________________
તપાગચ્છની પટ્ટાવલી
૧૩૧
ધીરમલ્લજી, માતા ક્ષેમલદે, મૂલનામ ગુલાબમધ્ય. મારવાડના દુકાળ વખતે ગોરજી દેવસાગર (કલ્યાણસાગરસૂરિ – ઉપા. રત્નસાગર – ઉપા. મેઘસાગર – ઉપા. વૃદ્ધિસાગર – ઉપા. હીરસાગર - ઉપા. સહજસાગર ઉપા. માનસાગર – રંગસાગરગણિ - ફતેહસાગરગણિશિ.)ને મળેલ આ બાળકને એમણે ગચ્છનાયકની આજ્ઞાથી ભુજનો પાટ સંભાળતા પોતાના શિષ્ય સ્વરૂપસાગરના જ્ઞાનચન્દ્ર નામના ગૃહસ્થ શિષ્ય તરીકે સ્થાપ્યો. તે પછી ૧૯૪૦માં એમને વિવેકસાગરે એમને મુંબઈમાં ગોરજી તરીકે દીક્ષા આપી નામ ગૌતમસાગર રાખ્યું. વિવેકસાગરે દીક્ષા આપતી વખતે એમને રાત્રિભોજન તેમજ કંદમૂળપરિહારનાં બે વ્રતો આપ્યાં, પરંતુ નવદીક્ષિત તો સર્વ- ત્યાગના જ અભિલાષી હતા. સંવિગ્નપક્ષી દીક્ષા વિના તેમને જંપ નહોતો. એ ભૂમિકા પ્રાપ્ત કરવા એમણે પછી અનેક મથામણો કરી અને અંતે એ સફળ થયા. પોશાળનો કબજો ગુરભાઈ લાલજીને આપી પરિગ્રહથી મુક્ત થયા અને સાધુનાં ઉપકરણો લીધાં. સં.૧૯૪૬માં પાલીમાં એમણે ક્રિયોદ્ધાર કર્યો. બહુધા કચ્છ અને હાલારમાં વિચર્યા. ત્યાં ગામેગામ ગચ્છપ્રવૃત્તિ એમણે ગૂંજતી કરી અને એમના ઉપદેશથી જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડારનિર્માણનાં અનેક કાર્યો થયાં. મોટી સંખ્યામાં સાધુસાધ્વીઓને દીક્ષા આપી. ગચ્છના અભ્યદય માટે એ એટલા ચિંતિત હતા કે એમણે સં.૨૦૦૧માં એવું સૂચન કર્યું હતું કે જિનેન્દ્રસાગરસૂરિની પાટે ત્યાગી મંડલાચાર્યની સંઘ સ્થાપના કરે અને તો પોતે પોતાનો સાધુસાધ્વીનો પરિવાર એમને સોંપી દેવા તૈયાર છે. એ વખતે પોતે ૮૨ વર્ષના હતા અને જિનેન્દ્રસાગર ૭૫ વર્ષના હતા.
જિનેન્દ્રસાગર સં.૨૦૦૪માં કાળધર્મ પામવાથી શ્રીપૂજ અને યતિસંસ્થાનો અંત આવ્યો. આ પછી મુનિમંડલોગ્રેસર ગૌતમસાગર ગચ્છના સ્વાભાવિક કર્ણધાર બની રહ્યા. સ્વર્ગવાસ સં.૨૦૦૯ વર્ષે વૈશાખ સુદ ૧૩ના રોજ ભુજમાં.
દાનસાગર ઃ ગૌતમસાગરના પ્રથમ પટ્ટધર. રોહાવાળા કોટડાના ગણપત પરબત અને કુંવરબાઈના પુત્ર. જન્મ સં.૧૯૪૪, મૂળ નામ દેવજીભાઈ. દીક્ષા સં.૧૯૬૬ પાલીતાણામાં ગૌતમસાગર પાસે. ૧૯૭૬ પછી ગુરુ સાથે વિચારભેદ થવાથી જુદા વિચર્યા. ૧૯૮૦માં નેમસાગરને શિષ્ય કરી એકલવિહારીપણું ટાળ્યું. ૧૯૮૯માં ગુર સાથે મેળ કર્યો. સં.૨૦૧૨માં સંઘે એમને મુંબઈમાં આગ્રહપૂર્વક આચાર્યપદ આપી ગૌતમસાગરના પ્રથમ પટ્ટધર તરીકે સ્થાપ્યા. સં.૨૦૧૭માં મુંબઈમાં સ્વર્ગવાસ.
નેમસાગર: નારાણપુરના વોહરા કચરા જાગણી પિતા, દેમીબાઈ માતા. દીક્ષા. સં.૧૯૮૦ ચૈત્ર સુદ ૫ જૂનાગઢમાં. આચાર્યપદવી સં.૨૦૧૨ કચ્છ સુથરીમાં. સ્વર્ગવાસ સં.૨૦૨૨ મુંબઈમાં. એમની પ્રેરણાથી કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા.
ભદ્રિક સ્વભાવના દાનસાગરસૂરિ અને વ્યાખ્યાનપટુ નેમસાગરસૂરિની જોડીએ લોકોને વશ કર્યા હતા.
ગુણસાગર : દેઢિયાના લાલજી દેવશી અને ધનબાઈના પુત્ર. જન્મ સં.૧૯૬૯ મહા સુદ ૨. મૂળ નામ ગાંગજીભાઈ. દીક્ષા સં.૧૯૯૩ દાનસાગર અને નેમસાગરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org