________________
૧૪૪
જૈન ગૂર્જર કવિઓ : ૯
સ્વિ. સં. ૧૯૭૨.] ૨૨. હાથીજી : સ્વ. સં.૧૯૮૫.]. ૨૩. ઉત્તમચંદજી [નાના] : સ્વિ. સં.૧૯૯૭.] [૨૪. ઈશ્વરલાલજી : સ્વ. સં.૨૦૧૮.
૨૫. ભાઈચંદજી : જન્મ સં. ૧૯૪૫ મહા સુદ ૫, ભાદરણ. પિતા લલ્લુભાઈ પટેલ, માતા હરિબા, જન્મનામ ભાઈલાલ. દિક્ષા સં.૧૯૬૧ મહા વદ ૧૩, શુક્રવાર, કલોલમાં. પદસ્થાપના અમદાવાદ સં. ૨૦૧૮ વૈશાખ સુ.૭, ગુરુવાર. સ્વ. સં.૨૦૨૦ અસાડ વદ ૧૪, ગુરુવાર, અમદાવાદમાં.]
લવજી ઋષિની પરંપરા ૧. લવજી ઋષિઃ તેમણે મૂળ લોંકાગચ્છ તજી પોતાનો જુદો ગચ્છ ચલાવ્યો. સુરતના લખપતિ દશા શ્રીમાળી શેઠ વીરજી વોરાની પુત્રી ફૂલબાઈના પુત્ર. કેશવજી ગચ્છના વજ્રાગજી પાસે દીક્ષા પ્રથમ લીધી. પછી ભાણોજી અને સુખોજી એમ બે સહિત સ્વયં ખંભાતમાં સાધુ તરીકે દીક્ષા લીધી (સં. ૧૬૯૨ યા ૧૭૦૫માં). વીરજી વોરાને તેથી આઘાત થયો ને લવજી ઋષિને હેરાન કરવા પ્રયત્ન કર્યા. તેમની પાસે સોમજી નામના કાલુપુરના દશા પોરવાડે ૨૩ વર્ષની વયે દીક્ષા લીધી. બુરાનપુરમાં ગુરુશિષ્ય જતાં ત્યાં ઘણી અડચણ પડી. આખરે એક બાઈએ વિષમિશ્રિત મોદક ત્યાંના લોકાગચ્છના યતિની પ્રેરણાથી વહોરાવતાં તેમનું મૃત્યુ થયું.
- સોમજીના કાનજી નામે એક શિષ્ય થયા ને લાહોરી ઉત્તરાર્ધ લોંકાગચ્છના હરદાસજી ગુજરાતમાં આવી સોમજીને મળ્યા ને ધર્મચર્ચાથી સંતોષ પામી તેની પાસે દીક્ષા લીધી. હરદાસજી પછી પંજાબ ગયા ને તેનો પરિવાર પંજાબ સંપ્રદાય તરીકે ઓળખાય છે. કાનજી ઋષિનો પરિવાર હાલ માળવા, મેવાડ ને દક્ષિણ તરફ વિચરે છે. કાનજીના શિષ્ય તારાચંદજીનો પરિવાર ગુજરાતમાં ખંભાત સંઘાડા તરીકે ઓળખાય છે. ઉક્ત કાનજી ઋષિના પરિવારમાંના ત્રિલોક ઋષિ માટે જુઓ ભા.૬, પૃ.૩૮૨. અને તે પરિવારમાં દક્ષિણ હૈદ્રાબાદમાં વિચરેલા હમણાં સ્વર્ગસ્થ અમોલખ ઋષિ (ભા.૬, ૨૧૪) થયેલ હતા.
કૂિલબાઈ (ફૂલાબાઈ) વિધવા થવાથી લવજી વીરજી વોરાને આશ્રયે ઊછર્યા હતા. કેશવજી (મુખ્ય પટ્ટાવલી ક્ર.૧૫)ના ગચ્છના વજ્રાગજી (બજરંગજી) પાસે એમણે શાસ્ત્રાભ્યાસ કર્યો અને શુદ્ધ વીતરાગમાર્ગની દીક્ષાની ભાવના થઈ. પરંતુ વીરજી વોરાના આગ્રહથી વજ્રાગજી પાસે યતિદીક્ષા લીધી. પછીથી ગુરથી જુદા પડી એમણે શુદ્ધ માર્ગની દીક્ષા સ્વયમેવ લીધી. સં.૧૬૯૨ એ યતિદીક્ષાનું અને ૧૭૦૫ (કે ૧૭૦૪] એ શુદ્ધ દીક્ષાનું વર્ષ દર્શાવવામાં આવે છે. ૧૭૦૯માં ટૂંઢિયામત પ્રવર્તાવ્યો. લવજી ઋષિ સંથારો કરી સ્વર્ગે ગયેલા અને વિષમિશ્રિત લાડુ ખાવાથી સોમજી પછીથી ફરી વાર બુરાનપુર ગયેલા ત્યારે અવસાન પામેલા એવી હકીકત પણ મળે છે.
લવજી ઋષિનું પણ લોકાગચ્છમાં વિરોધો વેઠીને દિયોદ્ધાર કરનાર તરીકે મહત્ત્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org