SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ તારાચંદ શુભે ભૂયાત્ કલ્યાણમસ્તુ' એમ છે. નાહર.૧, નં.૩૯૭. નાગોરી લોંકાગચ્છ માટે જુઓ હવે પછી પૂર્તિ. ઉત્તરાધગચ્છની વ્યવસ્થિત પટ્ટાવલી મળતી નથી પણ ઉપર નોંધેલા છે તેવા છૂટક ઉલ્લેખો મળે છે. ‘બંધક ચોપાઈમાં સરવરને ઉત્તરાધગચ્છમંડન કહેવામાં આવ્યા છે. એક અજ્ઞાતકર્તક “કલ્પસૂત્ર બાલા.એની પ્રત ઉત્તરાધગચ્છના શ્રીમતુ સિંઘરાજશિ. અમરમુનિશિ. સુફેરચંદ મુનિના અંતેવાસી સદાનંદ મુનિએ સુંદર મુનિ પાસેથી લઈ સં.૧૭૧૩માં લખાવી હતી (જેન્ક,૫,૪૩૩).] ૮. જીવજી [જીવાજી]: સુરતના ઓસવાલ, દેસલપરા-ગોત્રી પિતા તેજલ તેજપાલ, માતા કપૂરાંબાઈ, જન્મ સં.૧૫૫૦. દીક્ષા અને પટધરપદ સં.૧૫૭૮ મહા સુદ ૫ ગુરુવારે સુરતમાં રૂપજીએ આપ્યાં. (સં.૧૫૯૭માં જિનમતીગચ્છ ઘણો દીપાવ્યો.) સં.૧૬૧૨ વૈ.શુ.૭ દિને વરસિંહને પટ્ટધર કર્યા. સ્વ. સં.૧૬૧૩ જેઠ સુદ ૬ સોમે અણશણ લીધું. ગૃહ ૨૮, સંજમ ૩૫ વર્ષ પાળી પ દિન ચોવિહાર અણશણ કરી ૬૩ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ. એમનાથી “ગુજરાતી લોકાગચ્છ' ઓળખાયો ને તેની આઠ પાટ સુધી અમદાવાદમાં ગાદી રહી. (સ્થાપના ગાદી સૂરતની, ગુજરાતી લોંકા કહેવાયા.) તેમના શિષ્ય ઋષિશ્રી હાનાએ પ્રત્યેનીક થઈ હેમવિમલસૂરિને ઉપાદીને ઋષિમતી ગચ્છ સં.૧૫૮૨માં કાઢ્યો ને તપસ્યા કરતાં રાણા ઉદેપુરનાએ “તપા' બિરુદ આપ્યું. મહાત્મા પોસાલ વીઝોવાની વકાણા પાર્શ્વનાથ પાસે ગોઢવાડ દેશે. - એક પટ્ટાવલી. આ જીવજી/જીવરાજના શિષ્ય નારાયણ સં.૧૬૧૪ (૧૬૮૪ ?)માં [‘શ્રેણિક રાસ રચ્યો. (જન્ક., ૩, ૨૫૯) જીિવજી જન્મ સં.૧૫૫૧ માઘ વદ ૧૨, પૂજ્ય પદવી સં.૧૫૮૫માં અમદાવાદમાં ને સ્વ. જેઠ વદ ૧૦ – એવી માહિતી પણ મળે છે. નારાયણના શ્રેણિક રાસનો ૨.સં.૧૬૮૪ જ છે – વેદ વસુ રસ ચંદ; ને એ જીવરાજને ગુરુ તરીકે નહીં પણ ગચ્છનાયક તરીકે ઉલ્લેખ છે (૩,૨૬૦), જે ઉલ્લેખ મૂંઝવણભર્યો બને.] ૯. (વડ) વરસિંઘજીઃ સોરઠના દેવકાપાટણના ઓસવાલ નાહટા ગોત્રના પિતા સુમિયા (સમય), માતા કસ્તુરબાઈ, જન્મ સં.૧૫૬૪. દીક્ષા સં. ૧૫૮૭ ચૈત્ર વદિ ૫, પદધર સં. ૧૬૧૨ વૈશુ.૬. જીવજી સાથે સવા વર્ષ વિહાર. સ્વ. સં. ૧૬૪૪ કા.શુ.૩ ખંભાતમાં. બીજા નાના વરસિંઘજીને સં. ૧૬૨૭ના ગચ્છભાર આપી ગુરુશિષ્ય ૧૭ વર્ષ સાથે વિચરી ખંભાત આવ્યા ને ત્યાં ગુરુએ કાળ કર્યો. સં.૧૬૧૩ જ્યેષ્ઠ વદિ ૧૦ દિને વડોદરાના ભાવારોએ શ્રીપૂજ્યની પદવી આપી. ત્યારથી ગુજરાતી લોંકાગચ્છ મોટી પક્ષ એ નામ તેમના પક્ષનું પડ્યું. સં.૧૬૧૬માં અવિધિ કરી “સિસુઘન” એ નામ ધારીને સિસુનો મત નીકળ્યો ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy