SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી ૧૩૭ તે અને બીજા અગિયાર મળી બારે વરસિંગજી વિરુદ્ધ પ્રરૂપણા કરી તેનાં નામ : લકો, સિવો, પાસો, વિજો, સરવો, કડુઓ, ધરમો, બ્રહ્મો, કોથલિયો, સાકરિયો, ટાકરિયો અને સુિ. આ બાર ‘સિસુમતી'માં સિવાએ ચૌદશ, પાસાએ બે પડિકમણાં, વિજાએ હીરફૂલને આકાર માન્યો. સરવાએ દેશથી, કટુઆએ ગૃહવેષથી, ધર્માએ નામાર્થથી ધર્મ માન્યો, કોથલિયે કોથલીમાં પોષો કરવામાં, બ્રહ્માએ નમસ્કારમાં, સાકરિયે વ્રતમાં, ટોકરિયે સમકિતમાં, સિસુએ સૂત્રવ્યવહારમાં માન્યતા પ્રરૂપી. આમ મતમાં છિદ્રો પડ્યાં. કુંવરજીએ અલગ પક્ષ કાઢ્યો. ૧૦. (લઘુ) વરસિંઘજી : સાદડીના ઓસવાલ, વોરા સાહિલાચા ગોત્ર, પિતા ઝાંઝણ, માતા સુંદરબાઈ, જન્મ સં. ૧૫૮૯. દીક્ષા લાલજી પાસે સોળમે વર્ષે સં.૧૬૦૬ સિરોહીમાં), પદધર તથા ગણિપદ સં.૧૬૨૭ અહમદપુરમાં વડા વરસિંહે આપ્યું. પોતે ૬૦ વર્ષની ઉંમર થતાં પદ પર જશવંતજીને દીક્ષા દઈ સ્થાપ્યા સં. ૧૬૪૯. ૧૨ વર્ષથી અધિક ગુરુશિષ્ય સાથે વિચર્યા. સં.૧૬૬૨ માહ સુદ ૧પને દિને અણશણ કરી ગૃહવાસ ૧૬, સંયમ પ૬માં ૩૫ વર્ષ પદ ધારીને ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી (ઉસમાપુર, સોઝત કે દિલ્હીમાં) સં.૧૬૬૨માં કાળ કર્યો. ૧૧. જશવંતજી : સોઝતના ઓસવાલ લઉકઉં/લૂકડ-ગોત્રી પિતા પરબત, માતા સહોદરા, જન્મ સં. ૧૬૩૪. દીક્ષા અને પદવી સં.૧૬૪૯ મહા શુદિ ૧૩ ગુરુ સોઝતમાં, પદધર સં. ૧૬૮૩ વૈ.શુ.૬ સિરોહીમાં. સં. ૧૬૮૮ માગશર સુદ ૧૫ દિને રૂપસિંહજીને પદ આપ્યું ને પછી માગશર વદ ૨ બુધે અણસણ કરી કાળ કર્યો. ગૃહવાસ ૧૬, સંયમ ૩૮ ને કુલ આયુષ્ય પ૪ વર્ષ આ જસવંત મુનિનો રાસ સં.૧૬૫રમાં હાલાર-ખંઢેરામાં બૂરાશિ. શામલજી ને જીવરાજના શિષ્ય ધર્મદાસે રો. સિં.૧૬૬૨માં વરસિંહજીના સ્વર્ગવાસ પછી સં.૧૬૮૩માં પદધર એટલે ગચ્છનાયક થયાનું સંભવે નહીં. સં. ૧૬૬૩ હોઈ શકે. ધર્મદાસનો “જસવંત મુનિનો રાસ” બૂરાશિ. શામલજી અને જીવરાજના સાન્નિધ્યે રચાયો છે તેથી એમના એ શિષ્ય હોવાનું ન કહેવાય. રાસ વરસિંહના પ્રસાદથી રચાયો છે એટલે કવિ નરસિંહના શિષ્ય હોઈ શકે (જન્ક., ૨, ૨૮૬). લોંકાગચ્છનાયક આચાર્ય ઋષિ જસવંતજીએ આત્માર્થે લખેલી કલ્પસૂત્ર બાલાની પ્રત સં. ૧૬૯૭ની મળે છે (જેન્ક, ૩, ૩૫૫) તે એમના જીવનની પ્રાપ્ત માહિતીની સાથે સંગત નથી.] ૧૨. રૂપસિંહજી : વીંઝવા/વીજેવાના ઓસવાલ, વોરા સાહિલેચા ગોત્રના પિતા પીથલ, માતા કનકાઈ, જન્મ સં.૧૬૫૮. દીક્ષા સં. ૧૬૭૫ માગશર સુદ ૧૩ ગુરુ, પદધર સં. ૧૬૮૮ માગશર સુદ ૮ અહમદપુરમાં અને સ્વર્ગવાસ સં. ૧૬૯૭ આષાઢ વદ ૧૦ કૃષ્ણગઢ કીસનગઢમાં ગૃહવાસ ૧૭, સંયમ ૨૧ જેમાં ૭ વર્ષ પદવીધરનાં કુલ ૩૮ વર્ષનું આયુષ્ય ભોગવી કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy