા, માતા રતના. પાટે સં.૧૭૯૯, સ્વ. સં.૧૮૨૭ માહ વદ અમાસ.
[પદસ્થાપના વર્ષ સં.૧૭૯૮ પણ મળે છે. એમને ગણિપદ મળેલ છે. એમનાં સં.૧૮૦૭થી ૧૮૨૫નાં રચનાવર્ષો દર્શાવતાં કેટલાંક સ્તવનો મળે છે. જુઓ ભા.૬, ૨૦.]
૨૧. મેઘરાજજી : દંતારાઈપુરના ઓસવાલ વૃદ્ધ ગોત્રી પિતા દલો સાહ, માતા સાંમા. પદવી સં.૧૮૧૧ પોસ વદી ૧૩, સ્વ. ૧૮૪૩ કા. વ. અમાસ. તેમની કૃતિ સંબંધી જુઓ ભા.૬, ૧૪૧.
[પદસ્થાપના સં.૧૮૧૭ પણ મળે છે. કૃતિઓ - જ્ઞાનપંચમી સ્ત., સં.૧૮૩૦; પાર્શ્વ જિન સ્ત., સં.૧૮૩૦.]
૨૨. સોમચંદજી : પદવી સં.૧૮૨૮ ફા.વ.૬. તેમના ગંગ-કલ્યાણ-લવજીશિષ્ય લબ્ધિએ સં.૧૮૫૨માં ‘નૈમિચન્દ્રાવલા’ રચ્યા. (જૈગૂક., ૬, ૧૯૫-૯૬.)
[પદસ્થાપન સં.૧૮૩૮ પણ મળે છે. મહાનંદની કૃતિઓમાં સં.૧૮૩૯ અને ૧૮૪૯માં એ આચાર્ય છે. જુઓ ભા.૬, ૩૦-૩૨. ‘નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલા’ પણ એમના આચાર્યકાળમાં રચાયેલ છે, જોકે ગંગ એમના શિષ્ય જણાતા નથી.]
૨૩. હરખચંદજી : [પદસ્થાપના સં.૧૮૫૭.]
૨૪. જયચંદજી : સં.૧૮૬૯ ફા. સુદ ૩ને દિને વડોદરામાં હર્ષચન્દ્રજીએ જીવતાં માસ આઠ પહેલાં શ્રીપૂજ્ય સ્થાપી આચાર્યપદ આપ્યું કે જે હાલ જયવંતા વર્તે છે.
(મુનિ કાંતિસાગર પાસેની એક પટ્ટાવલી તેમજ આ જયચંદજીના સમયમાં તેના શિષ્ય ભાગ્યચન્દ્રજીએ સં.૧૮૭૯માં લખેલા ‘કલ્પસૂત્ર બાલાવબોધ’માં અંતે આપેલ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org