SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૯ વ્યવસાય કરતા હતા અને આગમોના અભ્યાસમાંથી પ્રતિમાપૂજાનો નિષેધ આદિ નવા વિચારોવાળો પોતાનો મત એમણે સં.૧૫૦૮માં પ્રવર્તાવ્યો. એમને લખમસીનો સાથ મળ્યો. એમણે પોતે સાધુદીક્ષા લીધી નહોતી, પણ ભાણાજી એમના સંપ્રદાયના પ્રથમ સાધુ બન્યા. ૧૩૪ લોકાગચ્છીય યતિ ભાનુચન્દ્રની ‘દયાધર્મ ચોપાઈ' (સં.૧૫૭૮) લોંકાશાવિષયક સૌથી પ્રાચીન કૃતિ ગણાય. એ એવી માહિતી આપે છે કે લોંકાશાહ લીંબડીના દશા શ્રીમાળી ડુંગર તથા તેમની પત્ની ચૂડાના પુત્ર હતા ને એમનો જન્મ સં.૧૪૮૨ વૈશાખ વદ ૧૪ના થયો હતો. લોંકાશાહ આઠ વરસના થયા ત્યાં ડુંગર પરલોકે સિધાવ્યા ને ફોઈના દીકરા લખમસીએ એમનું દ્રવ્ય લૂંટી લીધું. સોળ વરસના થયા ત્યાં માતા મૃત્યુ પામી અને પછી અમદાવાદ જઈ એમણે નાણાવટીનો ધંધો કર્યો. એમના નવા વિચારોથી યતિઓએ એમને પજવવા માંડ્યા એટલે એ લીંબડી પાછા ગયા અને લખમસી ત્યાં કારભારી હતા એમણે એમને સાથ આપ્યો. સં.૧૫૩૨માં લોંકાશાહ અવસાન પામ્યા. જોકે લાવણ્યસમય એમની ‘સિદ્ધાન્ત ચોપાઈ' (સં.૧૫૪૩)માં લખમસી પારેખને માંડવગઢના વિછિયાત કહે છે (પછીથી કોઈએ એમને પાટણના અરટ્ટવાડના પણ [આગળને પાનેથી ચાલુ] લ જિનવચનની લબધ તેં પાઈ ઢાલ પહેલી પોરવાડ પ્રસિદ્ધ પાટણમેં લકા નામે લુકા કહાઈ. સંવત પન્નર અઠ્યાવીસે, વડગચ્છ સૂત્ર સિદ્ધાંત લિખાઈ, લિખી પરતિ દોઈ એક આપ રાખી, એક દીએ ગુરુને લે જાઈ. દોય વ૨સ સૂત્ર-અર્થ સર્વ સમજી, ધર્મવિધ સંઘને બતાઈ, લકે મૂલ મિથ્યાત ઉથાપી, દેવ ગુરુ ધર્મ સમઝાઈ. ત્રીસે વીર રાસી ભસ્મગ્રહ ઉતરતાં, જિમ વીર કહ્યો તિમ થાઈ, ઉદે ઉદે પુજ્યા જિનશાસન, નીતિ દયાધર્મ દીપાઈ. ઈગત્રીસેં ભાણજીએ સંજમ લેઈ, લુંકાગચ્છ ‘આદિતિ' થાઈ, લંકાગચ્છની ઉતપતિ ઇણ વિધ, કહે તેજસંઘ સમઝાઈ. ઢાલ બીજી Jain Education International લંકાગચ્છ આદિ થયા અધિકારી લંકા. ૧ લંકા. ૨ ભાણા ભીદા નૂન ભીમ જગમાલ, સાથ સરવા સું વિચારી. ભગવંત ભાખ્યો તિણે સરવ રાખ્યો, દયાધરમ ચિત ધારી, કેશી ગોતમની ૫૨ મિલિને, વિચાર્યો સુધ આચારી. વિનયાદિક વિવેકૈં સવ વિધ સું, કરે જિનવચન વિચારી, દેશદેશના શ્રાવક સમઝાવ્યા, થયા સર્વે ઉગ્રવિહારી. સંવત પનર પેસઠે લંકાથી, વજે કીધી વિધ ન્યારી, વિજામતી તિષ્ણે નામ કહાયો, જાણો સો જાણ વિચારી. સાધ સાધવી સહસ્ર દોય સંખ્યા, શ્રાવક બહુ ધનધારી, અડત્રીસ વર્ષ ઇણ પરિ વિચર્યાં, પછે રૂપ ઋષિ થયા ગણધારી. લંકા. પ લંકા. ૩ લંકા. ૪ લકે. ૧ લકે. ૨ કે. ૩ લકે. ૪ કે. ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy