SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જૈન ગૂર્જર કવિઓ : ૯ ૧૩. દામોદરજી : અજમેરના ઓસવાલ, લોઢા-ગોત્રી પિતા રત્નસિંહ, માતા રત્નાદે, જન્મ સં. ૧૬૭૨. દીક્ષા સં.૧૬૮૯ (જેઠ સુદ ૭), પદધર સં. ૧૬૯૬ હિંદી ૧૬૯૭ આષાઢ વદ ૬), સ્વ.સં.૧૬૯૬ (હિંદી ૧૬૯૭) માહ શુદિ ૧૩. ગૃહવાસ ૧૬, સંયમ ૮, આયુષ્ય ૨૩ વર્ષ. ૧૪. કર્મસિંહ : ઉક્ત દામોદરના મોટા ભાઈ. જન્મ સં.૧૬૬૯, દીક્ષા સં.૧૬૮૮, પદધર દામોદર પછી સં.૧૬૯૬ (હિંદી ૧૬૯૭ મહા સુદ ૧૩), સ્વ. સં.૧૬૯૭ (હિંદી ૧૬૯૮ માહ સુદ ૯). ગૃહવાસ ૧૭, સંયમ ૧૦, આયુ ૨૭ વર્ષ ભોગવી ખંભાતમાં કાળ કર્યો. આમના સમયમાં યા પછીના કેશવજીના સમયમાં તેમના શિષ્ય ધનરાજે જુદો પક્ષ (મારવાડ દેશ મધ્યે ઊતારણ ગામમાં) કાઢ્યો. ૧૫. કેશવજી : છપઈ/છાપિયાના ઓસવાલ, ઉસભ-ગોત્રી પિતા નેતસી, માતા નવરંગદે, જન્મ સં.૧૬૭૫. દીક્ષા નવ જણ સાથે સં.૧૬૮૯ જેઠ સુદ ૭, પદધર સં. ૧૬૯૭ (હિંદ ૧૬૯૮) માહ સુદ ૯ ખંભાતમાં. સ્વર્ગવાસ સં.૧૭૨૦ જેઠ (હિંદી આષાઢ) વદિ ૯ કોલમાં, વોરા વીરજીને લખી ગચ્છનો ભાર ભળાવી કર્યો. ગૃહસ્થાવાસ ૧૪, સંયમ ૩ર કે જેમાં ૨૩ પદધર, કુલ આયુ ૪૬ વર્ષ ભોગવી કાળ કર્યો. તેમણે મારવાડમાં ખૂબ પ્રચાર કર્યો. આમના સમયમાં ધનરાજ કે જેમનો પક્ષ મારવાડમાં જૈતારણ ગામમાં નીકળ્યો હતો, તે પોતાનો પક્ષ કાઢ્યા પછી સત્તર વર્ષે ગચ્છમેળ કરવા આવ્યા. સં.૧૭૧૩માં સુરતનગરમાં વોરા વીરજીએ તેમને બોલાવી ગચ્છમેળ કર્યો. ગચ્છમાં ત્રણ સ્થવીરો ભળ્યા. | કેિશવજી રૂપસિંહશિષ્ય જણાય છે. એ પોતાને માટે શ્રીધર, શ્રીપતિ એવાં નામ પણ વાપરે છે. તેમણે “આનંદ શ્રાવક ચરિત્ર' (સં.૧૬૯૬), “સાધુવંદના' તથા સંભવતઃ દશાશ્રુતસ્કંધ બાલા.” (સં. ૧૭૦૯) રચેલ છે. જુઓ ગુજરાતી સાહિત્યકોશ ખં૧. ધનરાજ–ક્ષેમકર્ણ (દીપચંદકત “ગુણકરંડ ગુણાવલી ચોપાઈ' સં.૧૭પ૭માં રચાઈ ત્યારે પાટે)-ધર્મસિંહ (દીપચંદકત “પુણ્યપાલ ચોપાઈ' સં. ૧૭૭૬માં રચાઈ ત્યારે પાટે) એવી પરંપરા મળે છે.] ૧૬. તેજસિંહ : પંચેટિયા/પાંચટિયાના ઓસવાલ, ઉસભગોત્રી પિતા લખમણ, માતા લખમાદે. દીક્ષા સં.૧૭૮૬ આસાઢ સુદ ૧૦ શુકે, પદવી સુરતમાં વોરા વીરજીએ સં.૧૭૨૧ વૈશાખ શુદિ ૭ને દિને ગુરુના ભળાવવાથી આપી. શિષ્ય કાનજી સાથે ૧૭૪૩માં સુરતમાં ચોમાસું કર્યું. સ્વ. સં.૧૭૪૩. તેમણે અનેક જિનસ્તવનો ગુજરાતીમાં રચ્યાં છે ને સંસ્કૃત પદ્યમાં દૃષ્ટાંતશતક' રચેલ છે. એમનાં સ્તવનો સં.૧૭૧૧થી ૧૭૪૮નાં રચનાવર્ષો બતાવે છે, જેમાં “સીમંધર સ્વામી રૂ.ની ૨.સં.૧૭૪૮ શંકાસ્પદ ગણાય. એમની સંસ્કૃતમાં ‘સિદ્ધાંતશતક' ને ‘ વિન્શતક' એ કૃતિઓ પણ નોંધાયેલી છે. એમની ગુજરાતી ગુરુગુણભાસ” એમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy