________________
લોકાગચ્છ/સ્થાનકવાસી (સાધુમાર્ગી) સંપ્રદાયની પટ્ટાવલી
કહ્યા છે). તેઓ લોંકાશાહ સાથે સં.૧૫૨૮ કે ૧૫૨૯માં જોડાયા એવું પણ નોંધાયું છે. લોંકાશાહ પ્રાગ્વાટવંશી ને પાટણના હોવાનું પણ મળે છે. પૂર્તિમાં મૂકેલી નાગોરી લોંકાગચ્છની પટ્ટાવલી એમને જાલોરવાસી કહે છે.]
૧. ભાણાજી : શિરોહીના ગામ અરહટવાડા (હાલનું અટવાવાડા), પોરવાડ. સ્વયમેવ દીક્ષા સં.૧૫૩૧ અમદાવાદમાં. તે લુંકાગચ્છના આદિ સાધુ. સ્વ. સં.૧૫૩૭[]. [દીક્ષા સં.૧૫૩૩ પણ મળે છે. સં.૧૫૪૦માં કડવા શાહ નાડુલાઈમાં ભાણાજીને મળ્યા હતા તેવો ઉલ્લેખ કડવાગચ્છ પટ્ટાવલીમાં મળે છે.]
૨. ભીદાજી : શિરોહીના ઓસવાલ, સારિયા ગોત્ર, સંઘવી તોલાના ભાઈ. દીક્ષા સં.૧૫૪૦ અમદાવાદમાં ૪૫ જણ સાથે ઋષિ ભાણા પાસે.
૧૩૫
[ભાણાજી સ્વ. સં.૧૫૩૭ અને ભીદાજીની એમની પાસે દીક્ષા સં.૧૫૪૦માં એ અસંગત હકીકતો છે.]
૩. નુનાજી : શિરોહીના ઓસવાલ, દીક્ષા સં.૧૫૪૬ (પાઠાંતર ૧૫૪૫). ૪. ભીમાજી : મારવાડના પાલીના ઓસવાલ, લોઢા ગોત્ર. દીક્ષા સં.૧૫૫૦. ૫. જગમાલજી : ઉત્તરાધવાસી ઉત્તરાધમાં સવર–નવરંગ –નાનપુરાના
ઓસવાલ, સુરાણા ગોત્ર. દીક્ષા સં.૧૫૫૦ ઝાંઝર ગામે. [જગમાલજીનું ગામ નાનરૂડા અને દીક્ષા જાલોરા ગામે એવી માહિતી પણ મળે
છે.]
૬. સરવાજી : દિલ્હીના શ્રીમાલ (વીસા ઓસવાલ ?'), સીધડા ગોત્ર, દીક્ષા સં.૧૫૫૪.
તેમના વખતમાં સં.૧૫૬૫માં લુંકાગચ્છથી જુદા પડી વીજાએ અન્ય પક્ષ સ્થાપ્યો તે વીજામતી (વિજયગચ્છ) કહેવાણો.
[વીજામત/વિજયગચ્છ માટે જુઓ હવે પછી પૂર્તિ.]
૭. રૂપજી : અણહિલપુર પાટણના વેદગોત્રી ઓસવાલ, પિતા દેવો, માતા મરઘાબાઈ, જન્મ સં.૧૫૪૩. દીક્ષા સ્વયમેવ સં.૧૫૬૮ માહ શુદ ૧૫. તેમણે પાટણગચ્છ સ્થાપ્યો. (ગુજરાતી લોંકાગચ્છ કહેવાયો) સં.૧૫૭૮માં જીવજીને સંજમપદ દઈ સ્વપાટે સ્થાપ્યા. ૭ વર્ષ ગુરુશિષ્ય સાથે વિચર્યા. સ્વ. સં.૧૫૮૫ પાટણ. ગૃહ ૨૫, સંજમ ૧૭ વર્ષ.
[રૂપજી વીસા ઓસવાલ. એમનાથી લોંકાગચ્છ નામ મળ્યું એમ પણ નોંધાયેલું છે.] સં.૧૫૮૦માં નાગોરમાં હીરા આચાર્યે ચૌદશને પાખી માની લંકા નાગોરી ગચ્છ કાઢ્યો. વળી તેના સમયમાં લાહોરી ઉત્તરાધ લોકાગચ્છ પ્રકટ્યો, જ્યારે સાધુ સરવાના પરિવારે ‘લંકાગચ્છ’નું બિરુદ કાયમ રાખ્યું.
ઉત્તરાધગચ્છના સરવરશિષ્ય અર્જુનશિષ્ય દુર્ગદાસે સં.૧૬૩૫માં બંધક ચો.' રચી. (જૈક., ૨, ૧૬૩). ડૉ. કુમારસ્વામી પાસેના ‘સમવસરણ’ના ચિત્રમાં ‘સંવત ૧૬૮૦ વર્ષે ભાદ્રવ શુદિ ૨ શ્રીમદુત્તરાધગચ્છ આચાર્ય કૃષ્ણચંદ વિદ્યમાને લિ. ઋષિ
.૯-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org